android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: "માર્વેલસ મોરબી 2.0": 1132 કરોડનું ભવ્ય બજેટ રજૂ, પ્રવાસન અને આધુનિક સુવિધા પર મૂકાયો ભાર
calendar_today March 20, 2026

Morbi News: "માર્વેલસ મોરબી 2.0": 1132 કરોડનું ભવ્ય બજેટ રજૂ, પ્રવાસન અને આધુનિક સુવિધા પર મૂકાયો ભાર

મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે વિકાસના નવા આયામો સર કરતું "માર્વેલસ મોરબી 2.0" થીમ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા રજૂ કરવામાં આવેલું આ જમ્બો બજેટ રૂ. 1132.38 કરોડનું છે, જે ગત વર્ષના રૂ. 783.02 કરોડના બજેટની સરખામણીએ મોટો ઉછાળો દર્શાવે છે.લોકશાહીનો અનોખો અભિગમ આ વર્ષના બજેટની સૌથી મોટી વિશેષતા "સિટીઝન બજેટ" છે. વહીવટી તંત્ર દ્વારા પારદર્શકતા લાવવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. કુલ 149 સૂચનોમાંથી 64 મહત્વપૂર્ણ સૂચનોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે મોરબીના વિકાસમાં જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બજેટની મુખ્ય ફાળવણીઓ મૂળભૂત સુવિધા: વોટરવર્ક માટે રૂ. 29.42 કરોડ, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ માટે રૂ. 15.69 કરોડ અને સિટી બ્યુટિફિકેશન માટે રૂ. 14.55 કરોડ ફાળવાયા છે. પર્યાવરણ અને સફાઈ: શહેરમાં રૂ. 78 કરોડના ખર્ચે 2 નવા STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવશે. શિક્ષણ અને રમતગમત: મોર્ડન લાઈબ્રેરી માટે રૂ. 30 કરોડ અને કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 10.27 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રવાસન અને હેરિટેજ: શહેરના તળાવોના સૌંદર્યીકરણ માટે રૂ. 72 કરોડ અને હેરિટેજ વિકાસ માટે રૂ. 15 કરોડ ખર્ચાશે. મણીમંદિર ખાતે રૂ. 3.19 કરોડના ખર્ચે આકર્ષક થ્રીડી ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર થશે. આ ઉપરાંત પશુઓ માટે રૂ. 5 કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ અને શહેરની રોનક વધારવા રૂ. 5 કરોડની ડાયનેમિક લાઈટિંગની સુવિધા પણ બજેટમાં નિર્ધારિત કરવામાં આવી છે. આ બજેટથી મોરબીના આંતરમાળખાકીય વિકાસને નવી ગતિ મળશે તેવી આશા છે. આ પણ વાંચો -  Gujarat Latest News Live : તાલાલા પંથકમાં ભારે પવન સાથે માવઠું, તૈયાર કેસર કેરી ખરી પડતા ખેડૂતો બેહાલ

Read Full Story arrow_forward
Ahmedabad News : PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ચૂંટણી પહેલા આ જિલ્લામાં સીધો ફાયદો થશે
calendar_today March 20, 2026

Ahmedabad News : PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ચૂંટણી પહેલા આ જિલ્લામાં સીધો ફાયદો થશે

ગુજરાતમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ તેમની બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાનના એક દિવસના આ પ્રવાસમાં ઉત્તર ગુજરાતને પણ આવરી લેવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને વાવ થરાદમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. પીએમ મોદીની સભા મહત્વની બની રહેશે વડાપ્રધાન મોદી ગાંધીનગરના કોબા પાસે આવેલા મહાવીર જૈન મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં પણ આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વાવ થરાદ જિલ્લામાં નાણી ગામ પાસે આવેલ એયર સ્ટ્રીપ તૈયાર થયા પછી પહેલીવાર વડાપ્રધાન કદાચ ત્યાં પહોંચશે. જ્યાં વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. રાજકીય રીતે પણ આ જિલ્લામાં પીએમ મોદીની સભા મહત્વની બની રહેશે. પીએમ મોદીના પ્રવાસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં સીધો ફાયદો કરવામાં આવી રહ્યો છે. તો અમદાવાદમાં પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન અને જાહેર સભાના કાર્યક્રમનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. વડાપ્રધાનની એક દિવસની ગુજરાત મુલાકાત બાદ એપ્રિલ મહિનામાં રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ

Read Full Story arrow_forward
Sabarkantha News: હિંમતનગરમાં હાથમતી બ્રીજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિકોએ બચાવ્યો જીવ
calendar_today March 20, 2026

Sabarkantha News: હિંમતનગરમાં હાથમતી બ્રીજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિકોએ બચાવ્યો જીવ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના વ્યસ્ત ગણાતા હાથમતી બ્રીજ પરથી એક અજાણી યુવતીએ અચાનક નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોની સમયસૂચકતા અને નસીબના જોરે યુવતીનો જીવ બચી ગયો છે.અગમ્ય કારણોસર ઉઠાવ્યું પગલું ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવતીએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્રીજ પરથી નીચે પટકાવાને કારણે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ અને 108ની ત્વરિત કામગીરી ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સદનસીબે ઘટના સમયે હાજર વ્યક્તિઓએ યુવતીની મદદ કરતા તેનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તેના પરિવારનો સંપર્ક કરવા તથા આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી રહી છે.આ પણ વાંચો - 

Read Full Story arrow_forward