android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Pays Tribute: શહીદોનું બલિદાન હંમેશા યાદ રહેશે, પીએમ મોદીએ ક્રાંતિકારીઓને કર્યા નમન
calendar_today March 23, 2026

PM Modi Pays Tribute: શહીદોનું બલિદાન હંમેશા યાદ રહેશે, પીએમ મોદીએ ક્રાંતિકારીઓને કર્યા નમન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'શહીદ દિવસ' પર મહાન ક્રાંતિકારીઓ, અમર શહીદો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્ર માટે તેમનું બલિદાન હંમેશા આપણી સામૂહિક સ્મૃતિમાં અંકિત રહેશે. આજે 23 માર્ચના રોજ ભારતમાં શહિદ દિવસ પર પીએમ મોદીએ મહાન ક્રાંતિકારીઓને આપી શ્રદ્ધાંજલિ. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, યોગી આદિત્યનાથ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય ભજનલાલ શર્મા સહિતના નેતાઓએ શહિદ દિવસ પર ભારતના મહાન ક્રાંતિકારી નેતા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી.

Read Full Story arrow_forward
પેટ્રોલ ડીઝલ જ નહીં..અહીં પણ ક્રૂડ ઓઇલ જ છે સહારો
calendar_today March 23, 2026

પેટ્રોલ ડીઝલ જ નહીં..અહીં પણ ક્રૂડ ઓઇલ જ છે સહારો

આજના વિશ્વમાં ક્રૂડ ઓઇલ ફક્ત બળતણ નથી તે વૈશ્વિક અર્થતંત્રની ધમનીઓમાં વહેતા લોહી જેવું જ છે. આપણે જાગીએ ત્યારથી રાત્રે લાઇટ બંધ કરીએ ત્યાં સુધી એક યા બીજી રીતે ક્રૂડ ઓઇલ પર જ આધાર રહેલો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ શિપિંગ લેનમાં વિક્ષેપો સાથે, સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. ત્યારે આવો જાણીએ વિશ્વ એક દિવસમાં કેટલુ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે. 

Read Full Story arrow_forward
Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, માર્ચ મહિનાના અંતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ
calendar_today March 23, 2026

Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, માર્ચ મહિનાના અંતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4 થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવ ની ગતિ વધશે અને કમોસમી વરસાદની શકયતા રહેલી છે.8 થી 16 એપ્રિલમાં પણ પ્રોમોન્સન એક્ટિવિટીથી વરસાદની શકયતા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે. 22 થી 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ આવવાની શકયતા છે, એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન ૪૦-૪૧ ડીગ્રી પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા. 26 માર્ચથી પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે, 20 એપ્રિલથી મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડાં આવશે તેમજ અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે. 8 જુનથી દરિયાના પવન બદલાશે એટલે અરબ સાગરમાં હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે, ૨૪ મે થી ૪ જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે અને આકાશ સ્વચ્છ થશે અને ખેડૂતોને રાહત મળશે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ છે, તો આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગોમાં વરસાદથી રાહત થતી જોવા મળશે, જેટ ધારાની અસરના કારણે દેશમાં પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ ખસી રહ્યાં છે, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરથી ભેજ આવતા ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં પવનની ગતિમાં થશે વધારો : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને કેટલાક અન્ય ભાગોમાં પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બારડોલી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેતીના પાકો પર જોખમ આવી શકે છે : અંબાલાલ પટેલ તેજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબાના પાકમાં અત્યારે 'મોર' (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે, તે મોસમ માટે સાનુકૂળ નથી. હજૂ પણ 25 માર્ચ અને માર્ચના અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં 2 થી 4 નવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ પણ વાંચો : Surat News : અલ્બેનિયાના નકલી વિઝા આપી સુરતના એજન્ટ સાથે રૂ.39 લાખની છેતરપિંડી કરાઈ

Read Full Story arrow_forward