BHARUCH: 8 વર્ષની નાની બહેને મોટા ભાઈઓ સાથે રોઝા રાખ્યાં
ભરૂચ જિલ્લામાં નાના બાળકો પણ પોતાના જીવનનો પ્રથમ રોઝા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. જેમાં ભરૂચના હબીબ પાર્ક સંતોષી વસાહતમાં ત્રણ નાનકડા બાળકો દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર રમજાન માસમાં અનોખું સમર્પણ દેખાયુ છે. ફારૂકી અસદઅલી મહેફૂઝઅલી (ઉ.વ.10), સૈયદ મોહમ્મદઅલી ઈરફાનઅલી (ઉ.વ.10) અને ફારૂકી આમેના મહેફૂઝઅલી (ઉ.વ.8) એ આખા મહિના દરમ્યાન રોઝા રાખ્યા હતા. ઉપરાંત નબીપુર ગામના ઈસ્માઈલ ફાઝલના 10 વર્ષના પુત્ર એઝાઝે પણ રમઝાન માસના ત્રીસ રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward