android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે
calendar_today March 21, 2026

Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 22 માર્ચથી પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્વિમી વિક્ષેપથી વરસાદની સંભાવના રહેલી છે, 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે અને 26 માર્ચથી દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે અને પવનથી આંબાના પાકને અસર થશે અને ગુજરાત, રાજસ્થાનના ભાગોમાં વરસાદની શકયતા રહેલી છે. 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે.22 થી 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ આવવાની શકયતા છે, એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન ૪૦-૪૧ ડીગ્રી પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા.26 માર્ચથી પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે, 20 એપ્રિલથી મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડાં આવશે તેમજ અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે. 8 જુનથી દરિયાના પવન બદલાશે એટલે અરબ સાગરમાં હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે, ૨૪ મે થી ૪ જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે અને આકાશ સ્વચ્છ થશે અને ખેડૂતોને રાહત મળશે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ છે, તો આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગોમાં વરસાદથી રાહત થતી જોવા મળશે, જેટ ધારાની અસરના કારણે દેશમાં પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ ખસી રહ્યાં છે, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરથી ભેજ આવતા ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં પવનની ગતિમાં થશે વધારો : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને કેટલાક અન્ય ભાગોમાં પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બારડોલી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેતીના પાકો પર જોખમ આવી શકે છે : અંબાલાલ પટેલ તેજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબાના પાકમાં અત્યારે 'મોર' (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે, તે મોસમ માટે સાનુકૂળ નથી. હજૂ પણ 25 માર્ચ અને માર્ચના અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં 2 થી 4 નવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ પણ વાંચો : Narmada News : જીવનદાયિની નર્મદા, સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર

Read Full Story arrow_forward
Ahmedabad: બોપલ પોલીસના PSI જયેશભાઇનો પિત્તો જોરદાર! ફરિયાદીને કહ્યું ચલ નીકળ લુખ્ખા, મામલો SP પાસે પહોંચ્યો
calendar_today March 21, 2026

Ahmedabad: બોપલ પોલીસના PSI જયેશભાઇનો પિત્તો જોરદાર! ફરિયાદીને કહ્યું ચલ નીકળ લુખ્ખા, મામલો SP પાસે પહોંચ્યો

અમદાવાદના બોપલ પોલીસ મથકના એક PSI દ્વારા અરજદારના મિત્ર સાથે કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકનો મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા એક યુવકને PSI ના કડવા અનુભવનો સામનો કરવો પડતા, તેણે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ને લેખિત ફરિયાદ કરી છે.શું હતો સમગ્ર મામલો?પ્રાપ્ત વિગતો અનુસાર, એક યુવક તેના મિત્ર સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. આ યુવકની તાજેતરમાં જ હિપ સર્જરી (થાપાનું ઓપરેશન) થયેલી હોવાથી તેને ઉભા રહેવામાં તકલીફ પડતી હતી. આ શારીરિક મજબૂરીના કારણે તે પોતાની ગાડીના બોનેટ પર ટેકો લઈને બેઠો હતો. આ જોઈને ત્યાં ફરજ પરના PSI જયેશ કાલોતરા ઉશ્કેરાઈ ગયા હતા."નીકલ લુખ્ખા" કહી અપમાનિત કર્યાનો આક્ષેપઅરજદારનો આક્ષેપ છે કે PSI જયેશ કાલોતરાએ તેને જોઈને અપમાનજનક શબ્દો વાપર્યા હતા. PSI એ કથિત રીતે કહ્યું હતું કે, "નીકલ લુખ્ખા, આ મારું પોલીસ સ્ટેશન છે અને અહીં મારું જ ચાલશે." કાયદાના રક્ષક ગણાતા પોલીસ અધિકારી દ્વારા આવા શબ્દપ્રયોગ અને તોછડા વર્તનથી યુવક અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.સિનિયર અધિકારી પાસે તપાસની માંગપોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા યુવકને બદલે અપમાન મળતા તેણે હવે અમદાવાદ ગ્રામ્ય એસપીનો દરવાજો ખટખટાવ્યો છે. અરજદારે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કોઈ સિનિયર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને PSI વિરુદ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે પોલીસનું વર્તન કેવું હોવું જોઈએ, તે બાબતે ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે.આ પણ વાંચો: Botad: બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
calendar_today March 21, 2026

Vadodara News : વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમને ડીજીપી કે. એલ. એન. રાવ અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. શહેર પોલિસની એક ટૂકડી દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં આ મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનરે વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તુત કરી હતી. તત્પશ્ચાત મહાનુભાવો દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા - ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે ? તે બાબતોની રસપ્રદ જાણકારી શ્રી સંઘવીએ અત્રેથી મેળવી હતી. તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વિઝીટ બૂકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનરને સુપ્રત કરી હતી. આ પણ વાંચો : Extra Comment : તંગડી ઊંચી રાખીને ટ્રમ્પે યુદ્ધ પૂરું કરવું છે ?

Read Full Story arrow_forward