Surendranagar: લખતરમાં વાવાઝોડા અને વરસાદે ખેતી પાકોનો વિનાશ વેર્યો, ખેડૂતો આર્થિક સંકટમાં
લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. આ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકનો સોથ વળતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.કમોસમી વરસાદથી પાકને થયેલું નુકસાનલખતર પંથકમાં ખેડૂતો દ્વારા વાવવામાં આવેલા ઘઉં, ચણા, જીરું, એરંડા, કપાસ અને અજમા જેવા મહત્વના પાકોને આ કુદરતી આફતે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને તૈયાર થયેલા ઘઉં અને કપાસનો પાક પવનને કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. માવઠાને કારણે ખેડૂતોનો મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ખેડૂતોની સરકાર પાસે માગવર્ષભરની મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ કરીને તૈયાર કરેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે. લખતર પંથકના અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી છે કે, સરકાર દ્વારા યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન બદલ યોગ્ય વળતર અથવા સહાય ચૂકવવામાં આવે.આ પણ વાંચો: Morbi: ભારે પવનથી રાજપર રોડ પર મંડપ ડેકોરેશનનો ગેટ ધરાશાયી, બાગાયતી પાક જમીનદોસ્ત
Read Full Story arrow_forward