Bodeli: રેલવે સ્ટેશને નવી મેમુના સ્વાગત માટે નેતાઓ ન ફરક્યા
છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે નવી મેમું ટ્રેનનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ડભોઇ રેલવે સ્ટેશન ખાતે નવી મેમુ ટ્રેન પહોંચતા ત્યાં પણ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું પરંતુ જિલ્લાના આર્થિક હબ ગણાતા બોડેલી ખાતે કોઈ ઉત્સાહ જોવા ના મળતા ચર્ચાનો વિષય બન્યો હતો.ગુજરાત-મધ્યપ્રદેશને જોડતી નવી મેમુ ટ્રેન સેવાનો પ્રારંભ થતાં આદિવાસી વિસ્તારના મુસાફરોને મોટી રાહત મળવાની છે. વર્ષોથી રેલવે કનેક્ટિવિટીની રાહ જોઈ રહેલા આ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ સહિત રોજિંદા મુસાફરો માટે નવી ટ્રેન સેવા મહત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ એક તરફ્ જિલ્લાવાસીઓને રેલવેની મોટી ભેટ મળી છે. તો બીજી તરફ્ બોડેલીમાં નવી ટ્રેનના આગમન સમયે સ્વાગત કે ઉજવણીનો અભાવ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર ખાતે સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિતના અગ્રણીએ નવી શરૂ કરાયેલી ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આદિવાસી વિસ્તાર માટે મહત્વની ગણાતી નવી ટ્રેન સેવા શરૂ થઈ હતી. પરંતુ બોડેલીમાં તેના સ્વાગત અને ઉજવણીનો અભાવ હવે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રતાપનગરથી મધ્યપ્રદેશના ટાંડા રોડ વચ્ચે નવી MEMU ટ્રેન સેવા શરૂ કરાઇ છે. વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી નવી ટ્રેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. બોડેલીમાં ટ્રેન આવી પહોંચતા મુસાફરોમાં ખુશી જોવા મળી, પરંતુ ટ્રેનના સ્વાગત માટે કોઈ મોટો જાહેર કાર્યક્રમ કે સ્થાનિક આગેવાનોની ખાસ હાજરી જોવા મળી નહોતી. જિલ્લાને મળેલી આ મોટી રેલવે ભેટ વચ્ચે બોડેલીમાં ઉજવણીનો અભાવ કેમ રહ્યો, તે મુદ્દો હવે સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward