android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Meghraj: ઈસરી પોલીસ સ્ટેશન કાર્યવિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ
calendar_today March 22, 2026

Meghraj: ઈસરી પોલીસ સ્ટેશન કાર્યવિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં અરવલ્લી LCB પોલીસે ગણતરીના કલાકોમાં મોડાસા તાલુકાના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કીશોરપુરા ગામેથી સગીરા સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.અપહરણ કરનાર મહિલા મૂળ કપડવંજ તાલુકાના રઈજીના મુવાડાની છે. પોલીસે બન્ને જણાને ઝડપી ઈસરી પોલીસમાં સુપ્રત કરેલ છે. આ ઘટનાની મળેલ વિગત એવી છે કે, ઈસરી પોલીસ સ્ટેશનમાં કાય ર્વિસ્તારના ગામની એક સગીરાનું અપહરણ થયાનો ગુનો ઈસરી પોલીસમાં ગુ.ર. નં 11188005260115/2026 બી.એન.એસ.કલમ 137(2) મુજબ નોંધાયો હતો. જેની તપાસ અરવલ્લી જિલ્લાના LCB પી.આઈ. એમ.એચ.ઝાલા તથા સ્ટાફ કરી રહ્યો હતો. આ ઘટનાની LCB પોલીસ અપહરણ કરનાર મહિલા તથા સગીરાને શોધી કાઢવા સક્રિય બની હતી અને પોલીસ વોચમાં હતી. દરમિયાન LCB પોલીસે આરોપી મહિલા તથા સગીરાને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના કાર્ય વિસ્તારના કિશોરપુરા ગામેથી બન્ને ઝડપી લીધા હતા અને બન્નેને ઈસરી પોલીસમાં સુપ્રત કર્યા હતા. પકડાયેલ આરોપી મહિલાનું નામ પૂછતા તેમને આશાબેન મહેન્દ્રસિંહ પરમાર (રહે, રઈજીના મુવાડા,તા.કપડવંજ,જી.ખેડા) હોવાનું જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
NARMADA: સામોટ જિ.પં.ના આગેવાનોની હાજરીમાં સંકલન બેઠક યોજાઇ
calendar_today March 22, 2026

NARMADA: સામોટ જિ.પં.ના આગેવાનોની હાજરીમાં સંકલન બેઠક યોજાઇ

દેડિયાપાડા તાલુકાના સામોટ જિલ્લા પંચાયત આગેવાનોની સાથે સંકલન બેઠક કોકમ -ડુમખલ ગામે મળી હતી. જેમાં ડુમખલ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તથા અન્ય આગેવાનો દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અને વન મંત્રી મોતી વસાવા, નર્મદા જિલ્લા મહામંત્રી હિતેશ વસાવા, ડૉ. પ્રફુલ વસાવા, વકીલ રાજ વસાવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનું સન્માન કરાયું હતું. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા અને મહાનુભાવો દ્વારા આવનારી જિલ્લા પંચાયત બેઠકો અને અને તમામ તાલુકા પંચાયતની બેઠકો જંગી બહુમતીથી જીતવાની બાહેંધરી આપી હતી. મહાનુભાવોના દ્વારા ચૂંટણીલક્ષી સંબોધન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
BHARUCH: આમોદ ખાતેથી સાળંગપુર-બોટાદ બસ સેવાનો પ્રારંભ
calendar_today March 22, 2026

BHARUCH: આમોદ ખાતેથી સાળંગપુર-બોટાદ બસ સેવાનો પ્રારંભ

આમોદથી સાળંગપુર-બોટાદ તથા જંબુસર - દ્વારકા બસને આજે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મુસાફારો અને શ્રદ્ધાળુઓની માંગને પગલે સાળંગપુરની સીધી બસસેવા શરૂ કરવા ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યે આમોદ - સાળંગપુર-બોટાદ બસમાં ભાજપના કાર્યકરો, હોદેદારો અને મુસાફારો સાથે બેસી હનુમાન ચાલીસાનું પાઠ કર્યા હતા. આ બસના પ્રારંભ થવાથી આ વિસ્તારના શ્રદ્ધાળુઓને સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના દર્શને જવામાં સરળતા રહેશે, આ બસ રોજ સવારે 5:45 વાગ્યે આમોદથી બોટાદ જવા ઉપડશે, અને 12:30 કલાકે સાળંગપુર પહોંચશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward