android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: BPCLની જાહેરાત
calendar_today March 23, 2026

Gujaratમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: BPCLની જાહેરાત

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે ભારતની અગ્રણી ફોર્ચ્યુન ગ્લોબલ 500 અને મહારત્ન કંપની છે, તેણે ગુજરાતના તમામ નાગરિકોને ખાતરી આપી છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમનું નેટવર્ક સંપૂર્ણ રીતે સજ્જ છે, તેથી જનતાએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.સુચારૂ કાર્યરત વિતરણ વ્યવસ્થા ગુજરાતમાં આવેલા BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને LPG વિતરણ કેન્દ્રો હાલમાં કોઈ પણ અવરોધ વગર કાર્યરત છે. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને (Panic Buying) ઈંધણની ખરીદી ન કરે. BPCLની સપ્લાય ચેઇન અત્યંત મજબૂત અને કાર્યક્ષમ છે, જે સતત અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. BPCLનું વિશાળ માળખું અને ક્ષમતા ભારતની બીજી સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની તરીકે, BPCL મુંબઈ, કોચી અને બીના ખાતે રિફાઈનરીઓ ધરાવે છે, જેની કુલ ક્ષમતા આશરે 35.3 MMTPA છે. કંપનીનું માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત વિશાળ છે, જેમાં દેશભરમાં 23,500થી વધુ ફ્યુઅલ સ્ટેશનો અને 6,200થી વધુ LPG વિતરણ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ મજબૂત નેટવર્કને કારણે જ કંપની કોઈપણ ભૌગોલિક સ્થિતિમાં ઈંધણ પહોંચાડવા સક્ષમ છે. ટકાઉ ભવિષ્ય અને નેટ ઝીરો લક્ષ્યાંક પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજતા, BPCL હવે ગ્રીન એનર્જી તરફ પણ ડગ માંડી રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં 6,500થી વધુ ફ્યુઅલ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ પોઈન્ટ્સ સ્થાપિત કર્યા છે. કંપનીનું વિઝન 2040 સુધીમાં 'Net Zero' એનર્જી કંપની બનવાનું છે. આ સાથે જ 'Energising Lives' ના ધ્યેય હેઠળ કંપની શિક્ષણ, આરોગ્ય અને જળ સંરક્ષણ જેવા સામાજિક કાર્યોમાં પણ સક્રિય યોગદાન આપી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana News : વડું ગામમાં પરિણીતાનો આપઘાત કેસ, બે આરોપીના જામીન રદ
calendar_today March 23, 2026

Mehsana News : વડું ગામમાં પરિણીતાનો આપઘાત કેસ, બે આરોપીના જામીન રદ

મહેસાણા જિલ્લાના વડું ગામમાં માત્ર ત્રણ માસના ટૂંકા લગ્નગાળામાં જ અસહ્ય ત્રાસને કારણે 20 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આ કેસમાં પરિણીતાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનારા બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.માનસિક અને શારીરિક ત્રાસ મળતી માહિતી મુજબ, ખાનગી કંપનીમાં કામ કરતા પરિવારની 20 વર્ષીય દીકરીના લગ્ન વડું ગામમાં થયા હતા. જોકે, લગ્નના માત્ર 3 મહિનામાં જ સાસરી પક્ષ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતા તેણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હતું. આ કેસમાં પોલીસે આપઘાત માટે મજબૂર કરનારા આરોપીઓ મેડા બાબુભાઈ અને મેડા દિનેશભાઈની ધરપકડ કરી હતી. કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી રદ કરી આરોપીઓ દ્વારા મેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, ૨૦ વર્ષીય નવપરિણીતાના મોતની ગંભીરતા અને અસહ્ય ત્રાસના તથ્યોને ધ્યાને રાખીને નામદાર કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી રદ કરી દીધી છે. આ ચુકાદાને પગલે પીડિત પરિવારને ન્યાયની આશા બંધાઈ છે.આ પણ વાંચો---     Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward
Chhota Udepur News: પેટ્રોલની અછતની અફવા વચ્ચે હાંડોદમાં લાઈનમાં ઘૂસવા મુદ્દે બે ગ્રાહકો વચ્ચે મારામારી
calendar_today March 23, 2026

Chhota Udepur News: પેટ્રોલની અછતની અફવા વચ્ચે હાંડોદમાં લાઈનમાં ઘૂસવા મુદ્દે બે ગ્રાહકો વચ્ચે મારામારી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાએ ગંભીર વળાંક લીધો છે. અછત સર્જાશે તેવા ડરથી હાંડોદના એક પેટ્રોલ પંપ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. વાતાવરણમાં પહેલેથી જ તણાવ હતો, ત્યારે લાઈનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે ગ્રાહકોમાં હોબાળો મચી ગયો હતો. આ ભીડનો લાભ લઈને એક ગ્રાહકે નિયમ તોડી લાઈનમાં વચ્ચે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અન્ય ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો.લાઈનમાં ઘૂસવા મુદ્દે થયો હોબાળો લાઈનમાં વચ્ચે ઘૂસવાના પ્રયાસને લીધે બે ગ્રાહકો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષો વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પંપ પર હાજર અન્ય લોકોએ હોહલ્લો મચાવતા અરાજકતા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે દર્શાવે છે કે અફવાઓના કારણે લોકોમાં કેટલી હદે અસહિષ્ણુતા અને ગભરાટ ફેલાયો છે. બે ગ્રાહકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સ્થાનિક સ્તરે અફવાઓએ હકીકત કરતા વધુ ભયનો માહોલ ઉભો કર્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ઉતાવળ અને ચિંતા જોવા મળી રહી છે. હાંડોદની આ ઘટનાએ તંત્ર સામે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આ પ્રકારની મારામારીની ઘટનાઓ રોકવા માટે પંપ પર પોલીસ બંદોબસ્ત અથવા યોગ્ય મેનેજમેન્ટની જરૂરિયાત વર્તાઈ રહી છે. હાલ આ વીડિયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward