android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે ભારતને આપી ધમકી, આ શહેરો પર બોમ્બ ફેંકવાની કહી વાત
calendar_today March 21, 2026

પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે ભારતને આપી ધમકી, આ શહેરો પર બોમ્બ ફેંકવાની કહી વાત

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પહેલેથી જ તણાવ છે, ત્યારે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે અત્યંત ઝેરીલું અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. એક કાલ્પનિક સ્થિતિનો ઉલ્લેખ કરતા બાસિતે જણાવ્યું કે, જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે, તો પાકિસ્તાને બદલામાં ભારતના મુંબઈ અને દિલ્હી જેવા શહેરો પર બોમ્બ ફેંકવા જોઈએ.ભારતમાં 3 વર્ષ રહ્યા હતા તૈનાત અબ્દુલ બાસિત એ જ વ્યક્તિ છે, જેઓ વર્ષ 2014 થી 2017 દરમિયાન દિલ્હીમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જે વ્યક્તિ ભારતની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈની ગલીઓથી વાકેફ હોય, તે જ વ્યક્તિ જ્યારે આ શહેરોને દહલાવવાની વાત કરે છે, ત્યારે તેમની અને પાકિસ્તાની તંત્રની માનસિકતા ખુલ્લી પડી જાય છે. બાસિત અગાઉ જર્મનીમાં પણ પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે. અફઘાનિસ્તાન સાથે વધતો સંઘર્ષ બાસિતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન પોતે પડોશી દેશ અફઘાનિસ્તાન સાથે ગંભીર યુદ્ધ જેવી સ્થિતિમાં ફસાયેલું છે. તાજેતરમાં પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના કાબુલ અને કંધાર જેવા વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી વધુ ખરાબ કરીતાલિબાન સરકારનો આરોપ છે કે, પાકિસ્તાને કાબુલમાં એક નશા મુક્તિ કેન્દ્ર પર બોમ્બ ફેંક્યા છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 400 થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે. એક તરફ પાકિસ્તાનની પશ્ચિમ સરહદ સળગી રહી છે અને નિર્દોષોના લોહી વહી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેના પૂર્વ રાજદ્વારીઓ ભારત વિરૂદ્ધ કોરી ધમકી આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી વધુ ખરાબ કરી રહ્યા છે. ભારતીય રક્ષણ નિષ્ણાતો આ નિવેદનને માત્ર હતાશાનું પરિણામ ગણાવી રહ્યા છે.આ પણ વાંચો - PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત, વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ મુદ્દે કરી ચર્ચા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : નવસારીમાં ટેક્નિકલ સ્કૂલ પાસે પીવાની લાઈનમાં મોટું ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ
calendar_today March 21, 2026

Gujarat Latest News Live : નવસારીમાં ટેક્નિકલ સ્કૂલ પાસે પીવાની લાઈનમાં મોટું ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bank Fraud કેસનો ફરાર આરોપી 9 વર્ષ બાદ CBIના હાથે ઝડપાયો
calendar_today March 21, 2026

Bank Fraud કેસનો ફરાર આરોપી 9 વર્ષ બાદ CBIના હાથે ઝડપાયો

દિલ્હીમાં લાંબા સમયથી ફરાર થયેલા બેન્ક ફ્રોડના આરોપી વિપિન રાઠીની CBIએ આખરે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા લગભગ 9 વર્ષથી ફરાર હતો અને વર્ષ 2017માં કોર્ટ દ્વારા ‘પ્રોક્લેમ્ડ ઓફેન્ડર’ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસ લગભગ 4.11 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ સાથે જોડાયેલો છે, જેમાં પંજાબ નેશનલ બેન્કની નજફગઢ શાખાને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.આરોપી MCD પાર્કિંગમાં નોકરી કરતો હતો CBIએ આ કેસ વર્ષ 2015માં નોંધ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કેટલાક લોકોએ મળીને ષડયંત્ર પૂર્વક બેન્ક સાથે છેતરપિંડી કરી હતી, જેમાં વિપિન રાઠીની પણ મુખ્ય ભૂમિકા હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ પણ તે કોર્ટમાં હાજર થયો ન હતો અને સતત પોલીસથી બચતો રહ્યો હતો. તાજેતરમાં CBIને માહિતી મળી કે આરોપી શાહદરા વિસ્તારમાં બલબીર નગરમાં ખોટી ઓળખ સાથે રહેતો હતો અને રાધુ પેલેસ મોલ નજીક MCD પાર્કિંગમાં નોકરી કરતો હતો. ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સ અને સૂત્રોની મદદથી 19 માર્ચ 2026ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. વધુ એક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી બીજી તરફ દેહરાદૂનથી પણ એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. CBIની વિશેષ અદાલતે 55 લાખ રૂપિયાના PWD કૌભાંડમાં 8 સરકારી કર્મચારીઓને દોષી ઠેરવીને દરેકને 2 વર્ષની સખ્ત સજા ફટકારી છે. સાથે જ કુલ 2.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ વર્ષ 2001-02નો છે, જેમાં હરિદ્વાર PWD વિભાગના અધિકારીઓએ ખોટા ચેક દ્વારા સરકારી ખજાનામાંથી રકમ કાઢી લીધી હતી. આ બંને કેસોએ ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. આ પણ વાંચો : Jammu Kashmir : નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોની ભારે ભીડ, રજિસ્ટ્રેશન તાત્કાલિક બંધ કરવામાં આવ્યું

Read Full Story arrow_forward