Vadodaraમાં કોંગ્રેસનો ભરતી મેળો, ભાજપના પૂર્વ નગરસેવકો સહિત દિગ્ગજ ચહેરાઓ પંજા સાથે જોડાયા
આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા વડોદરાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. વડોદરામાં આજે કોંગ્રેસના 'ભરતી મેળા'માં ભાજપના પૂર્વ નગરસેવકો અને જાણીતા સામાજિક ચહેરાઓએ કેસરીયો ખેસ ત્યાગીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આ તમામ નેતાઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા.પૂર્વ નગરસેવક આશિષ જોશી અને પૂર્વ નગરસેવિકા પારુલ પટેલનો સમાવેશ કોંગ્રેસમાં જોડાનારા મુખ્ય ચહેરાઓમાં ભાજપના પૂર્વ નગરસેવક આશિષ જોશી અને પૂર્વ નગરસેવિકા પારુલ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાયલીના ભાજપના પૂર્વ સરપંચ દર્પણ પટેલ અને જાણીતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ પણ કોંગ્રેસમાં જોડાયા છે. સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ પણ કોંગ્રેસમાંસૌથી વધુ ચર્ચા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસની થઇ છે. તે પણ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવ અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા છેવડોદરામાં પોતાનું સંગઠન ફરી મજબૂત કરવાનો પ્રયાસ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપના આ દિગ્ગજ અને પાયાના કાર્યકરોનું કોંગ્રેસમાં જવું એ શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં કાર્યકરોની અવગણના અને જનતાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતાને કારણે તેઓએ પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસ આ ભરતી મેળા દ્વારા વડોદરામાં પોતાનું સંગઠન ફરી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પણ વાંચો--- Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી
Read Full Story arrow_forward