android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Assembly Elections 2026: ચૂંટણી પંચની કડક કાર્યવાહી, મોટી સંખ્યામાં રોકડ અને ડ્રગ્સ જપ્ત
calendar_today March 23, 2026

West Bengal Assembly Elections 2026: ચૂંટણી પંચની કડક કાર્યવાહી, મોટી સંખ્યામાં રોકડ અને ડ્રગ્સ જપ્ત

પશ્ચિમ બંગાળના 294 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં મતદાન પશ્ચિમ બંગાળના તમામ 294 વિધાનસભા મતવિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરાઇ રહ્યો છે. ચૂંટણીના માહોલમાં અધિકારીઓએ ₹181 કરોડથી વધુ રોકડ, દારૂ, ડ્રગ્સ જપ્ત કર્યુ છે. 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે. અને 4 મેના રોજ મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યની ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવી છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અનધિકૃત રાજકીય જાહેરાતો દૂર કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા ECની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવાયુ છે કે કુલ 3,11,829 જાહેર સંપત્તિની વસ્તુઓ અને 19,901 ખાનગી સંપત્તિની વસ્તુઓ દૂર કરવામાં આવી છે, અને જિલ્લાઓમાં 3,58,986 કેસ નોંધાયા છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આચારસંહિતાના કડક પાલનને સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં તકેદારી રખાઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદો પર કાર્યવાહી કરવા અને રોકડ અને અન્ય વસ્તુઓના ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે 1800થી વધુ ફ્લાઇંગ સ્ક્વોડ ટીમો અને 2200થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરાઇ છે. 50 થી વધુ ઉચ્ચ અધિકારીઓની બદલી તેમણે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના મામલામાં, કોલકાતા પોલીસે કેન્દ્રીય દળો સાથે મળીને, બારાનગર અને કાલીઘાટમાં ઘટનાઓમાં દરમિયાનગીરી કરી હતી જેથી હિંસા વધુ ન વધે અને શાંતિ જાળવી શકાય. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે પોલીસે ગુનાહિત ધાકધમકી અને મતદારોને ડરાવવા સંબંધિત કેસોમાં ધરપકડ પણ કરી છે, જ્યારે કડક દેખરેખ હેઠળ લાઇસન્સ વિનાના હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ શાંતિ કરાર માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની મધ્યસ્થતા પર સૌની નજર

Read Full Story arrow_forward
Loksabha સીટમાં થશે વધારો, મહિલાઓને 2029થી મળશે અનામત, સરકાર સુધારા બિલ લાવવાની તૈયારીમાં
calendar_today March 23, 2026

Loksabha સીટમાં થશે વધારો, મહિલાઓને 2029થી મળશે અનામત, સરકાર સુધારા બિલ લાવવાની તૈયારીમાં

લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત કરવા માટે સરકાર નારી શક્તિ વંદન અધિનિયમ લઈને આવી હતી. આ બિલ પાસ થયા છતાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ થઈ શકી નહીં. હવે સરકાર જલદી જ મહિલાઓ માટે સીટ અનામત કરવા, આ કાયદો લાગુ કરવાની તૈયારીમાં છે.શું લોકસભાની સીટો 543થી વધીને 816 થઈ જશે? મહિલાઓને અનામત આપવા માટે સરકાર હવે સંસદમાં સુધારા બિલ લાવશે. આ બિલમાં લોકસભા બેઠકોનું સીમાંકન અને સીટો વધારવા માટે 2011ની વસ્તી ગણતરીના આધારને માનવા માટે જોગવાઈ કરવામાં આવશે. આ સુધારા બિલ પાસ થયા બાદ નવા સીમાંકનમાં લોકસભાની સીટો 543થી વધીને 816 થઈ જશે. 816 સભ્યવાળી લોકસભામાં 273 સીટ મહિલાઓ માટે અનામત રહેશે. ઉલ્લેખનીય છે કે નારી શક્તિ વંદન અધિનિયમ જે સંસદના બંને ગૃહમાંથી પાસ થયું હતું, તેમાં આ જોગવાઈ હતી કે આ નવી વસ્તી ગણતરી અને સીમાંકન બાદ લાગુ થશે. આ સુધારો એટલે લાવવામાં આવશે, જેનાથી 2029ની લોકસભા ચૂંટણી સુધી મહિલા અનામત લાગુ કરવામાં આવી શકે. મહિલાઓ માટે 273 સીટ અનામત કરવામાં આવી શકે સરકારની તૈયારી નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાની સાથે જ બંધારણ સુધારો લાવવાની પણ છે. આ બંધારણ સુધારો એટલે લાવવામાં આવશે, જેનાથી વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધાર પર લોકસભામાં સીટ વધારી શકાય અને 2029ની સામાન્ય ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવામાં આવી શકે. 2011ની વસ્તી ગણતરીના આધાર પર 2029ની લોકસભા ચૂંટણીમાં સીટની સંખ્યા 543થી વધીને 816 કરવામાં આવી શકે છે, જેમાં મહિલાઓ માટે 273 સીટ અનામત કરવામાં આવી શકે છે.આ પણ વાંચો : CAPF Bill રાજ્યસભામાં રજૂ કરશે અમિત શાહ, શું થશે ફેરફાર? 

Read Full Story arrow_forward
Tamilnadu Assembly Election : AIADMK 178 સીટ પર લડશે ચૂંટણી, ભાજપને મળી 27 સીટ
calendar_today March 23, 2026

Tamilnadu Assembly Election : AIADMK 178 સીટ પર લડશે ચૂંટણી, ભાજપને મળી 27 સીટ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે NDAએ સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. કૂલ 235 સીટમાંથી AIADMK 178 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે ભાજપ 27 સીટ પર મેદાનમાં ઉતરશે. PMKને 19 અને AMMKને 11 સીટ આપવામાં આવી છે.NDA વિજયી ગઠબંધન AIADMKના નેતા એડપ્પાડી કે.પલાનીસ્વામીએ કહ્યું કે ગઠબંધનની અંદર સીટ વહેંચણીને લઈને વાતચીત થઈ અને તમામ આંકડાને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમને એ પણ જણાવ્યું કે અન્ય પાર્ટીઓની સાથે વાતચીત હજુ ચાલું છે અને તેમના ભાગની સીટોની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે. EPSએ ગઠબંધનની સંભાવનાઓને લઈ વિશ્વાસ વ્યક્ત કરતા NDAએ વિજયી ગઠબંધન ગણાવ્યું. તેમને કહ્યું કે ગઠબંધન તમામ સીટ પર જીત મેળવશે અને AIADMK સરકાર બનાવશે. સહયોગી પાર્ટીઓનું એકબીજાને મળવું સામાન્ય બાબત તેમને કહ્યું કે AIADMKએ ભાજપની સાથે ગઠબંધન કર્યું છે અને આરોપ લગાવ્યો કે જ્યારે તે દિલ્હી જાય છે તો તેમની વિરૂદ્ધ ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવામાં આવે છે. આ સિવાય ઈપીએસે દાવો કર્યો કે મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલિનને તેમના દિલ્હી પ્રવાસથી ડર લાગે છે. ઈપીએસે વધુમાં કહ્યું કે સહયોગી પાર્ટીઓનું એકબીજાને મળવું સામાન્ય બાબત છે. તેમને સવાલ ઉઠાવ્યો કે કનિમોઝી કરૂણાનિધિ રાહુલ ગાંધીને મળવા દિલ્હી કેમ ગયા? ગઠબંધન સરકારની સંભાવના પર પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં ઈપીએસએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે AIADMK પોતાના દમ પર સરકાર બનાવશે. આ પણ વાંચો : Loksabha સીટમાં થશે વધારો, મહિલાઓને 2029થી મળશે અનામત, સરકાર સુધારા બિલ લાવવાની તૈયારીમાં 

Read Full Story arrow_forward