Gandhinagar News : રાજ્યમાં વર્ષ 2024-25માં ટ્રાફિક ભંગના 31.28 લાખ ગુના નોંધાયા, હેલ્મેટ નહીં પહેરનાર 19 લાખ લોકો સામે કાર્યવાહી
ગુજરાતમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જેને લઈને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા માર્ગ સલામતી રિપોર્ટમાં વર્ષ 2024-25માં ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નોંધાયેલા ગુનાઓની વિગતો જાહેર કરાઈ હતી. જેમાં 31,28,592 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આવેલ અકસ્માતના બ્લેક સ્પોટ અને તે જગ્યાઓ પર કરવામાં આવેલી કામગીરી અંગેની પણ જાણકારી અપાઈ હતી. હેલ્મેટ સંબંધી 19 લાખ કરતા વધુ લોકો સામે કાર્યવાહી ગુજરાત વિધાનસભામાં જાહેર કરવામાં આવેલી ટ્રાફિકના ગુનાઓની વિગતોમાં રાજ્યમાં હેલ્મેટ સંબંધી 19 લાખ કરતા વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કારમાં સીટ બેલ્ટ સંબંધી 4.29 લાખ લોકો સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે. ઓવર સ્પીડ ડ્રાઈવિંગ મુદ્દે 4.11 લાખ, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત 35611 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ અંગે 2.37 લાખ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરના 32 બ્લેક સ્પોટ માર્ક કરાયા ઓવરલોડ બાબતે વાહનવ્યવહાર વિભાગે 43082 વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. ઈન્શ્યોરન્સ વગરના 24890 વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાજ્યભરના 32 બ્લેક સ્પોટ માર્ક કરાયા છે. સૌથી વધુ અકસ્માત ધરાવતા સ્થળોને બ્લેક સ્પોટ તરીકે માર્ક કરાયા છે. વડોદરાના વરેડિયા અને વેમાંથી વચ્ચે સૌથી વધુ અકસ્માતો થયા છે. 253 જીવલેણ અકસ્માતો નોંધાયા જેમાં 281 મૃત્યુ તથા 78 રાહદારીઓના મૃત્યુ થયા હતાં. વર્ષ 2023 કરતા 2024માં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા 137 જેટલી ઘટી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. આ પણ વાંચોઃ Gandhinagar News: સચિવાલયમાં DyCMની ઓફિસમાં જવા અરજદારનું સંપૂર્ણ બોડી ચેકઅપ થશે
Read Full Story arrow_forward