android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
JAMBUGHODA-UCHAPAN: બોડેલી-કવાંટ રોડની દયનીય હાલત : વડાતલાવ પાસે ચક્કાજામ
calendar_today March 20, 2026

JAMBUGHODA-UCHAPAN: બોડેલી-કવાંટ રોડની દયનીય હાલત : વડાતલાવ પાસે ચક્કાજામ

બોડેલી-કવાંટ રોડની દયનીય હાલતને લઈને પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રંગલી ચાર રસ્તાથી બોડેલી તરફ્ના 10થી 15 ગામોના રહીશો વડાતલાવ નજીક રસ્તા પર બેસી જતા ભારે ચક્કાજામ સર્જાયો હતો. ગ્રામજનોએ વહીવટી તંત્ર વિરુદ્ધ નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. ઓવરલૉડ રેતી ભરીને જતા હજારો વાહનોને કારણે રોડની ખરાબ થઈ ગઇ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હતો.બોડેલી-કવાંટ રોડની છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલત અને ધૂળના કારણે રોજિંદા અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છૅ જેને લઇ રંગલી ચાર રસ્તાથી બોડેલી તરફ્ના 15 થી વધુ ગામોના રહીશો આજે વડાતલાવ નજીક રસ્તા પર જ બેસી ગયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ચક્કાજામની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓવરલોડ રેતી ભરેલા હાઇવા અને ટ્રકો માર્ગને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Sayla: સાયલા સહિત તાલુકા ગ્રામ્યમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત્ રહેતા ચકચાર
calendar_today March 20, 2026

Sayla: સાયલા સહિત તાલુકા ગ્રામ્યમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત્ રહેતા ચકચાર

સાયલા તાલુકામાં લાશ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તેમ બે દિવસ પહેલા સીમ વિસ્તારની વાડીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવવાની ઘટના ના ગણતરી ના જ સમયમાં ગામના ઐતિહાસિક માનસરોવરમાં કોઈની લાશ તરતી જોવા મળતા લોકોના ટોળા એકઠા થયા હતા. પ્રાચીન ખોડીયાર મંદિર પાસેના સરોવરના ભાગે વૃધ્ધ જેવા દેખાતા વ્યક્તિની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા તપાસ દરમ્યાન ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા અને બાજુની સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના વૃદ્ધ હોવાની વિગતો બહાર આવી હતી. હજુ બે દિવસ પહેલા કુવામાંથી મળી આવેલ અજાણી વ્યક્તિની લાશનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરીથી એક ગુમ થયેલ વૃધ્ધની લાશ સરોવરમાંથી મળવા બાબતે લોકોમાં અનેક ચર્ચા ચાલતી જોવા મળી હતી.મૃતક વૃધ્ધ પ્રકાશભાઇ શાંતિલાલ રાજ્યગુરુ ઉંમર વર્ષ 68 વાળા દસ વર્ષ પહેલા રાજકોટ ખાતે સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી કરતા હતા તેમજ નિવૃત થયા બાદ સાયલાની ખોડિયાર સોસાયટીમાં તેમના પુત્રો સાથે રહેતા હતા.ધાર્મિક વૃત્તિના પ્રકાશભાઇ ગત મંગળવારે ઘરેથી નીકળ્યા પછી પરત નહીં આવતા તેમના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તેઓ ના મળી આવતા સાયલા પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થયાની ફ્રિયાદ નોંધાવી હતી.પોલીસ દ્વારા આ મામલે મૃતકની લાશ ને માનસરોવર માંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ તેમના પરિવારના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. મૃતકે ઘરેથી નીકળ્યા બાદ કોઈ કારણોસર પાણીમાં પડી આપઘાત કર્યો છે કે અકસ્માતે પડી જતા તેમનું મૃત્યુ થયું છે. તે બાબતે હાલ સુધી કોઈ જાણકારી મળવા પામી નથી. પરંતુ પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Mandal: માંડલ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક
calendar_today March 20, 2026

Mandal: માંડલ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક

માંડલ : આવનાર રમઝાન ઈદનું પર્વ તેમજ ચૈત્રી માસમાં આવતાં રામનવમી અને અન્ય તહેવારોની ઉજવણી સૌ ધર્મના લોકો હળીમળીને કરે નગરની અંદર ઉત્સવભર્યું વાતાવરણ ઉભું થાય અને દરેક ધર્મના તહેવારોની પ્રતિભા જળવાય, આનંદ-ઉલ્લાસનો માહોલ ઉભો થાય તેમજ પોલીસ વિભાગ પણ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શાંતિ સુલેહ અને બંદોબસ્ત ગોઠવાય તેથી આજે માંડલ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની સાથે પોલીસ ઇન્સપેક્ટર વી.આર.દેસાઈએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે નગરમાં આવનાર તહેવારો અને તેની ઉજવણી કઈ રીતે થાય છે જેની માહિતી આગેવાનો પાસેથી મેળવી હતી આ સાથે સૌને તહેવારોની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward