android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Meghraj: 18 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો
calendar_today March 21, 2026

Meghraj: 18 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો

અરવલ્લી જિલ્લાની એલ.સી.બી.પોલીસ ચોરી તેમજ અન્ય ઘટનાઓના નોંધાયેલ ગુનામાં નહીં પકડાયેલ અને નાસતા ફરતા આરોપીઓને શોધવા સક્રિય બની છે અને આજસુધીમાં LCB પોલીસે ચોરાયેલ મોબાઈલ તેમજ અન્ય ગુનાઓના આરોપીઓને ઝડપી જેલના હવાલે કરેલ છે. ગાંધીનગરના સેકટર-7ના પોલીસ સ્ટેશને 18 વર્ષ અગાઉ નોંધાયેલ ચોરીના ત્રણ ગુનાનો નાસતો ફરતા આરોપીને એલ.સી.બી.પોલીસે મેઘરજ તાલુકાની રાજસ્થાન સાથેની ઉન્ડવા ચેક પોસ્ટ ઉપરથી ઝડપી લીધો છે.જિલ્લા LCB પી.આઈ એમ.એચ.ઝાલાના માર્ગદશન હેઠળ પી.એસ.આઈ વી.જે.તોમર, પી.એસ.આઈ વી.ડી.વાઘેલા, પી.એસ.આઈ પી.પી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ સાથે નાસતા- ફરતા આરોપીઓને ઝડપી લેવા મેઘરજ તાલુકામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા દરમિયાન 18 વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર-7ના ચોરીના ગુનામાં નાસતો- ફરતો આરોપી મેઘરજ તાલુકાની ઉન્ડવા ચેક પોસ્ટ પર રાજસ્થાનના સીમલવાડા તરફ જતા રોડ પર ઊભો છે. આ બાતમીને આધારે LCB પોલીસની ટીમે કોર્ડન કરીને આરોપીને દબોચી લીધો હતો.આરોપીની પૂછપચ્છ કરતાં તેને તેનું નામ પ્રભુલાલ અમરાભાઈ વાદી જણાવ્યું હતું. પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાંધીનગર સે-7 પોલીસને જાણ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Ahmedabad News: ભદ્ર પરિસરમાં પાથરણાં મુદ્દે સુપ્રીમ કોર્ટની AMCને રાહત, હાઈકોર્ટના હુકમનો સ્ટે આપ્યો
calendar_today March 20, 2026

Ahmedabad News: ભદ્ર પરિસરમાં પાથરણાં મુદ્દે સુપ્રીમ કોર્ટની AMCને રાહત, હાઈકોર્ટના હુકમનો સ્ટે આપ્યો

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાથરણાં વાળા મામલે અમદાવાદ મહાનગર પાલિકાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. જેના કારણે હવે ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ પર પ્રતિબંધ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં 'સ્ટેટસ ક્વો' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ સાથે ગુજરાત હાઈકોર્ટના 13મી માર્ચ 2026ના ચુકાદા પર રોક લગાવી છે. અમદાવાદના ભદ્રમાં પાથરણાં પ્રતિબંધ યથાવત ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરીને આ ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદામાં ભદ્ર પ્લાઝામાં વેન્ડિંગ સ્પેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયબદ્ધ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ મહાનગર પાલિકાના અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. આ પણ વાંચોઃ Ahmedabad News: સગીરાને હોટેલમાં બોલાવી દુષ્કર્મ આચરનાર વિધર્મીની પોલીસે ધરપકડ કરી

Read Full Story arrow_forward
Bhavnagar News: આવાસ યોજનામાં મનપાનો સપાટો: ભાડે આપેલા 15 મકાનો સીલ કરી માલિકો પાસેથી દંડ વસૂલાયો
calendar_today March 20, 2026

Bhavnagar News: આવાસ યોજનામાં મનપાનો સપાટો: ભાડે આપેલા 15 મકાનો સીલ કરી માલિકો પાસેથી દંડ વસૂલાયો

ભાવનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમોનો ભંગ કરનારા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રહેવા માટે આપવામાં આવેલા આવાસનો વ્યવસાયિક ઉપયોગ કરી, તેને અન્યને ભાડે આપી દેવાના મામલે તંત્રએ લાલ આંખ કરી છે. મનપાની ટીમ દ્વારા તરસમિયા અને રુવા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં ઓચિંતી તપાસ કરી ગેરકાયદેસર રીતે રહેતા ભાડુઆતો પાસેથી મકાનો ખાલી કરાવી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.મનપાના તંત્ર દ્વારા બોલાવવામાં આવી તવાઈ આ કાર્યવાહી અંતર્ગત તરસમિયા આવાસ યોજનાના 13 મકાનો અને રુવા આવાસ યોજનાના 02 મકાનો મળી કુલ 15 આવાસોને સીલ મારવામાં આવ્યા છે. અગાઉ તંત્ર દ્વારા આ મકાનોના મૂળ માલિકોને નોટિસ આપીને તાકીદ કરવામાં આવી હતી કે આવાસના નિયમ મુજબ તે ભાડે આપી શકાય નહીં. તેમ છતાં, ભાડુઆતોએ મકાન ખાલી ન કરતા અને માલિકોએ નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખતા આખરે મનપાએ મકાનો જપ્ત કરી સીલ મારવાની તવાઈ બોલાવી છે. આ સાથે જ નિયમ ભંગ બદલ માલિકો પાસેથી દંડની પણ વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત દંડ પણ વસુલ કરવામાં આવ્યો મનપાની આ કડક કાર્યવાહીથી અન્ય આવાસ ધારકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરાર મુજબ, જે-તે લાભાર્થીએ પોતે જ આ મકાનમાં રહેવાનું હોય છે અને ચોક્કસ વર્ષો સુધી તે વેચી કે ભાડે આપી શકાતું નથી. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનાઓમાં પણ આ પ્રકારે સર્વે કરી જે મકાનો ભાડે આપેલા જણાશે તેમને સીલ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward