android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka: અમદાવાદ જિલ્લા SOGની ટીમે ખરાટી સીમમાં ગેરકાયદે હથિયાર સાથે 1ને દબોચ્યો
calendar_today March 20, 2026

Dholka: અમદાવાદ જિલ્લા SOGની ટીમે ખરાટી સીમમાં ગેરકાયદે હથિયાર સાથે 1ને દબોચ્યો

ધોળકા : કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખરાટી ગામની સીમમાંથી એસઓજીએ ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. વધુમાં મળતી માહિતી મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરતા તત્વોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેના અંતર્ગત જિલ્લા એસઓજીને બાતમી મળતા ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ખરાટી ગામ ખાતે તળાવડી પાસેથી બદરૂ અલ્લારખ (રહે. હાલ કલ્યાણગઢ ગામ, તા. બાવળા)ને એક દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડયો હતો. તેમજ ગેરકાયદે હથિયાર રાખવા અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: વોર્ડ નં.7માં ઉભરાતી ગટરોનો નિકાલ નહીં થતાં રહીશો તોબા
calendar_today March 20, 2026

Himatnagar: વોર્ડ નં.7માં ઉભરાતી ગટરોનો નિકાલ નહીં થતાં રહીશો તોબા

હિંમતનગર નગરપાલિકામાં 5 વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની મુદ્દત ગત તા.16 માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમિયાન વોર્ડ નં.7માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહ્યા હોય તેવું લાગે છે. હિંમતનગર પાલિકાના વોર્ડ નં.7માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ઘણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજૂઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે. દરમિયાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.7ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગરમાં જિલ્લા ભાજપ યુવા મોરચાની પરિચય બેઠકનું આયોજન
calendar_today March 20, 2026

Himatnagar: હિંમતનગરમાં જિલ્લા ભાજપ યુવા મોરચાની પરિચય બેઠકનું આયોજન

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરૂવારે નવીન હોદ્દેદારોની પ્રથમ પરિચય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં યોજાયેલ આ બેઠકમાં સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ યુવા મોરચાને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેરા બૂથ સબસે મજબૂતના મંત્ર સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત યુવા મોરચાએ આવનારા દિવસોમાં જે કામો કરવાના છે તેની વિગતોની જાણકારી અપાઈ હતી. જિલ્લા પ્રમુખે આગામી કાર્યક્રમો અંતર્ર્ગત યુવા મોરચાની શું ભૂમિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું તે વિશે સમજ આપી હતી. આ બેઠકમાં પૂર્વ જિલ્લા મહામંત્રી વિજય પંડયા, જિલ્લા મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, જિલ્લા યુવા પ્રમુખ ધવલ રાવલ, જિલ્લા યુવા મહામંત્રી તરુણ પટેલ, રવિન્દ્રસિંહ પરમાર સહિત યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward