android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: જોષીપરામાં પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો અને 3 કલાકમાં 5.80 લાખની ચોરી
calendar_today March 23, 2026

Junagadh: જોષીપરામાં પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો અને 3 કલાકમાં 5.80 લાખની ચોરી

જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. એક પરિવાર ધાર્મિક પ્રસંગ નિમિત્તે ઘરની બહાર ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ માત્ર ત્રણ જ કલાકના ટૂંકા ગાળામાં ઘરના તાળા તોડી કુલ 5.80 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.જૂનાગઢના જોષીપરામાં લાખોની ચોરીમળતી માહિતી મુજબ, જોષીપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર જ્યારે ઘરે હાજર ન હતો અને કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગયો હતો, ત્યારે તસ્કરોએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. તસ્કરોએ અંદાજે 3 કલાકના સમયગાળામાં જ આખા ઘરની તપાસ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 5.80 લાખની માલમત્તા ચોરી લીધી હતી.સોના-ચાંદીના દાગીના ચોરી ચોરીની ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘરની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કેટલાક શંકાસ્પદ ફૂટેજ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તસ્કરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Bhavnagar: આડોડીયામાં પોલીસનું મેગા ડિમોલિશન, બુટલેગરો અને અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર તવાઈ

Read Full Story arrow_forward
Gandhinagar News : અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં 2ના મોત
calendar_today March 23, 2026

Gandhinagar News : અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં 2ના મોત

અડાલજ કલોલ ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો અને અજાણ્યા વાહનની ટક્કરથી બેના ઘટનાસ્થળે મોત થયા છે, અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે અને અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના ગાંધીનગરના અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાઈક પર સવાર 2 લોકોના મોત થયા છે, સારવાર મળે તે પહેલા મોત થયા છે. અડાલજથી કલોલ તરફ જવાના હાઇવે પર રાત્રિના સમયે અજાણ્યો વાહન ચાલકે બાઈક ટુ વ્હીલર ઉપર જતા બે વ્યક્તિને ટક્કર મારતા ઘટના આ ઘટના બની હતી, પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને અકસ્માત જે જગ્યાએ બન્યો છે તે જગ્યાની આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. વાહન ચાલક વિરુદ્ધમાં પોલીસે કાર્યવાહી હાથધરી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૃતકો મૂળ કયાંના વતની છે તે માહિતી હાલ સામે આવી છે, પોલીસે અકસ્માત સર્જનારની શોધખોળ શરૂ કરી છે, મોડી રાત્રે આ અકસ્માત થયો હોવાથી પોલીસ માટે આરોપી સુધી પહોંચવું થોડું અઘરૂ બની શકે છે. આ પણ વાંચો : Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપાયું બાળ તસ્કરીનું રેકેટ, અમદાવાદ ખાતેના પરિવારને 2 લાખમાં બાળક આપ્યું હોવાનો ખુલાસો

Read Full Story arrow_forward
Gujarat News: નવી મેટ્રો ટ્રેન અને ઈલેકટ્રીક બસોની ડિલિવરી આગામી જૂનમાં મળશે,  અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની ફ્રિક્વન્સી ઘટશે
calendar_today March 23, 2026

Gujarat News: નવી મેટ્રો ટ્રેન અને ઈલેકટ્રીક બસોની ડિલિવરી આગામી જૂનમાં મળશે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની ફ્રિક્વન્સી ઘટશે

અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. આ પહેલા આ ગેમ્સ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરિવહન સેવાઓમાં સરકાર દ્વારા મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લઈને સરકાર એક્શનમાં આવી ગઈ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને નવી મેટ્રોની ડિલિવરી જૂનમાં મળશે. જ્યારે નવી ઈલેક્ટ્રિક બસોની ડિલિવરી પણ જૂન 2026માં મળશે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઇ તૈયારી અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સના આયોજન પહેલા સરકાર સુવિધાઓમાં મોટા સુધારા કરી રહી છે. ખાસ કરીને પરિવહન સેવાઓમાં મોટો સુધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મેટ્રો અને બસોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને નવી મેટ્રોની ડિલિવરી જૂનમાં મળશે. જ્યારે નવી ઈલેક્ટ્રિક બસોની ડિલિવરી પણ જૂન 2026માં મળશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં પરિવહન સેવામાં વધુ 1960 નવી ઈલેકટ્રીક બસો ઉમેરશે. મેટ્રો અને બસના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની ફ્રિક્વન્સી ઘટશે. 2027 સુધીમાં 1960 ઈલેક્ટ્રીક બસો ઉમેરવા નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2027 સુધીમાં 1960 ઈલેક્ટ્રીક બસો ઉમેરવા નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ 660 ઈલેક્ટ્રીક બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં 2700 ઈલેક્ટ્રીક બસો ઉમેરવાનું લક્ષ્ય છે. જેના કારણે શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે અને પરિવહન સેવા વધુ ઝડપી અને મજબૂત બનશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડનારી ટ્રેન અને બસો દ્વારા લોકો સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે. રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં પરિવહન સેવામાં મોટો સુધારો કરવા જઈ રહી છે. આ પણ વાંચોઃ Surat News: અનાથ હોવાનું કહી રત્નકલાકાર સાથે લગ્ન કરાવ્યા, પાંચમા દિવસે યુવતી 2 લાખ લઈ ફરાર

Read Full Story arrow_forward