PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત, વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ મુદ્દે કરી ચર્ચા
ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ભારત તરફથી ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી, જેમાં ઈદના પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે બંને દેશોએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવારો પશ્ચિમ એશિયા વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે. ભારતે હુમલાઓની કરી નિંદા ચર્ચા દરમિયાન પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પશ્ચિમ એશિયામાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા હુમલાઓની નિંદા કરવામાં આવી, કારણ કે આવા હુમલાઓ પ્રાદેશિક સ્થિરતાને ખોરવી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પણ અસર કરે છે. બંને પક્ષોએ આ બાબતે ચિંતાઓ વ્યક્ત કરી અને સ્થિરતા જાળવવા માટે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દરિયાઈ માર્ગોની સુરક્ષા અંગે ચર્ચા કરી વાતચીતમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા પણ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો. આંતરરાષ્ટ્રીય વેપાર માટે જરૂરી શિપિંગ લેન સુરક્ષિત અને ખુલ્લી રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત ફરીથી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે જ, દરિયાઈ પરિવહન પર કોઈપણ પ્રકારની અડચણો ન આવે તે માટે સહકાર વધારવા પર ભાર મૂકાયો. ભારતે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ઈરાન સરકાર દ્વારા આપવામાં આવતા સતત સહયોગની પ્રશંસા પણ કરી. બંને દેશોએ ભવિષ્યમાં પણ પરસ્પર સહકાર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પણ વાંચો : Assembly Election 2026 : ભાજપે કેરલમના 11 અને આસામના 2 ઉમેદવારોના નામ કર્યા જાહેર
Read Full Story arrow_forward