Modasa: વૃક્ષો પ્રત્યે સભાનતા રાખવી ખૂબ જ જરૂરી
તા.21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ. સામાન્ય રીતે પર્યાવરણ હાલ દિન - પ્રતિદિન દુષિત થઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ વૃક્ષોનું આડેધડ છેદન છે. વિશ્વ વન દિવસની ઉજવણીના ભાગ રૂપે સૌ વૃક્ષો પ્રત્યે સભાનતા દાખવી વૃક્ષોનું જતન કરે તે ખુબ જ જરૂરી છે. વર્તમાન સમયમાં શહેરો અને ગામડાઓમાં વિકાસના નામે આડેધડ વૃક્ષોનું નિકદંન કાઢવામાં આવે છે. જેના પરીણામે વાતાવરણમાં કાર્બન ડાયસકસાઈડનું પ્રમાણ ધીરે- ધીરે વધતું જોવા મળે છે, જેને લીધે સમગ્ર વિશ્વમાં કલાયમેન્ટ ચેન્જની સમસ્યાની પરિસ્થિતી ઉભી થઈ છે. કલાયમેન્ટ ચેન્જની સમસ્યાને રોકવા માટે વૃક્ષોનું વધુ વાવેતર તેમજ નાશ પામતા વૃક્ષોને અટકાવવા અત્યંત જરૂરી થઈ પડે છે.આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમસ્યા સામે વૃક્ષોનું વાવેતર અને સાચવણી એ જ એક માત્ર ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આજે વિશ્વ વન દિવસ નિમિત્તે વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે પરંતુ તેનું જતન પણ એટલું જરૂરી બને છે. ગુજરાતમાં હાલ પણ કેટલાય ગામડાઓના નામ વૃક્ષોના નામ પરથી રાખવામાં આવેલા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward