android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો
calendar_today March 20, 2026

Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો

અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 120 દિવસમાં રૂપિયા ચૂકવવાની વાત હતી પણ તે ચૂકવ્યા નહી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. અમદાવાદથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. આરોપીઓના નામ 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી 

Read Full Story arrow_forward
Ahmedabad: કમોસમી વરસાદે વેપારીઓની ચિંતા વધારી,વેજલપુર APMCમાં ડુંગળી-બટેટાના જથ્થામાં ભારે નુકસાની
calendar_today March 20, 2026

Ahmedabad: કમોસમી વરસાદે વેપારીઓની ચિંતા વધારી,વેજલપુર APMCમાં ડુંગળી-બટેટાના જથ્થામાં ભારે નુકસાની

રાજ્યમાં ફરી એકવાર બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં પડેલા માવઠાને કારણે વેજલપુર APMC (એપીએમસી) માં રાખવામાં આવેલો શાકભાજીનો જથ્થો પલળી જતાં વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે.જથ્થાબંધ બજારમાં નુકસાનીની વિગતવેજલપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવેલી ડુંગળી અને બટેકાના જથ્થા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, 200 થી પણ વધુ ડુંગળી અને બટેકાના કટ્ટા પલળી જવાથી ખરાબ થઈ ગયા છે. માર્કેટમાં યોગ્ય શેડ કે સુરક્ષાના અભાવે ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યાએક તરફ માર્કેટ યાર્ડમાં વેપારીઓ પાયમાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેતરોમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. તૈયાર થવા આવેલા રવિ પાક અને શાકભાજીના પાકમાં માવઠાને કારણે રોગચાળો આવવાની કે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે તો ખેતી અને બજાર બંને વ્યવસ્થાને મોટી અસર થઈ શકે તેમ છે.આ પણ વાંચો: Borsad: ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લાંભવેલના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત

Read Full Story arrow_forward
Vadodara: નેશનલ હાઈવે પર ભારે પવનને કારણે વીજ પોલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના, ટ્રક ઇકો કાર પર પલટી
calendar_today March 20, 2026

Vadodara: નેશનલ હાઈવે પર ભારે પવનને કારણે વીજ પોલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના, ટ્રક ઇકો કાર પર પલટી

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ધનિયાવી ચોકડી પાસે અચાનક વીજ પોલ ધરાશાયી થતાં તેને બચાવવાના પ્રયાસમાં એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, પરિણામે ટ્રક પલટી ખાઈને બાજુમાં પસાર થતી ઇકો કાર પર પડી હતી.ટ્રક પલટી ખાઈને ઇકો કાર પર પડી મળતી માહિતી મુજબ, ધનિયાવી ચોકડી પાસે નેશનલ હાઈવે પર અચાનક ભારે પવન ફૂંકાતા એક વીજ પોલ રસ્તા પર ધરાશાયી થયો હતો. ચાલુ વાહને આ વીજ પોલ નીચે ન આવી જાય તે માટે ટ્રક ચાલકે વાહનને વળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક પલટી મારી ગઈ હતી. કમનસીબે, ટ્રક તેની બાજુમાં ચાલતી ઇકો કાર પર ખાબકતા કારમાં સવાર મુસાફરો ફસાયા હતા.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા આ સમગ્ર ઘટનાના ભયાનક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે વીજ પોલ પડતા જ સેકન્ડોમાં અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાઈવે પર આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેને હટાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: કમોસમી વરસાદે વેપારીઓની ચિંતા વધારી,વેજલપુર APMCમાં ડુંગળી-બટેટાના જથ્થામાં ભારે નુકસાની

Read Full Story arrow_forward