android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ડિજિટલ સિસ્ટમથી 72,242 કાર્ડધારકોને રાશન અપાશે
calendar_today March 21, 2026

Surendranagar: ડિજિટલ સિસ્ટમથી 72,242 કાર્ડધારકોને રાશન અપાશે

સસ્તા અનાજની જાહેર વિતરણ વ્યવસ્થામાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેકટ ગત ફેબ્રુઆરી માસમાં અમલમાં મુકયો હતો. જેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લાને 72,242 કાર્ડ વ્હાઈટ લિસ્ટ કરીને અપાયા છે. સીબીડીસી નામે નવી પધ્ધતીથી સસ્તા અનાજના કાળા બજારીને રોકી શકાશે નાગરિકોને તેમના હક્કનું પુરૂ અનાજ મળશે તેવુ સરકાર જણાવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજય અને દેશમાં હાલ ફીંગર થકી અથવા તો રેશન કાર્ડ સાથે રજીસ્ટર થયેલા મોબાઈલમાં ઓટીપી થકી સસ્તા અનાજનું વિતરણ થાય છે. ત્યારે સરકારે સેન્ટ્રલ બેંક ડીજીટલ કરન્સી (સીબીડીસી)નો મહત્વકાંક્ષી પ્રોજેકટ જાહેર વિતરણ વ્યવસ્થા માટે અમલમાં મુકયો છે. ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેકટની શરૂઆત ગત તા. 15મી ફેબ્રુઆરીએ દેશના ગૃહમંત્રી અમીત શાહના હસ્તે કરાઈ હતી. જેમાં શરૂઆતમાં અમદાવાદ, સુરત, વલસાડ અને આણંદને પસંદ કરાયા હતા. ત્યારે આ જિલ્લાઓમાં કામગીરી બાદ હવે રાજયના દરેક જિલ્લાઓને અમુક વ્હાઈટ લિસ્ટ કરીને કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 72,242 કાર્ડ મળ્યા છે. જેમાં સભ્ય સંખ્યા 1,14,157 છે. જિલ્લા પુરવઠા અધીકારી એ.જી.ગજ્જરના માર્ગદર્શનથી સસ્તા અનાજના દુકાનદારોને સ્માર્ટ ફોન ધરાવતા ગ્રાહકોના મોબાઈલમાં આ નવી પધ્ધતીથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શરૂઆત કરાવવામાં આવી રહી છે. જેમાં શહેરી વિસ્તારોમાં સસ્તા અનાજના દુકાનદારો મારફત અને ગ્રામ્યકક્ષાએ વીસીઈ દ્વારા આ એપ્લીકેશન વ્હાઈટ લિસ્ટ થયેલા ગ્રાહકોના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરાવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Lakhtar: લખતર તાલુકાના મોઢવણા-વણા રોડ પર ટ્રક તેમજ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત
calendar_today March 21, 2026

Lakhtar: લખતર તાલુકાના મોઢવણા-વણા રોડ પર ટ્રક તેમજ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત

લખતર તાલુકાના મોઢવણા-વણા રોડ પર ટ્રક, રિક્ષા અને કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત થયો છે. જેમાં રિક્ષા અને કારને નુકશાન પહોંચ્યુ છે. જયારે રિક્ષા ચાલકને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયો છે. જોરાવરનગરની લાતી બજારમાં આવેલ શાળા નં. 9 પાસે રહેતા 42 વર્ષીય સંજયભાઈ રાજુભાઈ વીંઝુડા રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. તા. 20 માર્ચના રોજ સવારે તેઓ રિક્ષાની વરધી લઈને માલવણ ગયા હતા. જયાંથી બપોરના સમયે પરત ફરતા હતા. ત્યારે મોઢવણા-વણા રોડ પર સામેથી આવતા ટ્રક ચાલકે રિક્ષાની જમણી સાઈડ અકસ્માત કર્યો હતો. જેમાં રિક્ષાની પાછળ આવતી કાર રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બનાવમાં સંજયભાઈને ઈજા પહોંચી હતી. જયારે કારને નુકશાન થયુ હતુ. ઈજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે લખતર પોલીસ મથકે તા. 20ના રોજ મોડી રાત્રે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ જે.એચ.રાઠોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ ચોટીલા-અમદાવાદ હાઈવે પર તા. 20ના રોજ થયેલ અકસ્માતના બનાવમાં મૃતક 17 વર્ષીય આશીષના પિતા રણજીતભાઈ પ્રતાપભાઈ ઠાકોરે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં મઘરીખડા ગામ પાસે એક પીકઅપના ચાલકે કટમાંથી રસ્તો ક્રોસ કરતા સમયે સ્વીફટ કાર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં કાર ફંગોળાઈને નજીક આવેલ મોમાઈ હોટલના પાર્કિંગમાં ઉભેલ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 17 વર્ષીય આશીષ ઠાકોર અને 32 વર્ષીય સોનાલીબેન ઠાકોરનું મોત થયુ હતુ. પીકઅપ ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચોટીલા પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: મૂળીના ગઢડા ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી વખ ઘોળી લઈને મોત વહાલું કર્યું
calendar_today March 21, 2026

Surendranagar: મૂળીના ગઢડા ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી વખ ઘોળી લઈને મોત વહાલું કર્યું

મૂળી તાલુકાના ગઢડા ગામે રહેતા યુવાને ગામના એક શખ્સ પાસેથી 3 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે 36 લાખ ચુકવી દેવા છતાં અને વાડીનો દસ્તાવેજ કરી દેવા છતાં આરોપી સહિત 3 શખ્સો રૂપીયા 3 લાખ માંગતા હતા. આથી તા. 20ના રોજ સવારે યુવાને ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ ત્રણેય આરોપીઓ સામે મુળી પોલીસ મથકે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.મુળી તાલુકાના ગઢડા ગામે વાડી વિસ્તારમાં વિપુલભાઈ ઈશ્વરભાઈ બાવળીયા રહે છે. તેમના મોટાભાઈ ગોપાલભાઈ બાવળીયાએ ગામના દેવાયત શામળાભાઈ રબારી પાસે લગ્ન સમયે રૂપીયા 3 લાખ લીધા હતા જેની સામે અત્યાર સુધીમાં 36 લાખ ચુકવી દીધા હતા. જયારે નવેક માસ પહેલા તેમની વાડીનો દસ્તાવેજ દેવાયતે કરાવી લીધો હતો. અને દેવાયત રબારી, સુરેન્દ્રનગરનો કાળુ ભરવાડ અને દીલો ભરવાડ હજુ પણ ગોપાલભાઈ પાસે 3 લાખ રૂપીયા અવારનવાર માંગતા હતા અને ધમકીઓ આપતા હતા. આથી તા. 20ના રોજ સવારે ગોપાલભાઈએ મુળી તાલુકાના કુંતલપુર ગામે હનુમાનજી મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી. આ વાતની જાણ વિપુલભાઈ સહિતનાઓએ થતા તેઓ ત્યાં દોડી ગયા હતા. અને ગોપાલભાઈને સારવાર માટે મુળી સરકારી દવાખાને લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે વિપુલભાઈ બાવળીયાએ તા. 20ના રોજ મોડી રાત્રે ત્રણેય આરોપી દેવાયત રબારી, કાળુ ભરવાડ અને દીલા ભરવાડ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એન.એલ.ગીલવા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward