android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Today: રોકાણકારો માટે બ્લેક મંડે ! ગણતરીના કલાકોમાં જ 13 લાખ કરોડ સ્વાહા
calendar_today March 23, 2026

Stock Market Today: રોકાણકારો માટે બ્લેક મંડે ! ગણતરીના કલાકોમાં જ 13 લાખ કરોડ સ્વાહા

મિડલ ઇસ્ટમાં તણાવ વધી રહ્યો છે. યુદ્ધની સ્થિતિ જેમ જેમ વણસી રહી છે તેમ તેમ અર્થતંત્ર માટે જોખમ વધી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે ઇરાનને ધમકી આપ્યા બાદ પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઇ તેમ કહેવુ ખોટું નહીં. કારણ કે તેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી. ભારતીય શેરબજાર માટે આજે બ્લેક મન્ડેસોમવારના દિવસે જ ગયા અઠવાડિયે વિદેશી રોકાણકારો દ્વારા રેકોર્ડ વેચવાલી - ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સાથે - ભારતીય શેરબજારને હચમચાવી નાંખ્યું. શેર બજાર માટે સોમવાર "કાળો સોમવાર" સાબિત થયો . કારણ કે માર્કેટ ખુલતાની સાથે જ મુખ્ય બજાર સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી - તૂટી પડ્યા. ટ્રેડિંગના માત્ર એક કલાકમાં, રોકાણકારોએ તેમની આશરે ₹13 લાખ કરોડની સંપત્તિ ગુમાવી દીધી. સેન્સેક્સ 1798 પોઇન્ટનો ઘટાડો સોમવારે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. આ સમગ્ર એશિયામાં પ્રવર્તતી વ્યાપક જોખમ-વિરોધી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, કારણ કે યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે તેલના ભાવ ઉંચા રહ્યા, જ્યારે વૃદ્ધિ અને કમાણીની સંભાવનાઓ અંગે ચિંતાઓ વધુ ઘેરી બની. સવાકે 11.42 કલાકની વાત કરીએ તો સે્ન્સેક્સ 1798 પોઇન્ટના ઘટાડા સાથે 72,734 અંકે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 578.30 પોઇન્ટના ઘટાડા સાથે 22,536.20 અંકે ટ્રેડ કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, બજારમાં આશરે 592 શેર્સમાં વધારો નોંધાયો હતો, 2990 શેર્સમાં ઘટાડો થયો હતો અને 153 શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો. રોકાણકારોની સંપત્તિમાં ઘટાડોગયા શુક્રવારે જ્યારે બજાર બંધ થયું, ત્યારે તે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું; મુખ્ય બજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. તે દિવસે, બજાર બંધ થયા પછી, BSEનું કુલ બજાર મૂડીકરણ આશરે ₹429 લાખ કરોડ હતું - જે આજે ઘટીને ₹415 લાખ કરોડ થયું છે.ભારતીય શેર બજારમાં આટલો મોટો ઘટાડો કેમ ? પશ્ચિમ એશિયામાં તણાવ વધતો જ રહ્યો છે, જે અગાઉની આશાઓથી વિપરીત હતો કે તે ઝડપથી ઓછો થશે. શનિવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલશે નહીં, તો તે તેના ઉર્જા માળખાને "સંપૂર્ણપણે નાશ" કરશે. આજે તે અલ્ટીમેટમ માટે અંતિમ તારીખ છે. દરમિયાન, તેહરાને ચેતવણી આપી છે કે જો યુએસ તેના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવવાની ધમકીનું પાલન કરે છે, તો હોર્મુઝ સ્ટ્રેટ "સંપૂર્ણપણે બંધ" થઈ જશે. આ પરિબળોએ બજાર પર નોંધપાત્ર દબાણ લાવ્યું છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, સોમવારે શરૂઆતના વેપાર દરમિયાન ભારતીય રૂપિયો 18 પૈસા ઘટીને 93.8925 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઊર્જાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે તેવી ચિંતાને કારણે આ ઘટાડો થયો હતો. યુએસ-ઈરાન સંઘર્ષની શરૂઆતથી, તેલના ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક ચલણમાં આશરે 3% ઘટાડો થયો છે. શેરબજાર માટે નબળો રૂપિયો એક નોંધપાત્ર નકારાત્મક પરિબળ છે. બ્રેન્ટ ક્રૂડ 0.62% વધીને $112.9 પ્રતિ બેરલ પર પહોંચ્યું, જે ચાલુ સંઘર્ષ સાથે જોડાયેલા પુરવઠા વિક્ષેપો અંગેની ચિંતાઓ વચ્ચે $110 ની ઉપર સ્થિર રહ્યું. બ્રેન્ટ ક્રૂડ $113 પ્રતિ બેરલની નજીક પહોંચવું ભારત માટે એક ખાસ પડકાર ઉભો કરે છે, જે વિશ્વના સૌથી મોટા તેલ આયાતકારોમાંનો એક છે. સતત ઊંચા તેલના ભાવ ફુગાવાને બળ આપે છે અને રૂપિયાને નબળો પાડે છે. **વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ:** ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ભારતીય રૂપિયાના અવમૂલ્યન વચ્ચે, યુએસ-ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ ફાટી નીકળ્યા પછી, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ₹1 લાખ કરોડથી વધુ મૂલ્યના ભારતીય ઇક્વિટી વેચ્યા છે. NSDL ના ડેટા અનુસાર, FPIs એ 20 માર્ચ સુધીમાં ભારતીય નાણાકીય બજારોમાંથી કુલ ₹1,03,967 કરોડ પાછા ખેંચી લીધા છે. સોમવારે જોવા મળેલા મોટા બજાર કડાકા પાછળ આ પણ એક મુખ્ય કારણ છે.આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward
Shahid Divas: 1954 થી અત્યાર સુધી બોલીવુડમાં ભગતસિંહ પર બનેલી આ ફિલ્મોએ જીત્યા છે દિલ, જાણો કઈ ફિલ્મને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર
calendar_today March 23, 2026

Shahid Divas: 1954 થી અત્યાર સુધી બોલીવુડમાં ભગતસિંહ પર બનેલી આ ફિલ્મોએ જીત્યા છે દિલ, જાણો કઈ ફિલ્મને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર

દર વર્ષે 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી લઈને અત્યાર સુધી આ ક્રાંતિકારીઓના જીવન પર અનેક એવોર્ડ વિનિંગ ફિલ્મો બની છે.  આ બહાદુર ભારતીય ક્રાંતિકારીઓને બ્રિટિશ સરકારે 23 માર્ચ, 1931 ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓએ હસતાં હસતાં મૃત્યુને ભેટયા અને અમર થયા. આ બહાદુર જવાનોના બલિદાને ભારત સ્વતંત્રતાના સંર્ઘષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર બોલીવુડમાં સમયાંતરે ફિલ્મો પણ બની છે. 1954 થી 2021 દરમિયાન ભગત સિંહ પર બનેલી ફિલ્મોએ લોકોના દિલ જીત્યા.શહીદ દિવસ પર બનેલી બોલીવુડ ફિલ્મોને મળ્યું સન્માનશહીદ દિવસ જે લોકોના યાદમાં મનાવવામાં આવે છે તે મહાન ક્રાંતિકારીના સંર્ઘષને બોલીવુડની ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મો માત્ર શિક્ષણનું એક મહત્વપૂર્ણ માધ્યમ નથી પણ યુવાનોને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને ગર્વથી સ્વીકારવા માટે પ્રેરણા પણ આપે છે. આ ફિલ્મો અત્યારના યુવાનો માટે પ્રેરણારૂપ છે. જે ભારતના સ્વતંત્રતાના સંઘર્ષની કથા, ક્રાંતિકારીઓની બહાદુરી નવી પેઢી માટે જીવંત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર બનેલી ફિલ્મો લોકોને પસંદ તો આવી છે સાથે રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવતા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. જાણો બોલીવુડની એ કઈ ફિલ્મો છે જે આ મહાન ક્રાંતિકારીઓની ગાથા બતાવે છે. અને તે કયા સમય પર બની છે.શહીદ ભગત સિંહ પરની સૌ પ્રથમ ફિલ્મ1954 "શહીદ-એ-આઝમ ભગતસિંહ" :  બોલીવુડમાં સૌ પ્રથમ 1954માં શહીદ ભગત સિંહ અને તેમના સાથીઓ પર બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી ફિલ્મ બની. જગદીશ ગૌતમ દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રાંતિકારી શહીદ ભગતસિંહ પરની પહેલી બાયોપિક માનવામાં આવે છે. પ્રેમ આદિબે ફિલ્મમાં ભગતસિંહની ભૂમિકા ભજવી છે અને તેમાં પ્રખ્યાત ગીત "સરફરોશી કી તમન્ના"નો સમાવેશ થાય છે. ભગતસિંહના પરિવારે તેમના ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યા બાદ ફિલ્મને સેન્સરશીપનો સામનો કરવો પડ્યો હતો.શહીદ ફિલ્મને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર1965 "શહીદ" : મનોજ કુમાર અભિનીત ફિલ્મ "શહીદ" સુપરહિટ રહી હતી. એસ. રામ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મનોજ કુમારે ભગત સિંહની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની બહાદુરી અને શહાદતની આસપાસ ફરે છે. આ ફિલ્મે લોકોમાં ભગત સિંહની છબીને નોંધપાત્ર રીતે બદલી નાખી. "મેરા રંગ દે બસંતી ચોલા" અને "એ વતન" જેવા ગીતો હિટ બન્યા. આ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો અને તેને ભારતીય ઇતિહાસની સૌથી પ્રભાવશાળી દેશભક્તિ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો 2022 "ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ" : રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા અજય દેવગણે શહીદ ભગતસિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ભગત સિંહના બાળપણથી લઈને એક યુવાન ક્રાંતિકારી તરીકેના ઉદય અને જેલમાં વિતાવેલા સમય, જે તેમને ફાંસી સુધી લઈ જાય છે, તેની સફર દર્શાવવામાં આવી છે. હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. "ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ" અને "શહીદ-એ-આઝમ" ની સાથે, સની દેઓલ અને બોબી દેઓલ અભિનીત "23 માર્ચ 1931: શહીદ" રિલીઝ થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.યુવાનોને આ ફિલ્મોએ કર્યા પ્રભાવિત2006માં રિલીઝ થયેલી "રંગ દે બસંતી" ફિલ્મનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થે ફિલ્મમાં ભગત સિંહની ભૂમિકા ભજવી હતી, 2021 માં, "સરદાર ઉધમ" સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તે મૂળ ઉધમ સિંહની બાયોપિક હતી. આ ફિલ્મ ઉધમ સિંહ અને ભગત સિંહ વચ્ચેની મિત્રતાને ઊંડાણપૂર્વક ઉજાગર કરે છે, જે તેમનાથી પ્રભાવિત હતા. અમોલ પરાશરે ભગત સિંહની ભૂમિકા ભજવી હતી, જ્યારે વિકી કૌશલે ઉધમ સિંહની ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો : Global Blockbuster : ધુરંધર 2ની આંધી સામે હોલીવુડની ફિલ્મ પણ ન ટકી! Ready or Not 2ને આપી જોરદાર માત!

Read Full Story arrow_forward
Ahmedabad News: દારુ પીધેલી હાલતમાં પોલીસ કર્મીએ રેસ્ટોરન્ટમાં ધમાલ કરી, પોલીસે કોઈ કાર્યવાહી ના કરી
calendar_today March 23, 2026

Ahmedabad News: દારુ પીધેલી હાલતમાં પોલીસ કર્મીએ રેસ્ટોરન્ટમાં ધમાલ કરી, પોલીસે કોઈ કાર્યવાહી ના કરી

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ એક્શનમાં છે. ત્યારે ખુદ પોલીસનો કર્મચારી જ પીધેલી હાલતમાં ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોએ પોલીસ કર્મીને દારૂના નશામાં ઝડપ્યો હતો અને તેની ગાડીમાંથી દારૂની બોટલો અને પત્તા મળી આવ્યા હતાં. બીજી તરફ પોલીસે સ્થાનિકોની માત્ર અરજી લઈને પોલીસ કર્મીને રવાના કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કણભાના કુહા ગામમાં પોલીસકર્મી નશામાં પકડાયો અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ દારુ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. સ્થાનિકોએ પોલીસ કર્મીને નશાની હાલતમાં ઝડપી પાડ્યો છે. કણભાના કુહા ગામમાં પોલીસ કર્મી નશાની હાલતમાં પકડાયો છે. આ પોલીસ કર્મીએ નશાની હાલતમાં રેસ્ટોરન્ટમાં ધમાલ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ સમગ્ર બાબતે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે સ્થાનિકોની માત્ર અરજી લીધી હતી અને પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી કરી નહોતી. પોલીસે દારૂડિયા પોલીસ કર્મીને રવાના કરી દીધો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિકની અરજી લઈને કાર્યવાહી ન કરવાનો આક્ષેપ રાજ્યમાં જો એક 10 રૂપિયાની પણ દેશી દારૂની પોટલી મારીને ફરતા સામાન્ય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરતી હોય તો અસામાજિક તત્વોને હનુમાનજીના દર્શન કરાવતી પોલીસનો જ કર્મચારી નશાની હાલતમાં ઝડપાયો છે. ત્યારે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી. પોલીસ સામે અનેક સવાલો ઉભા થયાં છે. લોકોની ફરિયાદ છતાં પોલીસે ફરિયાદની જગ્યાએ માત્ર અરજી લઈને લોકો અને દારૂડિયા પોલીસ કર્મીને રવાના કરી દીધો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ પણ વાંચોઃ Gujarat News : અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો ખૂટ્યો, પંપ પર વાહનચાલકોની લાઈનો લાગી

Read Full Story arrow_forward