android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand ની SP યુનિવર્સિટીમાં ખળભળાટ, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરીમાં HODએ પ્રોફેસરને ઝીંકી દીધો લાફો
calendar_today March 23, 2026

Anand ની SP યુનિવર્સિટીમાં ખળભળાટ, ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરીમાં HODએ પ્રોફેસરને ઝીંકી દીધો લાફો

આણંદનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં વિભાગીય વડા દ્વારા કલાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે અધ્યાપક સાથે રી-ટેસ્ટનાં પેપર બાબતે બોલાચાલી કરી અધ્યાપકને લાફો મારી દેતા સમગ્ર વિવાદ ટોક ઓફ ધી ટાઉન બનતા યુનિવર્સીટી દ્વારા આ મુદ્દે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને તપાસ સોંપવામાં આવી છે.આ ધટનાને લઈને યુનિવર્સીટી કેમ્પસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.વિભાગીય વડા અને પ્રોફેસર વચ્ચે દલીલો સરદાર પટેલ યુનિવર્સીટીમાં આ ચકચારી ઘટના ગત 18 માર્ચ 2026ના રોજ અંગ્રેજી વિભાગના વર્ગખંડમાં બની હતી.અધ્યાપક મનીષભાઈ જ્યારે MA ના વિદ્યાર્થીઓનો લેક્ચર લઈ રહ્યા હતા, ત્યારે વિભાગીય વડા ડૉ. પારુલ પોપટ પરવાનગી વગર ક્લાસમાં પ્રવેશ્યા હતા. તેમણે રી-ટેસ્ટના પેપર બાબતે મનીષભાઈ સાથે દલીલ કરી હતી, જોકે મનીષભાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું કોઈ પેપર બાકી નથી. જેથી અંગ્રેજી વિભાગના વડા ડો. પારુલ પોપટ અને ડો. મનીષ સોલંકી વચ્ચે આ બાબતે દલીલો થઈ હતી. એચઓડીએ પ્રોફેસરને લાફો માર્યો જો કે બંને વચ્ચે આ દલીલોએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એચઓડી ડો. પારુલ પોપટે મર્યાદા ઓળંગીને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ડો. મનીષ સોલંકીને લાફો મારી દીધો હતો, અને ત્યારબાદ આ સમગ્ર ધટના અંગે મૃદુલા આર્ય નામની યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકતા આ ધટના બહાર આવતા યુનિવર્સીટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એચઓડીએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો જો કે આ અંગે ડૉ.પારૂલ પોપટનો સંપર્ક સાધતા તેઓએ આ બાબતે તેઓએ લેખીતમાં યુનિવર્સીટીમાં જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું જો કે તેઓએ લાફો માર્યો હતો કે કેમ તેમજ કયાં કારણોસર લાફો માર્યો હતો જે અંગે પુછપરછ કરતા તેઓએ આ ધટના અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પારુલ પોપટે ઉશ્કેરાઈને મનીષભાઈને વિદ્યાર્થીઓની હાજરીમાં લાફો મારી દીધો  આ બાબતે ડૉ.મનિષ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો લેક્ચર લઈ રહ્યા હતા, ત્યારે વિભાગીય વડા ડૉ. પારુલ પોપટ પરવાનગી વગર ક્લાસમાં પ્રવેશ્યા હતા. તેમણે રી-ટેસ્ટના પેપર બાબતે મારી સાથે દલીલ કરી હતી, જોકે તેઓ સ્પષ્ટા કરી હતી કે તેમનું કોઈ પેપર બાકી નથી. જેથી અંગ્રેજી વિભાગના વડા ડો. પારુલ પોપટ એ દલીલો કરતા ડૉ.મનિષ સોલંકીએ તેઓને ક્લાસ લેવા માટે તેમને વર્ગખંડની બહાર જવાની વિનંતી કરી અને દરવાજો બંધ કર્યો, ત્યારે ડૉ. પારુલ પોપટે ઉશ્કેરાઈને મનીષભાઈને વિદ્યાર્થીઓની હાજરીમાં લાફો મારી દીધો હતો. લાફો માર્યા બાદ તેમણે અંગ્રેજીમાં એવું પણ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓ વતી આ કરી રહ્યા છે. મનીષભાઈએ આ મામલે વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને સત્તાવાર ફરિયાદ કરવાની તૈયારી હાથ ધરી છે, તાત્કાલિક ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને મામલો સોંપાયો આ બાબતે સરદાર પટેલ યુનિવર્સીટીનાં રજીસ્ટાર ભાઈલાલભાઈ પટેલએ કહ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ચાલુ ક્લાસમાં HOD દ્વારા એક અધ્યાપકને લાફો મારવાની ઘટના સામે આવી છે, જેની પ્રાથમિક જાણ યુનિવર્સિટીને ફેસબુક અને ત્યારબાદ વિભાગના વડા દ્વારા થઈ હતી. અધ્યાપકનો આક્ષેપ છે કે પ્રશ્નપત્ર અંગે ક્લાસમાં જતાં તેમને ધક્કો માર્યો હતો, જ્યારે બીજી તરફ એવી ચર્ચા છે કે ધક્કો મારવાની વાત ઉપજાવી કાઢેલી છે અને લાફો મારવાની ઘટનાના વિદ્યાર્થીઓ સાક્ષી છે. આ સમગ્ર મામલાને યુનિવર્સિટીએ તાત્કાલિક ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને સોંપી દીધો છે, જે UGC અને GCCR ના નિયમો અંતર્ગત CCTV ફૂટેજ અને વિદ્યાર્થીઓના નિવેદનો જેવા આધાર-પુરાવાઓની તલસ્પર્શી તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.  નિષ્પક્ષ તપાસ કરશે રજિસ્ટ્રારના જણાવ્યા અનુસાર, ડૉ.મનીષભાઈ તરફથી હજુ કોઈ લેખિત રજૂઆત આવી નથી અને મહિલા વિભાગીય વડા સામે છેલ્લા ચાર વર્ષમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ કમિટી બંને પક્ષોને પૂરતો સમય આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ નિષ્પક્ષ તપાસ કરશે અને ભવિષ્યમાં આવી અનફોર્ચ્યુનેટ ઘટનાઓ નિવારવા યુનિવર્સિટી સંપૂર્ણ કટિબદ્ધ છે. આ પણ વાંચો----       Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward
2 LPG કેરિયર જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ કર્યું પાર, 26થી 28 માર્ચની વચ્ચે પહોંચશે ભારત
calendar_today March 23, 2026

2 LPG કેરિયર જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ કર્યું પાર, 26થી 28 માર્ચની વચ્ચે પહોંચશે ભારત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. એલપીજી (LPG) ભરેલા બે મોટા વહાણો ભારત તરફ આગળ વધી રહ્યા છે, જે દેશના ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ‘જગ વસંત’ અને ‘પાઈન ગેસ’ નામના આ બંને LPG વહન કરનારા જહાજોમાં કુલ મળીને 92,612.59 મેટ્રિક ટન LPG ભરેલો છે.જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ કર્યું પાર મળતી માહિતી મુજબ આ બંને જહાજો આજે સાંજે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પાર કરી ચૂક્યા છે. આ માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે, ખાસ કરીને હાલની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આ જહાજો 26થી 28 માર્ચ દરમિયાન ભારત પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમની એન્ટ્રી બાદ દેશના વિવિધ વિસ્તારોમાં LPG સપ્લાય વધુ સ્થિર બનશે અને ગેસની અછતનો ભય ઓછો થશે. 60 ભારતીય નાવિકો સવાર ખાસ વાત એ છે કે આ બંને જહાજોમાં કુલ 60 ભારતીય નાવિકો સવાર છે, જેમાંથી ‘જગ વસંત’ પર 33 અને ‘પાઈન ગેસ’ પર 27 નાવિકો કાર્યરત છે. હાલ તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જે તેમના પરિવારો માટે પણ મોટી રાહતની વાત છે. આ પરિસ્થિતિમાં આ જહાજોની સલામત યાત્રા અને સમયસર ભારત પહોંચવું દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : Iran War: 24 દિવસમાં 2604 લોકોના મોત, જાણો કયા દેશમાં કેટલો છે મૃત્યાંક?

Read Full Story arrow_forward
Gir Somnath : વેરાવળના સુપાસી ગામે SOG નો દરોડો, ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું નેટવર્ક ઝડપાયું
calendar_today March 23, 2026

Gir Somnath : વેરાવળના સુપાસી ગામે SOG નો દરોડો, ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું નેટવર્ક ઝડપાયું

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય બનેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે આજે મોટી સફળતા મેળવી છે. વેરાવળ તાલુકાના સુપાસી ગામે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.લખમણ વાસા બારડના ઘેર દરોડા SOG ની ટીમે સુપાસી ગામના વાવડી રોડ પર આવેલા લખમણ વાસા બારડ નામના ઈસમના રહેણાંક અને તેની આસપાસના વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી આશરે ૩૦ જેટલા ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી દ્વારા જોખમી રીતે ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી, જે આસપાસના રહીશો માટે પણ જોખમરૂપ હતી. ગેસ રિફિલિંગ માટે વપરાતા અન્ય સાધનો પણ કબજે પોલીસે ઘટનાસ્થળેથી ગેસ રિફિલિંગ માટે વપરાતા અન્ય સાધનો પણ કબજે કર્યા છે. આ મામલે SOG દ્વારા સ્થાનિક મામલતદારને જાણ કરવામાં આવી હતી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે. હાલ પુરવઠા વિભાગ દ્વારા આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને પગલે ગેરકાયદેસર રીતે ગેસનું વેચાણ અને રિફિલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો----    Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward