Gir Somnath News: વેળાકોટમાં આકાશી આફત, વાડી વિસ્તારમાં વીજળી પડતા ત્રણ બહેનો દાઝી
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વેળાકોટ ગામે કુદરતી આફત ત્રાટકી છે. વેળાકોટના વાડી વિસ્તારમાં ઓચિંતી વીજળી પડતા ઘર આંગણે ઉભેલી ત્રણ બહેનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, વેળાકોટના વાડી વિસ્તારમાં રહેતા જોરૂભાઈ કરસનભાઈ મોરાશિયાની વાડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વાડીમાં ઘર આંગણે ત્રણેય બહેનો હાજર હતી, તે સમયે અચાનક કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. વીજળીના આંચકાને કારણે ત્રણેય બહેનો ગંભીર રીતે દાઝી ગઈ હતી અને જમીન પર પટકાઈ હતી. ઇજાગ્રસ્તોની સ્થિતિ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી બહેનોના દાઝી ગઈ છે. જેમાં જલ્પાબેન રામસિંગભાઈ ખાડિયા, કડવીબેન ધીરુભાઈ મોરાશિયા અને જિગ્નાબેન રામજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય પૈકી એક બેનની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી ઘટના બાદ તુરંત જ સ્થાનિકો અને પરિવારજનો દ્વારા ત્રણેય બહેનોને તાત્કાલિક અસરથી ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ હોસ્પિટલના તબીબો દ્વારા ઇજાગ્રસ્તોને સઘન સારવાર આપવામાં આવી રહી છે. ગીર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા હવામાનને કારણે વીજળી પડવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.આ પણ વાંચો - Gir Somnathમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: ભર ઉનાળે શાગાવાડી નદી બે કાંઠે વહેતી થઈ
Read Full Story arrow_forward