android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન
calendar_today March 20, 2026

Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન

અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિધર્મી યુવક અને આધારકાર્ડ બનાવનાર સામે નોંધાઈ ફરિયાદ ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી.હિંન્દુ યુવકે વિધર્મી સાથે કિશોરીની મુલાકાત કરાવી હતી અમીરઅલી સાકીરઅલી શેખ તથા મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની તથા અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીએ એક વર્ષ અગાઉથી ફરીયાદીની દિકરી તથા તેની બે બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને બ્રીજેશ નામના હિંદુ યુવકે મોહમંદસીરાજ સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ગુનો કર્યો હોવાની હકીકત જાણવા મળી હતી. હોટલમાં રૂમ બુક કરાવવા માટે નકલી આધારકાર્ડ બનાવ્યું આ કામના આરોપી મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની રહે-લાલભાઈ ભરવાડના મકાનમા ગુપ્તાનગર વાસણા રહે છે, આરોપીઓએ ભોગ બનનારના ખોટા નામનુ અને ખોટી ઉંમરનું ડુપ્લીક્ટ આધારકાર્ડ અરવિંદ અજયભાઈ ચૌહાણે બનાવ્યું હોવાની વાત સામે આવી છે, દોઢેક વર્ષ પહેલા કોઈપણ સમયે હોટલમા રૂમ બુક કરાવવા માટે બનાવડાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેમા આરોપીઓની અટક કરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન, પ્રેમ પ્રકરણમાં નિર્દોષ યુવકનો લેવાયો હતો ભોગ

Read Full Story arrow_forward
Ahmedabadની એચ. બી. કાપડિયા સ્કૂલમાં યોજાશે CODEAVOUR 7.0, AI યુગમાં વિદ્યાર્થીઓ માટે ખાસ તક
calendar_today March 20, 2026

Ahmedabadની એચ. બી. કાપડિયા સ્કૂલમાં યોજાશે CODEAVOUR 7.0, AI યુગમાં વિદ્યાર્થીઓ માટે ખાસ તક

અમદાવાદમાં મેમનગર ખાતે આવેલ ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક સમય સાથે તાલ મિલાવતા AI યુગમાં ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા AI અને રોબોટિક્સ સ્પર્ધાઓમાંની એક CODEAVOUR 7.0 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓની મગજની ક્ષમતા અને તેમના વિકાસને જાણી શકાશે. મેમનગરમાં આવેલ HBK શાળામાં રવિવાર (22/03/2026) ના રોજ આ સ્પર્ધા રાખવામાં આવી છે. સવારના 8:30 am થી લઈને સાંજના 6:30 pm સુધી ઇચ્છુક લોકો CODEAVOUR 7.0 માં આવી શકશે.HBK શાળાની વિદ્યાર્થીઓ માટે નવીન પહેલધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઇસ્કૂલ નવીન તક, ઊંચા લક્ષ્યો અને ઉર્ધ્વ દિશામાં આગળ વધવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગ સ્પર્ધા – CODEAVOUR 7.0 નું ભવ્ય આયોજન કરી રહી છે. CODEAVOUR 7.0 નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં STEM શિક્ષણને પ્રોત્સાહન આપવું. તર્કશક્તિ વિકસાવવી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો. આ સ્પર્ધા વિદ્યાર્થીઓને સાથે મળીને કામ કરવા અને નવીનતા રજૂ કરવાની અનોખી તક આપે છે.આ કાર્યક્રમમાં ગુજરાતભરની 25થી વધુ શાળાઓમાંથી 300થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે અને તેમના નવીન વિચારો તથા ટેકનોલોજી સંબંધિત કુશળતાનું પ્રદર્શન કરશે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા પ્રોજેક્ટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને કોડિંગના ઉપયોગ દ્વારા વાસ્તવિક જીવનની સમસ્યાઓના સર્જનાત્મક અને અસરકારક ઉકેલ પર આધારિત રહેશે.CODEAVOUR 7.0 ભાગ લેનારી શાળાઓઅમદાવાદની શાળાઆનંદ નિકેતન સ્કૂલ – શિલજઆનંદ નિકેતન સ્કૂલ – સેટેલાઇટઅનંત સ્કૂલ ઓફ એક્સેલન્સગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલએપલ ગ્લોબલ સ્કૂલલક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલદિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલઅમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલઅમદાવાદ બહારની શાળાસિગ્નસ વર્લ્ડ સ્કૂલરિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલલક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરાફાઉન્ટેનહેડ સ્કૂલ, સુરતએલ. પી. સાવાણી સ્કૂલ, સુરતસંસ્કાર ધામ સ્કૂલકૌશલ સ્કૂલ, સુરતCodeavour ની પહેલ પર પ્રિન્સિપાલનો સંદેશઆ પહેલ વિશે વાત કરતા, પ્રિન્સિપાલ શ્રીમતી ચંદના દાસે જણાવ્યું કે Codeavour માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ તે એક એવું મંચ છે જ્યાં વિદ્યાર્થીઓ તેમના વિચારોને ટેકનોલોજીના માધ્યમથી અસરકારક ઉકેલોમાં પરિવર્તિત કરી શકે છે. અમે આ મોટા પાયે આયોજન કરવા માટે ખૂબ ઉત્સાહિત છીએ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને નવીનતા જોવા આતુર છીએ.”કાર્યક્રમના મુખ્ય આકર્ષણોલાઈવ પ્રોજેક્ટ ડેમોન્સ્ટ્રેશનટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકનઇન્ટરએક્ટિવ સેશન અને ઇનોવેટિવ પ્રદર્શનશ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ માટે પુરસ્કાર અને માન્યતાશાળાની આ અનોખી પહેલ ભવિષ્યને અનુરૂપ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની તેની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે અને શરૂઆતથી જ નવીન વિચારધારાને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમમાં રાજ્યભરના શિક્ષકો, વાલીઓ તેમજ ટેકનોલોજી પ્રત્યે રસ ધરાવતા અનેક લોકોની ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે.

Read Full Story arrow_forward
Idar: માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધાનો મળ્યો મૃતદેહ, વડાલી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
calendar_today March 20, 2026

Idar: માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધાનો મળ્યો મૃતદેહ, વડાલી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના 85 વર્ષીય વૃદ્ધા છેલ્લા ચાર દિવસથી ગુમ થયા બાદ આજે તેમનો મૃતદેહ વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પરથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. વડાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.વૃદ્ધા છેલ્લા ચાર દિવસથી ગુમમળતી માહિતી મુજબ, ઈડરના રહેવાસી 85 વર્ષીય હીરાબેન રાવળ ગત 14 માર્ચના રોજ વડાલી તાલુકાના વાડોઠ ગામે પોતાના પિયરમાં ભાઈઓના ઘરે ગયા હતા. માનસિક બીમારી ધરાવતા હીરાબેન 16 માર્ચના રોજ વાડોઠથી પરત ઈડર જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા ન હતા. પરિવારે શોધખોળ કરવા છતાં તેઓ મળી ન આવતા અંતે 18 માર્ચના રોજ વડાલી પોલીસ મથકે તેમના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.મૃતદેહ વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પરથી મળી આવ્યોઆજે બપોરે વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર વાડોઠ પાટિયા નજીક રોડની સાઈડમાં આવેલા એક ખાડામાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ જાણ કરતા 112ની ટીમ અને વડાલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે લાશનો કબજો મેળવી તેને વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી છે.આ પણ વાંચો: Deesa: હીરા બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 929 લિટર શંકાસ્પદ ઘી ઝડપાયું

Read Full Story arrow_forward