Tharad: થરાદ-બાખાસર રૂટની ખાનગી બસમાં ઢીમા નજીક ભીષણ આગ, 35 થી 40 મુસાફરોનો આબાદ બચાવ
થરાદ : થરાદથી રાજસ્થાનના બાખાસર જતી ખાનગી મીની બસમાં આજે ઢીમા ગામ નજીક અચાનક ભીષણ આગ ફટી નીકળવાની ઘટના બની હતી. જોકે, સદનસીબે બસમાં આગ લાગે તે પૂર્વે જ તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. રાજસ્થાનના બાખાસર રૂટ પર રોજિંદી અવરજવર કરતી આ બસ બપોરના સમયે જ્યારે થરાદથી ઉપડી ઢીમા પાસે પહોંચી હતી, બસમાં અંદાજે 35 થી 40 મુસાફરો સવાર હતા ત્યારે અચાનક બસમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ચાર રસ્તા હોવાથી બસની ઝડપ ઓછી હતી બસમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ બસમાં રહેલ પેસેન્જરોએ સતર્કતા દાખવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તમામ મુસાફરોને બસમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા જ થરાદ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward