android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kangana Ranaut Birthday : કંગના રનૌતનો 40મો જન્મદિવસ, પરિવાર સાથે PM મોદીની કરી મુલાકાત
calendar_today March 23, 2026

Kangana Ranaut Birthday : કંગના રનૌતનો 40મો જન્મદિવસ, પરિવાર સાથે PM મોદીની કરી મુલાકાત

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આજે 40 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીને તેના જન્મદિવસે ફેન્સ અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. કંગના રનૌત હિમાલચ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ છે અને અભિનેત્રીએ જન્મદિવસે જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. અભિનેત્રીએ તેના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે. ==અભિનેત્રીએ વડાપ્રધાનને આપી ભેટ? કંગના રનૌતએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તે વડાપ્રધાનને હિમાચલમાં બનેલી શાલ ભેટમાં આપી રહી છે. સાથે જ તેમના માટે ફૂલોનો ગુલદસ્તો પણ લાવી. કંગનાના ભાઈએ વડાપ્રધાનને ભેટમાં બ્રાસની વોલ ફ્રેમ આપી, જેમાં દશાવતાર બનાવવામાં આવેલા છે. શું લખ્યું કેપ્શનમાં ? વડાપ્રધાન મોદીએ પણ કંગના અને તેમના પરિવારની સાથે થોડો સમય પસાર કર્યો, આ દરમિયાન તે અભિનેત્રીના ભત્રીજા સાથે રમતા જોવા મળ્યા. કંગનાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે 'આજે પરિવાર સહિત વડાપ્રધાન સાથે સમય અને માર્ગદર્શન મળ્યો. મારા માટે એક યાદગાર જન્મદિવસ રહ્યો.' ઉલ્લેખનીય છે કે હાલમાં કંગના રાજકારણમાં સક્રિય છે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ તે મંડીની સાંસદ બની. આ દરમિયાન તેમની એક ફિલ્મ ઈમરજન્સી રિલિઝ થઈ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહીં. જો કે આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : Bollywoodના ભાઈજાનનો રેકોર્ડ નહીં તોડી શકે ધુરંધર 2, સલમાન ખાનની ટાઈગર સામે રહી ગઈ પાછળ!

Read Full Story arrow_forward
Goaમાં હેવાનીયતની પરાકાષ્ઠા: કાઉન્સિલરના પુત્રએ 30 સગીરાઓનું કર્યું જાતીય શોષણ, દારૂની મહેફિલમાં છતું થયું ‘પાપ’
calendar_today March 23, 2026

Goaમાં હેવાનીયતની પરાકાષ્ઠા: કાઉન્સિલરના પુત્રએ 30 સગીરાઓનું કર્યું જાતીય શોષણ, દારૂની મહેફિલમાં છતું થયું ‘પાપ’

ગોવાના કુડચડી (Curchorem) વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સ્થાનિક કાઉન્સિલરના 22 વર્ષીય પુત્ર, સોહમ નાઈક પર આરોપ છે કે તેણે આશરે 25 થી 30 સગીર છોકરીઓનું જાતીય શોષણ કર્યું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ અને ગભરાટનું વાતાવરણ ઉભું કર્યું છે, કારણ કે આરોપી એક વગદાર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.ત્રણ વર્ષ સુધી ચાલતો બ્લેકમેલિંગનો સિલસિલો તપાસમાં બહાર આવ્યું છે કે સોહમ નાઈક છેલ્લા ત્રણ વર્ષથી આ સગીરાઓને નિશાન બનાવી રહ્યો હતો. તે છોકરીઓ સાથે મિત્રતા કે સંપર્ક કેળવીને તેમના વાંધાજનક વીડિયો ઉતારી લેતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તે વારંવાર તેમનું શારીરિક શોષણ કરતો અને તેમને ડરાવીને મૌન રાખતો હતો. બદનામીના ડરથી કોઈપણ પીડિતા કે તેમના પરિવારે અત્યાર સુધી પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી ન હતી. દારૂની પાર્ટીમાં ફૂટ્યો ભાંડો આ આખી શયતાની કરતૂતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપી સોહમ તેના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. નશાની હાલતમાં તેણે અહંકારમાં આવીને આ માસૂમ છોકરીઓના ખાનગી વીડિયો તેના મિત્રોને બતાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ વાત બહાર ફેલાઈ અને જ્યારે સ્થાનિક લોકો અને વાલીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જનઆક્રોશ અને પોલીસની કડક કાર્યવાહી ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશGoa Curchorem Minor Exploitation Case, Soham Naik Goa Arrest News ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી. વધતા દબાણ અને પુરાવાઓને આધારે પોલીસે રવિવારે મોડી રાત્રે સોહમ નાઈકની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીના ફોનની ફોરેન્સિક તપાસ કરી રહી છે જેથી વધુ પુરાવા એકત્ર કરી શકાય અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh News: સિવિલમાં તબીબોના આંતરિક વિખવાદ, દર્દીઓ રઝળ્યા
calendar_today March 23, 2026

Junagadh News: સિવિલમાં તબીબોના આંતરિક વિખવાદ, દર્દીઓ રઝળ્યા

જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી ગણાતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના તબીબો વચ્ચે સર્જાયેલા આંતરિક વિખવાદને કારણે આજે સવારથી જ મેડિસિન વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. ડોક્ટરોના આ ઝઘડામાં નિર્દોષ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.ઇન્ટર્ન તબીબોની ગેરહાજરીથી મુશ્કેલી વધી ઘટનાની મળતી માહિતી મુજબ, મેડિસિન વિભાગમાં ડોક્ટરો વચ્ચેના વિવાદને કારણે ઇન્ટર્ન તબીબો પણ પોતાની ફરજ પરથી ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીને કારણે સવારથી સારવાર માટે આવેલા દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી. દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓ રઝળી પડ્યા હતા અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અધિક્ષકે મામલો શાંત પાડ્યો ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ અધિક્ષક તાત્કાલિક મેડિસિન વિભાગમાં દોડી આવ્યા હતા. તેમણે બંને પક્ષો સાથે વાતચીત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અધિક્ષકની મધ્યસ્થી બાદ તબીબો ફરી કામે લાગ્યા હતા અને ઇન્ટર્ન તબીબો પણ હાજર થતા પરિસ્થિતિ થાળે પડી હતી. હાલમાં હોસ્પિટલની સ્થિતિ સામાન્ય છે અને દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ તબીબો વચ્ચેનો આ વિખવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો - Junagadh: વંથલી હાઈવે પર રખડતા ઢોરે લીધો નિર્દોષનો ભોગ, બાઈક સાથે આખલો અથડાતા ચાલકે જીવ ગુમાવ્યો

Read Full Story arrow_forward