Khambhat: વટાદરા રોકડિયા હનુમાનજી મંદિરે વિરાટ મહેરામણ
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ગામે આવેલ આસ્થાના પ્રતિક સમાન શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિર આજે સમગ્ર વિસ્તાર માટે શ્રાદ્ધા અને ભક્તિનું અનોખું કેન્દ્ર બની ગયું છે. મીની સારંગપુર તરીકે પ્રસિદ્ધિ મેળવનાર આ મંદિર ખાતે દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને દાદાના દર્શન કરી આત્મિક શાંતિ તથા ધન્યતા અનુભવ કરે છે. આજે શનિવારના દિવસે પણ વહેલી સવારે જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સાંજની આરતી દરમિયાન વિશાળ જનમેદનીએ હાજરી આપી ભક્તિભાવ સાથે આરતીનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં આજે પણ દિવસભર ભક્તોની અવરજવર જળવાઈ રહી હતી. ખાસ કરીને સાંજના સમયે યોજાતી મહા આરતી દરમિયાન ભાવિકોની વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આરતી બાદ ભક્તો માટે નાસ્તા અને પ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રકારની નિયમિત સેવા અને સુવિધાઓના કારણે મંદિર પ્રત્યે લોકોનો વિશ્વાસ અને આસ્થા સતત વધતી જઈ રહી છે. મીની સાળંગપુર તરીકે ઓળખ પામેલ વટાદરા ગામનું આ મંદિર છેલ્લા કેટલાક વર્ષોમાં આસપાસના ગામો જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દર મંગળવાર અને શનિવારે હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. ખાસ કરીને શનિવારના દિવસે અંદાજે 6 થી 7 હજાર જેટલા લોકો દર્શનનો લાભ લે છે, ભક્તો દાદાના દર્શન કરીને માનસિક શાંતિ, શ્રાદ્ધા અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થતી હોવાનો અનુભવ વ્યક્ત કરે છે.મંદિરની વિશેષતા એ છે કે અહીં વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ધાર્મિક પ્રસંગો અત્યંત ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. દાદાના વિવિધ થીમ આધારિત શૃંગાર, વિશેષ આરતીઓ અને ધાર્મિક વિધિઓ ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આ સાથે આધુનિક સુવિધાઓનો સમાવેશ કરીને મંદિર દ્વારા ઓનલાઈન આરતીની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે દેશ-વિદેશમાં રહેલા ભક્તો પણ દાદાના દર્શન અને આરતીનો લાભ મેળવી શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward