Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી
સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે.સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. કચ્છના નાના રણમાં કુદરતનો પ્રકોપ નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
Read Full Story arrow_forward