android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો
calendar_today March 20, 2026

Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોર પછી ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા પીજીવીસીએલના પાવર સપ્લાય નેટર્વક અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવનના કારણે વીજ થાંભલા અને વાયર તૂટી જવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ૬૯૦ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પાવર ઠપ્પ થઈ ગયો હતો વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તોફાની પવનના કારણે સૌથી વધુ જામનગર -દ્વારકા જિલ્લાના ૩૦૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાના કારણે હાલારમાં ૯૮ વીજ થાંભલા જમીનદોસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. રાજકોટ શહેરમાં પણ વાવાઝોડાએ વીજ કંપનીને ભારે ખાનાખરાબી સર્જી છે. શહેરમાં પંચવટી સોસાયટી, અમીન માર્ગ, કાલાલડ રોડ, કોઠારિયા સહિતના વિસ્તારોમાં ૨૦ જેટલા થાંભલા પડી ગયા છે. જ્યારે પાંચ જગ્યાએ વૃક્ષ માથે પડતા વાયર તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પાવર ઠપ્પ થઈ ગયો હતો. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માગ કરાઈ છે સમગ્ર શહેરમાં કુલ ૫૩ ફિડર બંધ થતા વીજ ટીમો દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવા મોડી રાત સુધી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે, સાધુ વાસવાણી રોડ, રેલનગર, માધાપર સહિતના વિસ્તારોમાં પાંચ-પાંચ કલાક સુધી પુરવઠો ચાલુ નહીં થતા શહેરીજનો અકળાયા હતા અને વીજ કચેરીમાં ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા,ધોરાજી સહિતના ગામડાઓમાં ભારે પવનના કારણે ૫૦થી વધુ વીજપોલ ધરાશાયી થતા ૧૧૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના 8 ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જ્યારે મોરબી જિલ્લાને પણ વાવાઝોડાએ ધમરોળ્યું હોવાથી મોરબી પંથકમાં ભારે નુકશાનીના અહેવાલ મળી રહ્યા છે. મોરબી જિલ્લાના ૧૩૨ ગામડામાં અંધારપટ્ટ છવાયો હતો. જ્યારે કચ્છના ભુજમાં ૧૧૧ ગામડા, અંજારમાં ૨૫ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૮ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ પણ વાંચો : Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી
calendar_today March 20, 2026

Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી

રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે.માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડયા નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે.આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો

Read Full Story arrow_forward
Borsad: ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લાંભવેલના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત
calendar_today March 20, 2026

Borsad: ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લાંભવેલના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત

 આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં એક અત્યંત કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. બોરસદ-નાપા રોડ પર ધોબીકુઇ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બોરસદમાં ST બસ અને બાઈક વચ્ચે અકસ્માતમળતી માહિતી મુજબ, લાંભવેલના રહેવાસી સુનીલ પઢિયાર અને મયંક પરમાર કેટરર્સનો ઓર્ડર પૂરો કરીને બોરસદથી પરત લાંભવેલ જઈ રહ્યા હતા. આ દરમિયાન વાવાઝોડાને કારણે ધોબીકુઇ પાસે રોડ પર એક મોટું ઝાડ ધરાશાયી થયેલું હતું. આ ઝાડ પાસેથી પસાર થતી વખતે બાઈક અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બંને મિત્રોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ બોરસદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા બે કમાઉ દીકરાઓના મોતના સમાચાર મળતા જ લાંભવેલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો: Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી

Read Full Story arrow_forward