android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka: એક્સપ્રેસ હાઈવે પર આંબલી સર્કલનો માર્ગ જોખમી
calendar_today March 20, 2026

Dhandhuka: એક્સપ્રેસ હાઈવે પર આંબલી સર્કલનો માર્ગ જોખમી

અમદાવાદ જિલ્લામાં ધોલેરા - પીપળી માર્ગ પર એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલ આંબલી સર્કલનો વળાંક હાલ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સાંકડો રસ્તો અને અચાનક આવતા ભયજનક વળાંકને કારણે છેલ્લા એક મહિનામાં નાના-મોટા મળી કુલ 11 અકસ્માતોની ઘટના સામે આવી છે. જેમાં અનેક વાહનો પલ્ટી ખાઈ ગયા છે.બે દિવસ અગાઉ એક ટ્રક પલ્ટી મારવાની ઘટના બાદ આજે ફરી એક ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે આ વિસ્તારમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે. સતત બનેલા અકસ્માતોને કારણે વાહનચાલકોમાં દહેશત વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા આ વળાંકને તાત્કાલિક સુધારી રસ્તો પહોળો કરવાની માંગ જોર પકડી રહી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આ જોખમી વળાંકને સલામત બનાવવામાં આવે તેવી લોકમાગ હવે ઉગ્ર બની રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
WAGHODIA: વાઘોડિયા તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોની હડતાલ
calendar_today March 20, 2026

WAGHODIA: વાઘોડિયા તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોની હડતાલ

જરોદ : વાઘોડિયામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાંઘર બહેનો હડતાલ પર ઉતરી છે. જેમાં 175 આંગણવાડીની કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો મળી કુલ 350 બહેનો હડતાલ પર ઉતરી છે.વાઘોડિયા તાલુકા પંચાયત ભવનના બેઝમેન્ટમાં બહેનો હડતાલ પર બેઠી છે. જેમાં જાણવા મુજબ પોતાની માગણીઓના સંતોષ માટે ત્રણ દિવસ ની હડતાલ પર બહેનોએ સુત્રોચાર કરી ધૂન સાથે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.પોતાની પડતર માગણીઓ ના સંતોતાસા આંગણવાડી બહેનો હડતાલ પર બેઠી છે. સાથે પગાર વધારો સાથે જુદી જુદી માંગણીઓને લઈ આંગણવાડી બહેનો હડતાલ પર બેઠી છે.પોતાની માગણીઓનો ન સંતોષાય તો વળી કચેરી ખાતે હડતાલ પર બેસવા મા આવશે તેમ આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: સુરેન્દ્રનગરમાં 65 વર્ષ પૂર્વેનો ટાઉનહોલ જર્જરિત બનતા મનપા દ્વારા જમીનદોસ્ત કરાયો
calendar_today March 20, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં 65 વર્ષ પૂર્વેનો ટાઉનહોલ જર્જરિત બનતા મનપા દ્વારા જમીનદોસ્ત કરાયો

સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકમાં વર્ષ 1961માં રંભાબેન ટાઉનહોલ બનાવાયો હતો. નગરપાલિકા હસ્તકના ટાઉનહોલમાં અનેક રંગારંગ કાર્યક્રમો થયા છે. પરંતુ સમયાંતરે કાળની થપાટો લાગતા આ ટાઉનહોલ જર્જરીત થયો હતો. તેમાં પણ થોડા વર્ષો પહેલા શહેરના 80 ફુટ રોડ પર પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ બનતા રંભાબેન ટાઉનહોલ બંધ હાલતમાં હતો. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે નવો ટાઉનહોલ રૂ. 10 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા બુધવારે જર્જરિત ટાઉનહોલને જમીનદોસ્ત કરાયો છે. આ સ્થળે 350 લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળો ટાઉનહોલ બનશે. જેની સાથે સાથે મહાનગરપાલિકા સંચાલીત લાયબ્રેરી પણ નવી બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward