android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કામરેજનો સત્યમ આશ્રમ નકલી નોટ કાંડમાં વિવાદિત, 'બુલડોઝર' ફેરવવાની માંગ સાથે ગ્રામજનોનો હલ્લાબોલ
calendar_today March 21, 2026

Surat News: કામરેજનો સત્યમ આશ્રમ નકલી નોટ કાંડમાં વિવાદિત, 'બુલડોઝર' ફેરવવાની માંગ સાથે ગ્રામજનોનો હલ્લાબોલ

સુરતના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે આવેલો સત્યમ આશ્રમ હાલ ગંભીર વિવાદોના વમળમાં ફસાયો છે. આશ્રમના ભોંયરામાં નકલી નોટો છાપવાનું મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા સાથે પોલીસ તપાસ તેજ બની છે. આ નકલી નોટ કાંડનો પર્દાફાશ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આશ્રમની આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના લીધે આશ્રમની આડમાં ચાલતા કાળા કારોબાર સામે અનેક સવાલો ઉભા થયા છે.નકલી નોટ કાંડમાં આશ્રમની સંડોવણી આ મામલે ગામના સરપંચની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે આશ્રમમાં અનૈતિક કામો થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચના જણાવ્યા અનુસાર, આશ્રમમાં રાત્રિના બે-ત્રણ વાગ્યા સુધી યુવતીઓની શંકાસ્પદ અવરજવર જોવા મળતી હતી, જે જનરલ આશ્રમની મર્યાદાની વિરુદ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ આ સંદર્ભે આશ્રમ સંચાલકોને અનેકવાર નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ આશ્રમ તરફથી આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, જે તેમની સંડોવણી તરફ ઈશારો કરે છે. રાત્રે યુવતીઓની શંકાસ્પદ અવરજવર થતી હતી આશ્રમના પાપે ગામનું નામ બદનામ થતા હવે ગ્રામજનો આરપારની લડાઈના મૂડમાં છે. સ્થાનિકોની માંગ છે કે આ વિવાદિત સત્યમ આશ્રમ પર 'દાદાનું બુલડોઝર' ફેરવી તેને કાયમ માટે નેસ્તનાબૂદ કરી દેવામાં આવે. પોતાની આ માંગણીઓને ઉગ્ર બનાવવા માટે આવતીકાલે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ આશ્રમ પર હલ્લાબોલ કરવાના છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા પણ અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar News: ચોટીલા-જસદણ રોડ પર કારમાં ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ
calendar_today March 21, 2026

Surendranagar News: ચોટીલા-જસદણ રોડ પર કારમાં ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-જસદણ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં આખી કાર જોતજોતામાં ભડભડ સળગી ઉઠી હતી. જોકે, સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.કુંડડા પાસે બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, ચોટીલાથી જસદણ તરફ જઈ રહેલી એક કાર જ્યારે કુંડડા ગામ પાસે પહોંચી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલકે સમયસૂચકતા વાપરી કાર ઉભી રાખી દીધી હતી અને અંદર બેઠેલા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. હાઈવે પર ટ્રાફિક જામ ચાલતી ગાડીમાં આગ લાગવાની આ ઘટનાને પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રસ્તાની વચ્ચે સળગતી કારને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાર સંપૂર્ણપણે બળીને ખાખ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surendranagar News : ઝાલાવાડની હરિયાળી ઓળખ ચોટીલાનું ‘ભક્તિ વન’ અને દૂધરેજનું ‘વટેશ્વર વન’ કે જે પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર

Read Full Story arrow_forward
Navsari News: ટેક્નિકલ સ્કૂલ પાસે પીવાની લાઈનમાં મોટું ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
calendar_today March 21, 2026

Navsari News: ટેક્નિકલ સ્કૂલ પાસે પીવાની લાઈનમાં મોટું ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

નવસારી શહેરમાં આજે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. શહેરની ટેક્નિકલ સ્કૂલ નજીક આવેલી પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું. આ દુર્ઘટનાને કારણે જોતજોતામાં હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. પીવાના પાણીની આટલી મોટી માત્રામાં બગાડ થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.ડ્રેનેજ લાઈનનું સમારકામ દરમિયાન દુર્ઘટના ઘટી આ ઘટના પાછળનું મુખ્ય કારણ ડ્રેનેજ લાઈનનું સમારકામ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ સ્કૂલ પાસે જ્યારે ડ્રેનેજ લાઈનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે અજાણતા જેસીબી અથવા અન્ય મશીનરી વાગવાથી બાજુમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈન તૂટી પડી હતી. આ ટેકનિકલ ખામી સર્જાતા જ પાણીનો ફુવારો ઉડ્યો હતો અને જોતજોતામાં આસપાસના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું પાણીની લાઈન તૂટવાને કારણે માત્ર પાણીનો વ્યય જ નથી થયો, પરંતુ આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપની સમસ્યા પણ સર્જાઈ શકે છે. હજારો લિટર પાણી રસ્તા પર વહી જવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે આ લાઈનનું સમારકામ કરાવે જેથી વધુ પાણીનો બગાડ અટકાવી શકાય અને લોકોને હાલાકી ન ભોગવવી પડે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward