android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Idar News: પેટ્રોલની અછતની અફવા વચ્ચે પંપો પર કેરબાઓની લાંબી કતાર, નિયમોના ધજાગરા ઉડ્યા
calendar_today March 23, 2026

Idar News: પેટ્રોલની અછતની અફવા વચ્ચે પંપો પર કેરબાઓની લાંબી કતાર, નિયમોના ધજાગરા ઉડ્યા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાએ જોર પકડતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલાસણા રોડ પર આવેલા વિનાયક પેટ્રોલ પંપ સહિત અન્ય પંપો પર વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, લોકો માત્ર વાહનો જ નહીં પરંતુ મોટા પ્લાસ્ટિકના કેરબા અને ટીન લઈને પણ ઈંધણ ભરાવવા પહોંચ્યા હતા. "આજે નહીં મળે તો કાલે શું?" તેવા ડર અને ચિંતાને કારણે લોકોમાં ભારે ઉતાવળ જોવા મળી હતી. તેમજ સીએનજી પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ હતી.લોકો કેરબા લઇને પેટ્રોલ લેવા માટે પહોંચ્યા આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે. ખુલ્લેઆમ કેરબાઓમાં પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવી રહ્યું છે. વાહનોને મર્યાદિત પુરવઠો આપવાની જગ્યાએ કેરબાઓમાં મોટા પાયે ઈંધણનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અફવાઓએ હકીકત કરતા વધુ ભયનો માહોલ ઉભો કર્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. વાહનોની સાથે કેરબાની લાઇનો પણ જોવા મળી તંત્રની નજર સામે જ ગેરકાયદેસર રીતે કેરબાઓમાં ઈંધણનું વેચાણ થતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, નિયમ વિરુદ્ધ કેરબામાં પેટ્રોલ આપનારા પંપ સંચાલકો સામે વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે. આવી પરિસ્થિતિમાં અફવાઓથી બચવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ લેવા સમજદાર નાગરિકો અપીલ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadમાં હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપાયું, સગીર સહિત ત્રણ સામે કાર્યવાહી, 9 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today March 23, 2026

Ahmedabadમાં હાઈબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપાયું, સગીર સહિત ત્રણ સામે કાર્યવાહી, 9 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ: શહેરમાં નશાના કારોબારીઓ સામે અમદાવાદ ગ્રામ્ય એસઓજી (SOG) એ લાલ આંખ કરી છે. બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા એક કુખ્યાત સપ્લાયર સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સની ડિલિવરી લેવા માટે એક સગીર આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ ૨૫૮.૭૬ ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે ૯ લાખ રૂપિયા હોવાનું મનાય છે.શાસ્ત્રીનગરના રહેવાસી જય દેસાઈની ધરપકડ એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ પાડીને શાસ્ત્રીનગરના રહેવાસી જય દેસાઈ અને ડ્રગ્સ લેવા આવેલા શિવમ ભદોરિયાની ધરપકડ કરી છે. તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પકડાયેલ આરોપી જય દેસાઈ અગાઉ વર્ષ ૨૦૨૧માં એટીએસ (ATS) અને ૨૦૨૩માં નવરંગપુરા પોલીસના હાથે ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરીથી ઊંચા નફાની લાલચમાં આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. મુખ્ય સૂત્રધાર પૂર્વરાજસિંહ વાઘેલાનું નામ ખુલ્યું આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર પૂર્વરાજસિંહ વાઘેલાનું નામ ખુલ્યું છે, જે હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ હાઈબ્રિડ ગાંજો દેશ બહારથી મંગાવવામાં આવ્યો હોવાની શંકા છે. પોલીસ હવે આ સપ્લાય ચેઈન ક્યાં સુધી ફેલાયેલી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોણ આ ડ્રગ્સ મોકલી રહ્યું છે તે દિશામાં તપાસ તેજ કરી છે.આ પણ વાંચો---      Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward
RBI વ્યાજ દરમાં કરશે ઘટાડો કે વધારો? 6-8 એપ્રિલ દરમિયાન યોજાશે MPCની બેઠક
calendar_today March 23, 2026

RBI વ્યાજ દરમાં કરશે ઘટાડો કે વધારો? 6-8 એપ્રિલ દરમિયાન યોજાશે MPCની બેઠક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ સોમવારે નાણાકીય વર્ષ 2026-27 માટે દ્વિ-માસિક મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકોનું કેલેન્ડર બહાર પાડ્યું, જેમાં પ્રથમ રેટ-સેટિંગ મીટિંગ 6-8 એપ્રિલના રોજ યોજાશે. રિઝર્વ બેન્ક ગવર્નરની આગેવાની હેઠળ 6 સભ્યોની રેટ-સેટિંગ કમિટી આગામી નાણાકીય વર્ષમાં 6 બેઠકો યોજશે.સામાન્ય રીતે છ સભ્યોની સમિતિ બેઠકના ત્રીજા દિવસે દરખાસ્ત પર મતદાન કરે છે અને મતદાન પૂર્ણ થયા પછી RBI ગવર્નર નિર્ણયની જાહેરાત કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીજી દ્વિ-માસિક પોલિસી સમીક્ષા મીટિંગ 3-5 જૂનના રોજ પૂર્ણ થશે, ત્યારબાદ ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં ત્રણ દિવસની મીટિંગો થશે. MPC કેવી રીતે કામ કરે છે? ભારતની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ 6 સભ્યોની એક સંસ્થા છે જેને ફુગાવાને નિયંત્રિત કરવા માટે બેન્ચમાર્ક નીતિ દર (રેપો રેટ) નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમાં RBIના ત્રણ અધિકારીઓ (ગવર્નર સહિત, જે અધ્યક્ષ છે) અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ત્રણ બાહ્ય સભ્યોનો સમાવેશ થાય છે. MPC વર્તમાન સ્થાનિક અને આર્થિક પરિસ્થિતિઓ પર ચર્ચા કર્યા પછી અને છૂટક ફુગાવાને ધ્યાનમાં લીધા પછી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરે છે. ફેબ્રુઆરીમાં તેની છેલ્લી બેઠકમાં સમિતિએ ટૂંકા ગાળાના ધિરાણ દર (રેપો રેટ) 5.25 ટકા પર યથાવત રાખ્યો હતો. ગયા વર્ષે કેટલો કાપ મૂકવામાં આવ્યો હતો? સરકારે શરૂઆતમાં 5 ઓગસ્ટ, 2016ના રોજ 2016-2021 સમયગાળા માટે ફુગાવાના લક્ષ્યને સહિષ્ણુતા બેન્ડ સાથે સૂચિત કર્યું હતું. માર્ચ 2021માં પ્રથમ સમીક્ષામાં આ લક્ષ્ય આગામી પાંચ વર્ષ માટે માર્ચ 2026 સુધી જાળવી રાખવામાં આવ્યું હતું. આ લક્ષ્યની બીજી સમીક્ષા હવે માર્ચ 2026ના અંતમાં સુનિશ્ચિત થયેલી છે. ગયા વર્ષે RBIએ વ્યાજ દરમાં 1.25% ઘટાડો કર્યો હતો. RBIએ છેલ્લે ડિસેમ્બરમાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. તે જોવું રસપ્રદ રહેશે કે RBI વ્યાજ દરોને રોકશે કે એપ્રિલમાં તેમાં વધારો કરશે.આ પણ વાંચો : Share Marketમાં મોટા કડાકા વચ્ચે 20 લાખથી વધુ શેરહોલ્ડરને થશે ફાયદો, કંપનીએ કરી મોટી જાહેરાત

Read Full Story arrow_forward