android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar: જોડિયા પંથકમાં મીની વાવાઝોડાનો કહેર, હડીયાણા ગામે પપૈયાનો પાક જમીનદોસ્ત
calendar_today March 20, 2026

Jamnagar: જોડિયા પંથકમાં મીની વાવાઝોડાનો કહેર, હડીયાણા ગામે પપૈયાનો પાક જમીનદોસ્ત

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ગતરોજ ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ખેતીપાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને જોરદાર પવનને કારણે જોડિયા તાલુકાના હડીયાણા ગામના ખેડૂતોના તૈયાર થયેલા પાકનો વિનાશ થયો છે.પપૈયાના બગીચાને મોટો ફટકોહડીયાણા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂતે પોતાના ત્રણ વીઘાના ખેતરમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પપૈયાનો પાક હવે ઉતારવા જેવો તૈયાર થયો હતો, ત્યારે જ ત્રાટકેલા મીની વાવાઝોડાએ પાયમાલી સર્જી છે. અતિ ભારે પવનના કારણે પપૈયાના છોડ પરથી ફળો ખરી પડ્યા હતા અને અનેક છોડ મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. ખેડૂતની વર્ષભરની મહેનત અને હજારો રૂપિયાનો ખર્ચ સેકન્ડોમાં એળે ગયો છે.સરકાર પાસે સહાયની આશાવાવાઝોડાને કારણે થયેલા આ વ્યાપક નુકસાનથી ખેડૂત પરિવાર આર્થિક સંકટમાં મુકાયો છે. હાલમાં જગતનો તાત લાચાર બનીને સરકાર સામે મીટ માંડીને બેઠો છે. હડીયાણા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ માગ કરી છે કે, તંત્ર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.આ પણ વાંચો: Surat: ભારે પવનથી ડુમસ રોડ પર પાર્ટી પ્લોટનો વિશાળ ગેટ પત્તાની જેમ તૂટી પડ્યો

Read Full Story arrow_forward
Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત  કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
calendar_today March 20, 2026

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ એમઓયુ (MoU)સંપન્ન થયાં છે.રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે આ વેળાએ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા કરાયેલા આ એમઓયુ રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની દરેક યોજનાઓનું અગ્રતાના ધોરણે સફળ અમલીકરણ કરે છે. જલ જીવન મિશન 2.0 અંતર્ગત થયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે. દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ હવે વધુ દ્રઢતા સાથે આગળ વધશે જલ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગુજરાતે આ લક્ષ્યાંક ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યો છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે. હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ એમઓયુ દ્વારા યોજનાઓના અસરકારક અમલીકરણ, મોનીટરીંગ અને પારદર્શિતામાં વધારો થશે. જનજાગૃતિ અભિયાનો પણ આ મિશનનો અભિન્ન ભાગ રહેશે આ એમ.ઓ.યુ. મુજબ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ “Har Ghar Jal” પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો વધુ વેગવાન બનશે. એમ.ઓ.યુ. અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સુનિશ્ચિત કરવું, ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિ(VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન, પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ડિજિટલ મોનીટરીંગ માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પારદર્શિતા વધારવામાં આવશે. પાણીની ગુણવત્તા ચકાસણી, નાણાંકીય શિસ્ત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલો થકી માનવ સંસાધન વિકાસ અને પાણી સંરક્ષણ માટે જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો પણ આ મિશનનો અભિન્ન ભાગ રહેશે. આ એમ.ઓ.યુ. હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનીટરીંગ કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ, નીતિ સુધારા અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે. આ અવસરે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ શ્રી અશોક મીના વીડિયો કોન્ફરન્સના જોડાયા હતા, જ્યારે રાજ્ય સરકાર વતી પાણી પુરવઠાના અગ્ર સચિવ શાહમીના હુસેન, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર સર્વ નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ તેમજ ભાવિક રાઠોડ પ્રત્યક્ષ જોડાયા હતા. આ પણ વાંચો : Vadodara સેન્ટ્રલ યુનિવર્સિટીમાં યોજાઈ ઈફ્તાર પાર્ટી, જુઓ Video

Read Full Story arrow_forward
Amreli: ધારી પંથકમાં તૈયાર થયેલો ઘઉંનો પાક માવઠામાં સંપૂર્ણ નાશ પામ્યો
calendar_today March 20, 2026

Amreli: ધારી પંથકમાં તૈયાર થયેલો ઘઉંનો પાક માવઠામાં સંપૂર્ણ નાશ પામ્યો

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ભારે માવઠાએ ખેતીવાડીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને તૈયાર થયેલા રવિ પાક, જેમાં ઘઉંનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.બચાવના પ્રયાસો છતાં નુકસાનધારી તાલુકાના મોરજર ગામના ખેડૂતોએ હવામાનની આગાહીને પગલે પોતાનો પાક બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. ખેડૂતોએ ઉતાવળમાં લીલા ઘઉં પણ થ્રેષરમાં કાઢવાનું શરૂ કરી દીધું હતું જેથી વરસાદથી બચાવી શકાય. જોકે, કુદરત સામે ખેડૂતો લાચાર સાબિત થયા હતા. વરસાદી પાણી ઘઉંના જથ્થામાં ફરી વળતા કાઢેલો પાક પણ પલળી ગયો હતો, જેના કારણે ઘઉંનો મોટાભાગનો જથ્થો નાશ પામ્યો છે.ખેડૂતોની હાલત કફોડીધારી પંથકના અનેક ગામોમાં ખેડૂતોની વર્ષભરની કમાણી આ કમોસમી વરસાદમાં ધોવાઈ ગઈ છે. ઘઉંના પાકમાં થયેલા આ વ્યાપક નુકસાનને કારણે ખેડૂતો હવે દેવા નીચે દબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. પંથકના ખેડૂતો હવે સરકાર પાસે આશ ભરી નજરે જોઈ રહ્યા છે કે તંત્ર દ્વારા સત્વરે નુકસાનીનો સર્વે કરાય અને પીડિત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.આ પણ વાંચો: Jamnagar: જોડિયા પંથકમાં મીની વાવાઝોડાનો કહેર, હડીયાણા ગામે પપૈયાનો પાક જમીનદોસ્ત

Read Full Story arrow_forward