android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં CM ભૂપેન્દ્ર પટેલની 'સરપ્રાઈઝ' એન્ટ્રી: મનપા ચૂંટણી અંગે 90 હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક
calendar_today March 21, 2026

Suratમાં CM ભૂપેન્દ્ર પટેલની 'સરપ્રાઈઝ' એન્ટ્રી: મનપા ચૂંટણી અંગે 90 હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક સુરત પહોંચતા રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. આગામી સમયમાં યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સુરત સર્કિટ હાઉસ ખાતે એક અત્યંત મહત્વની બેઠક બોલાવી હતી. કોઈ પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના મુખ્યમંત્રીનું સુરત આગમન અને રાત્રિ રોકાણ એ સૂચવે છે કે ભાજપ હાઈકમાન્ડ સુરત મનપાની ચૂંટણીને ગંભીરતાથી લઈ રહ્યું છે. આ 'સરપ્રાઈઝ' બેઠકને પગલે સ્થાનિક નેતાગીરીમાં પણ દોડધામ મચી ગઈ હતી.સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં સુરત ભાજપના જુદા જુદા હોદ્દેદારો અને કોર્પોરેટરો મળી અંદાજે 90 જેટલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને જનતાના કામો વેગવંતા બનાવવા કડક સૂચનાઓ આપી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવાનો અને આંતરિક જૂથબંધી નિવારીને વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાનો હોવાનું મનાય છે. આવતીકાલે વલસાડના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે મુખ્યમંત્રી આજે રાત્રે સુરતમાં જ રોકાણ કરશે અને આવતીકાલે સવારે અહીંથી વલસાડ જવા રવાના થશે. વલસાડ જિલ્લામાં તેઓ વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જોકે, વલસાડ જતા પહેલા સુરતમાં રાત્રિ રોકાણ કરીને કોર્પોરેશનની ચૂંટણી માટે રણનીતિ ઘડવી એ રાજકીય રીતે ઘણું સૂચક માનવામાં આવે છે. મુખ્યમંત્રીની આ મુલાકાત બાદ હવે સુરત ભાજપમાં નવા ઉત્સાહ સાથે ચૂંટણીની તૈયારીઓ તેજ બને તેવી શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
GPSC STI Exam: 22 માર્ચે લેવાશે GPSC વેરા નિરીક્ષકની મુખ્ય પરીક્ષા
calendar_today March 21, 2026

GPSC STI Exam: 22 માર્ચે લેવાશે GPSC વેરા નિરીક્ષકની મુખ્ય પરીક્ષા

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વેરા નિરીક્ષક (STI) ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની મુખ્ય પરીક્ષાનું આયોજન આવતીકાલે એટલે કે 22 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં આ મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.323 જગ્યાઓ માટે રસાકસી રાજ્ય સરકારના જીએસટી વિભાગમાં વેરા નિરીક્ષકની કુલ 323 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થયેલા કુલ 5783 ઉમેદવારો હવે આ મુખ્ય પરીક્ષામાં પોતાની કિસ્મત અજમાવશે. આ પરીક્ષા ઉમેદવારોના લાંબા સમયના પરિશ્રમ અને કારકિર્દી માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. 32 કેન્દ્રો પર સજ્જ તૈયારીઓ પરીક્ષાના સુચારુ સંચાલન માટે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં કુલ 32 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. GPSC દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને ગેરરીતિ રોકવા માટે સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉમેદવારોને સમયસર કેન્દ્ર પર પહોંચવા અને પરીક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. 22 માર્ચની આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોમાં પણ પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ અને તૈયારીઓ જોવા મળી રહી છે. આ પણ વાંચો - Suratમાં CM ભૂપેન્દ્ર પટેલની 'સરપ્રાઈઝ' એન્ટ્રી: મનપા ચૂંટણી અંગે 90 હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક

Read Full Story arrow_forward
Middle East યુદ્ધની અસર એવિએશન સેક્ટર પર! 1 એપ્રિલથી મોંઘી બની શકે છે હવાઈ મુસાફરી
calendar_today March 21, 2026

Middle East યુદ્ધની અસર એવિએશન સેક્ટર પર! 1 એપ્રિલથી મોંઘી બની શકે છે હવાઈ મુસાફરી

જો તમે એપ્રિલ મહિનામાં કોઈ જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર ખાસ વાંચી લેજો, મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર પડવાની છે. આગામી 1 એપ્રિલથી ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ શકે છે. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ તેના સંકેત આપ્યા છે.દુનિયામાં ક્રૂડ ઓઈલના સપ્લાય પર સંકટ જ્યારે પણ કોઈ જગ્યાએ યુદ્ધ થાય છે તો સૌથી પહેલા ક્રૂડ ઓઈલના ભાવ વધે છે. ઈરાન અને તેની આસપાસના દેશોમાં સર્જાયેલી સ્થિતિને કારણે સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઈલના સપ્લાય પર સંકટ આવી ગયું છે. ત્યારે ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂનું કહેવું છે કે આ યુદ્ધના કારણે વિમાનના ઈંધણના ભાવમાં વધારો થશે. આ કિંમત દર મહિનાની 1લી તારીખે નક્કી થાય છે, તેથી તેની અસર 1 એપ્રિલથી જોવા મળશે. કેટલીક એરલાઈન્સે એકસ્ટ્રા ચાર્જ લગાવવાનો કર્યો શરૂ ત્યારે હવે સવાલ એ છે કે ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે ટિકિટના ભાવ કેમ વધે છે? તેનું ગણિત ખુબ જ સીધું છે. કોઈ પણ એરલાઈનને ચલાવવામાં જે ખર્ચ આવે છે, તેનો લગભગ 40 ટકા ભાગ માત્ર ઈંધણ પાછળ ખર્ચ થાય છે. જો ઈંધણના ભાવ વધ્યા તો એરલાઈન્સની પાસે ભાડું વધાર્યા સિવાય અન્ય કોઈ રસ્તો બચશે નહીં. કેટલીક ભારતીય કંપનીઓએ તો અત્યારથી જ ટિકિટ પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવાનો શરૂ પણ કરી દીધો છે. સામાન્ય માણસની સ્થિતિ વિકટ બની જો કે સરકાર પ્રયત્ન કરી રહી છે કે તેનો બોજ સામાન્ય માણસ પર ઓછામાં ઓછો પડે. ઉડ્ડયન મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલયની સાથે મળીને સતત મીટિંગ કરી રહ્યું છે. સરકાર એરલાઈન્સ કંપનીઓ સાથે વાત કરી રહી છે. પ્રયત્ન એ છે કે ફ્લાઈટ્સ સુરક્ષિત પણ રહે અને મુસાફરોના ખિસ્સા પર પણ તેની વધારે અસર ના પડે.  આ પણ વાંચો : Bank Fraud કેસનો ફરાર આરોપી 9 વર્ષ બાદ CBIના હાથે ઝડપાયો

Read Full Story arrow_forward