Surendranagar: ગ્રામસેવકો હવે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
રાજયભરમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ માંગણીઓ પુરી ન થતા આંદોલનનું રણશીંગુ ફુંકયુ છે. જેમાં તા. 10મીના રોજ રાજયના દરેક જિલ્લામથકે આવેદનપત્ર આપી આંદોલનાત્મક કાર્યક્રમોની જાણ કરી છે.રાજયના મહેસુલી કર્મીઓ બાદ હવે ગ્રામસેવકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજયમાં જગતના તાતના સુખ-દુઃખનો સાથી અને માર્ગદર્શક એવા ગ્રામ સેવકો ગ્રામ્ય પંથકના છેવાડાના ખેડુત સુધી સરકારી વીવીધ યોજનાઓ, સબસીડી, બીયારણ-ખાતરની માહીતી, ખેતીની આધુનીક પધ્ધતી પહોંચાડી સરકાર અને ખેડુતો વચ્ચે સેતુનું કામ કરે છે. પરંતુ ગ્રામ સેવકોના પડતર પ્રશ્નો અને તેમના પર લાદવામાં આવતા અન્ય સંવર્ગોના કામના ભારણથી ગ્રામસેવકો પરેશાન થઈ ગયા છે. આથી ગુજરાત રાજય ગ્રામસેવક મહામંઢળ દ્વારા રાજયના કૃષી મંત્રી, પંચાયત મંત્રીને અગાઉ લેખીત રજુઆત કરી અલ્ટીમેટમ અપાયુ હતુ. તેમ છતાં સરકારે કોઈ હકારાત્મક નીર્ણય ન લેતા ગ્રામસેવકોએ તા. 9 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી હતી. જયારે તા. 10ને ગુરૂવારે રાજયના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અપાયુ હતુ. અને આગામી કાર્યક્રમોની જાણ સાથે માંગણીઓ પુરી કરવા જણાવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ સેવકોએ કલેકટર કચેરી ખાતે અધીક કલેકટર વી.ડી.સાકરીયાને અને બહુમાળી ભવન ખાતે ખેતીવાડી અધીકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં ગ્રામ સેવકો તા. 14મીએ તમામ સરકારી વોટસએપ ગ્રુપમાંથી લેફટ થશે, તા. 21થી ઓનલાઈન કામગીરીનો બહીષ્કાર કરશે, તા. 25મીએ પેનડાઉન, તા. 1-10ના રોજ માસ સીએલ પર જશે અને તા. 2જી ઓકટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward