Dhandhuka: ધંધૂકા પોલીસે આકરુંની લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો
ધંધૂકા તાલુકાના આકરું ગામની સીમ નજીક ગત તા. 12મી માર્ચે સાંજે રાણીબેન મુંધવા નામની મહિલાને એક અજાણ્યા શખ્સે માર મારી તેમની પાસે રહેલા સોનાનાં ઘરેણાં લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ધંધૂકા પોલીસમાં ફરિયાદ નોંધાતા ડી-સ્ટાફ્ પીએસઆઈ એચ.એસ. ઝાલા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે આરોપી મધ્યપ્રદેશ તરફ્ ભાગ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે સતત પ્રયત્નો બાદ મધ્યપ્રદેશ પહોંચી આરોપી રેણુસિંહ યાદવને એમપીના ભગુવાપૂરા ખાતેથી ઝડપી પાડયો હતો. આ રીતે ધંધૂકા ડી-સ્ટાફ્ ટીમે ખૂબ જ ટૂંકા સમયમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward