android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : પેટ્રોલ નહીં મળે તેવી વાતો પાયાવિહોણી,  પેટ્રોલીયમ ડીલર એસોસિએશનની મહત્વની સ્પષ્ટતા
calendar_today March 23, 2026

Ahmedabad : પેટ્રોલ નહીં મળે તેવી વાતો પાયાવિહોણી, પેટ્રોલીયમ ડીલર એસોસિએશનની મહત્વની સ્પષ્ટતા

રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી પ્રબળ અફવાઓ વચ્ચે આજે ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને મૌન તોડ્યું છે. એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો માત્ર અફવા છે.પૂરતા પ્રમાણમાં ઇંધણનો સ્ટોક અરવિંદ ઠક્કરે કહ્યું કે, ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોએ ખોટી ચિંતા કરવાની કે પંપો પર ભીડ કરવાની કોઈ જરૂર નથી. કંપનીઓ તરફથી જથ્થો સતત મળી રહ્યો છે તેમણે ઉમેર્યું હતું કે, સપ્લાય ચેઈન નિયમિત રીતે કાર્યરત છે અને ઓઈલ કંપનીઓ તરફથી જથ્થો સતત મળી રહ્યો છે. પંપો પર જે લાંબી લાઈનો જોવા મળી રહી છે તે માત્ર લોકોમાં ફેલાયેલા ડર અને પેનિક બાયિંગને કારણે છે. બિનજરૂરી ટ્રાફિક જામ અને અંધાધૂંધી ના કરો હાલ તો વહીવટી તંત્ર અને પેટ્રોલિયમ કંપનીઓ સાથે મળીને આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લોકોએ અફવાઓથી દૂર રહીને જરૂર પૂરતું જ ઈંધણ ભરાવવા અપીલ કરવામાં આવી છે, જેથી પંપો પર બિનજરૂરી ટ્રાફિક જામ અને અંધાધૂંધી ન સર્જાય.વાહનચાલકોએ ચિંતા કરવાની જરૂર નથી.આ પણ વાંચો---      Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward
Rajkotના પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ: સંચાલકોએ ઈંધણના વેચાણ પર મૂકી મર્યાદા
calendar_today March 23, 2026

Rajkotના પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ: સંચાલકોએ ઈંધણના વેચાણ પર મૂકી મર્યાદા

રાજકોટ શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડવાની અફવાને પગલે તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ જોવા મળી હતી. પેટ્રોલ મળશે કે નહીં તેવા ગભરાટ વચ્ચે લોકો મોટી સંખ્યામાં પંપો પર ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર સ્થિત પેટ્રોલ પંપો પર 30 મિનિટથી પણ વધુ લાંબી લાઈનો લાગી હતી. સામાન્ય જનતામાં ફેલાયેલા આ ડરને કારણે સવારથી જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી.મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરાવવા માટે દોડ્યા ભીડને નિયંત્રિત કરવા અને દરેક ગ્રાહકને પૂરતું ઈંધણ મળી રહે તે હેતુથી રાજકોટ પેટ્રોલ પંપ સંચાલકોએ એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ, હવેથી દ્વિચક્રી વાહનો એટલે કે બાઈકમાં વધુમાં વધુ 200 રૂપિયા અને ફોર-વ્હીલર એટલે કે કારમાં માત્ર 500 રૂપિયા સુધીનું જ પેટ્રોલ અથવા ડીઝલ ભરી આપવામાં આવશે. આ મર્યાદા નક્કી કરવા પાછળનું મુખ્ય કારણ સ્ટોક જાળવી રાખવાનો અને પેનિક બાયિંગ (ગભરાટમાં કરાતી ખરીદી) ને રોકવાનો છે. પેટ્રોલ મળશે કે નહીં તેને લઈને લોકોમાં ગભરાટ બીજી તરફ, નોકરીયાત વર્ગમાં પણ ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ઓફિસ જવા નીકળેલા લોકો લાઈનોમાં ઉભા રહેતા મોડા પડી રહ્યા છે અને મનમાં એક જ સવાલ છે કે શું તેઓ ઘરથી ઓફિસ સુધી પહોંચી શકશે કે કેમ? જોકે, સંચાલકોએ આડકતરી રીતે ખાતરી આપી છે કે જથ્થો ઉપલબ્ધ છે પરંતુ વ્યવસ્થા જાળવવા માટે હાલ પૂરતી આ મર્યાદા લાદવામાં આવી છે. લોકોએ અફવાઓથી દૂર રહીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : વિધાનસભામાં આવતીકાલે ઐતિહાસિક દિવસ, રજૂ થશે UCC બિલ
calendar_today March 23, 2026

Gandhinagar : વિધાનસભામાં આવતીકાલે ઐતિહાસિક દિવસ, રજૂ થશે UCC બિલ

ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, જે રાજ્યના ઈતિહાસમાં એક મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે આ બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, સામાન્ય વહીવટ, માર્ગ અને મકાન, નર્મદા, કલ્પસર અને બંદરો જેવા મહત્વના વિભાગો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જળ સંપત્તિ, પાણી પુરવઠા અને મહિલા-બાળ કલ્યાણ વિભાગના પ્રશ્નો પણ ગૃહમાં ગુંજશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે આવતીકાલના એજન્ડામાં સૌથી મહત્વની બાબત 'ગુજરાત સમાન નાગરિક સંહિત' (UCC) પરની ચર્ચા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે. આ બિલ પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તેને પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. UCC ઉપરાંત, 'વીજળી ગુજરાત સુધારા વિધેયક' અને અન્ય બિન-સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે.  ત્રણ બિન-સરકારી સંકલ્પો પર પણ ચર્ચા ગૃહમાં વિવિધ ૧૪ નિગમો અને વિધાનસભાની બે સમિતિઓના અહેવાલો મેજ પર મુકાશે. આ સાથે જ ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ગુલાબસિંહ ચૌહાણ અને ડી.કે. સ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ બિન-સરકારી સંકલ્પો પર પણ ચર્ચા થશે, જેમાં બે સંકલ્પો પર એક-એક કલાકની ફાળવણી કરવામાં આવી છે.આ પણ વાંચો---     Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward