android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttar Pradesh News: સેનાની જાસૂસી કરવા દિલ્હીથી કાશ્મીર સુધી લગાવાઇ રહ્યા હતા CCTV!, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?
calendar_today March 20, 2026

Uttar Pradesh News: સેનાની જાસૂસી કરવા દિલ્હીથી કાશ્મીર સુધી લગાવાઇ રહ્યા હતા CCTV!, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?

આરોપીઓએ દિલ્હી અને સોનીપત રેલ્વે સ્ટેશનો પર સીસીટીવી લગાવી જાસૂસી કરવાની યોજના કરી હતી. પાકિસ્તાનનું નાપાક કાવતરું! 'ઓપરેશન સિંદૂર' હેઠળ, ગાઝિયાબાદ પોલીસે પાકિસ્તાનના આઈએસઆઈ સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપીઓ, નૌશાદ અલી અને સમીરની પાસ શરુ છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના ઈશારે ભારતીય સેનાની જાસૂસી કરવાની યોજના બનાવી હતી. આ નેટવર્ક દિલ્હી અને સોનીપત રેલ્વે સ્ટેશનો સહિત સુરક્ષા સ્થાપનો પર સૌર-સંચાલિત સીસીટીવી લગાવીને પાકિસ્તાનને લાઈવ ફીડ મોકલવાની યોજના બનાવી રહ્યું હતું. પાકિસ્તાન ISIના જાસૂસી રેકેટનો પર્દાફાશ જાસૂસી નેટવર્ક સુહેલ મલિક ઉર્ફે રોમિયો, નૌશાદ અલી અને સમીર ઉર્ફે શૂટર દ્વારા સંચાલિત હતું. સુહેલ મલિકને માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે, જ્યારે સાને ઇરમ ઉર્ફે મહેકે નેટવર્ક ચલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રવીણ, રાજ વાલ્મીકી, શિવ વાલ્મીકી અને ઋત્વિક ગંગવારની પણ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું કે નેટવર્ક ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને નેપાળ સુધી વિસ્તરેલું હતું. CCTV અને GPS સ્થાનનો ઉપયોગ આરોપીઓએ વિદેશ સ્થિત હેન્ડલર્સને રેલ્વે સ્ટેશનો અને સુરક્ષા સ્થાપનોના લાઇવ વિડિઓ અને GPS સ્થાનો મોકલ્યા. આ માટે, મોબાઇલ ફોન પર એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી હતી, જેને પાકિસ્તાન સ્થિત હેન્ડલર દ્વારા ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી. નેટવર્કના ઘણા સભ્યોએ દિલ્હી કેન્ટ અને સોનીપત રેલ્વે સ્ટેશનો પર છુપાયેલા કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા. પોલીસે આ કેમેરા જપ્ત કર્યા છે. 14 માર્ચથી SITની કાર્યવાહી 14 માર્ચ 2026ના રોજ કૌશાંબી પોલીસ સ્ટેશનને ભોવાપુર વિસ્તારમાં કેટલાક યુવાનોની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી ત્યારે કેસ શરૂ થયો. ત્યારબાદ, ફોજદારી કાર્યવાહી સંહિતા અધિનિયમની કલમ 61(2) /152 અને સત્તાવાર ગુપ્તતા અધિનિયમની કલમ 3/5 હેઠળ કેસ દાખલ કરાયો છે. પાચ યુવાનો અને એક મહિલાની ધરપકડ કરાઇ છે. પોલીસે આરોપીઓના મોબાઇલ ફોનની તપાસ કરી. જેમાં અનેક ગુનાહિત વીડિયો, ફોટા અને મહત્વપૂર્ણ સ્થળો મળી આવ્યા હતા. મોબાઇલ, OTP અને સિમ કાર્ડથી જાસૂસી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નેટવર્કે મોબાઇલ મિકેનિક્સ, CCTV ઓપરેટરો અને કમ્પ્યુટર વ્યાવસાયિકો જેવા તકનીકી રીતે કુશળ યુવાનોની ભરતી કરી હતી. આ યુવાનોને પૈસાની લાલચ અને વિદેશમાં સ્થિત તેમના હેન્ડલર્સની સૂચના હેઠળ ફસાવ્યા હતા. પોલીસ હાલમાં ફરાર આરોપીઓ, નૌશાદ અલી અને સમીરની શોધ કરી રહી છે. તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્કના આંતરરાષ્ટ્રીય જોડાણો અને તેની પાછળના કાવતરાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ પણ વાંચોઃ  કેનેડા પોલીસની સ્પષ્ટતા, તેમના દેશમાં ભારત વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ નથી

Read Full Story arrow_forward
Gir Somnathના તાલાલા પંથકમાં કમોસમી વરસાદનું માવઠું: વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીના પાક પર જોખમ
calendar_today March 20, 2026

Gir Somnathના તાલાલા પંથકમાં કમોસમી વરસાદનું માવઠું: વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીના પાક પર જોખમ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો છે. તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ખાસ કરીને ગુંદરણ, માધુપુર અને ધાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ લોકોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે.ગુંદરણ, માધુપુર, ધાવા સહિતના ગામોમાં કમોસમી વરસાદ કમોસમી વરસાદના આગમન સાથે જ ગીરના જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. તાલાલા પંથક એ વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીનો ગઢ ગણાય છે. હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થવાની પ્રક્રિયામાં છે, ત્યારે આ માવઠું કેરીના પાક માટે 'ઝેર' સમાન સાબિત થઈ શકે છે. વરસાદને કારણે આંબા પર રહેલા મહોર ખરી જવાની અથવા નાની કેરીઓ (ખાખટી) કાળી પડીને ગળી જવાની પૂરેપૂરી ભીતી સેવાઈ રહી છે, જેને પગલે બાગાયતી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. વરસાદ શરૂ થતા ખેડૂતની ચિંતામાં વધારો ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો વરસાદનું જોર વધશે અથવા વાતાવરણમાં ભેજનું પ્રમાણ લાંબો સમય રહેશે, તો કેરીમાં રોગચાળો આવવાની પણ શક્યતા છે. મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની બીકે ખેડૂતો અત્યારે કુદરત પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ માવઠું વહેલી તકે અટકે. આ કમોસમી વરસાદને કારણે માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરમાં ઉભેલા અન્ય રવિ પાકોને પણ નુકસાન થવાની ભીતી છે, જે આર્થિક રીતે ખેડૂતોને મોટો ફટકો પાડી શકે તેમ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: ગોંડલ ચોકડી પાસે અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત
calendar_today March 20, 2026

Rajkot News: ગોંડલ ચોકડી પાસે અકસ્માત, ટ્રકની અડફેટે આવતા બાઈક ચાલકનું મોત

રંગીલા રાજકોટમાં ટ્રાફિકથી સતત ધમધમતી ગોંડલ ચોકડી પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.CCTVમાં કેદ થઈ ઘટના ગોંડલ ચોકડી પાસે સર્જાયેલા આ અકસ્માતના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, તે જોઈને હચમચી જવાય તેવા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રક ચાલક કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો અને તેને કારણે નિર્દોષ બાઈક ચાલકનો ભોગ લેવાયો છે. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ગોંડલ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Rajkot જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદથી તોતિંગ વૃક્ષ ધરાશાયી, જુઓ Video

Read Full Story arrow_forward