android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Breaking News : ભારે વરસાદને કારણે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરાઈ
calendar_today March 19, 2026

Gujarat Breaking News : ભારે વરસાદને કારણે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરાઈ

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી ગુરૂવારથી પ્રારંભ થયો છે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમા 18 એપ્રિલે પૂર્ણ થશે. પરંતુ ગુજરાતમાં 21 માર્ચ સુધી ભારે વરસાદની આગાહીને કારણે આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. આજે રાજ્યમાં થયેલા વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિક્રમા કરનારાને સલામત સ્થળે ખસેડાયા ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને જોતાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવરને વાવાઝોડાને કારણે બંધ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેંગણ ઘાટ ખાતે હાલ પૂરતી બોટ પણ આવતીકાલે સવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.  આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabad News: ગજેરા બંધુઓને હાઈકોર્ટનો ઝટકો, FIR રદ કરવાની માંગ ફગાવી
calendar_today March 19, 2026

Ahmedabad News: ગજેરા બંધુઓને હાઈકોર્ટનો ઝટકો, FIR રદ કરવાની માંગ ફગાવી

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ સામે નોંધાયેલી કરોડો રૂપિયાની ઠગાઈ અને ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાની ફરિયાદ મામલે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પોલીસ તપાસમાં પણ હસ્તક્ષેપ કરવા અંગે ઈનકાર કરી દીધો છે. જેથી ગજેરા બંધુઓ સામેની તપાસ યથાવત રહેશે. ગજેરા બંધુઓ સામે તપાસ યથાવત રહેશે સુરતમાં ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ પર ફરિયાદમાં 1900 રૂપિયાની આર્થિક ગેરરીતિ અને મનિ લોન્ડરિંગ સહિત ફરિયાદીના પરિવારની ખોટી સહી કરવાના ગંભીર આક્ષેપો થયા હતાં. ત્યાર બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે આરોપી અરજદારોએ આ ફરિયાદને દિવાની વિવાદ ગણાવી રદ કરવા કોર્ટમાં દલીલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ દલીલ માન્ય રાખી નહોતી. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, જ્યારે હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ અરજદારોની વિરોધમાં હોય અને પ્રાથમિક રીતે ગુનો સાબિત થાય ત્યારે તપાસનો વિલંબ ગૌણ બને છે. તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરવામાં આવી છે. આરોપી અરજદારોનો મેહુલ ચોકસી સાથે કોઈ ગેરકાયદે સંબંધ સાબિત થતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઠગાઈના પુરતા પુરાવા હોવાથી તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી. કોર્ટે તેમની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ગજેરા બંધુઓને તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડે એમ છે. આ પણ વાંચોઃ Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું

Read Full Story arrow_forward
Ambajiમાં આભથી વરસી આફત: ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદ
calendar_today March 19, 2026

Ambajiમાં આભથી વરસી આફત: ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદ

શક્તિપીઠ અંબાજીમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભક્તો અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ, રાત્રિના સમયે તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે ચોમાસા જેવો અહેસાસ કરાવતા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં તાપમાન ગગડ્યું છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે વરસાદી ઝાપટાં છતાં માઈભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી. પ્રથમ નોરતાની સંધ્યા આરતીમાં શ્રદ્ધાળુઓ પલળતા રહીને પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે, અણધાર્યા પવન અને વરસાદને કારણે યાત્રાધામના જનજીવન અને બજાર પર આંશિક અસર જોવા મળી હતી. આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસેલા વરસાદે અંબાજીના પહાડી વિસ્તારોમાં ઠંડક પ્રસરાવી દીધી છે. ઉનાળુ પાક બગડવાની ભીતિ એક તરફ ભક્તો માટે આ વાતાવરણ આહલાદક રહ્યું છે, તો બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક બગડવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાથી ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. ખેતીના પાકને થનારા નુકસાનને પગલે કૃષિ આલમમાં ગમગીની છવાઈ ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward