Surat: ઇચ્છાપોરમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, સોશિયલ મીડિયા પર મિત્રતા કરી વિધર્મી યુવકે આચર્યું પાપ
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક સગીર વયની કિશોરી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 વર્ષીય વિધર્મી યુવકે 16 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.ઇચ્છાપોર વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મપ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર 16 વર્ષીય કિશોરી અને આરોપી મોહમ્મદ સાજીદ (ઉંમર 25 વર્ષ) વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરિચય થયો હતો. આ ઓળખાણ ધીરે ધીરે મિત્રતામાં પરિણમી હતી. જેનો ગેરલાભ ઉઠાવી આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પરિવારને ત્યારે થઈ જ્યારે કિશોરીના મોબાઈલ ફોનમાંથી વાંધાજનક ફોટા મળી આવ્યા હતા. ફોટા જોતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.આરોપી મોહમ્મદ સાજીદની અટકાયતપરિવારે આ બાબતે ઇચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી મોહમ્મદ સાજીદની અટકાયત કરી છે. આ પણ વાંચો: keshod: રાધેશ્યામ નગરમાં સગીરાનો આપઘાત, ભણવામાં હોશિયાર દીકરીએ પરીક્ષાના ડરથી ભર્યું અંતિમ પગલું
Read Full Story arrow_forward