android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: સિધુ ભવન રોડ પર ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી
calendar_today March 19, 2026

Ahmedabad News: સિધુ ભવન રોડ પર ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાયો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.ભારે પવનને કારણે રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડી હતી. રસ્તે પસાર થનારા વાહન ચાલકો પવનને કારણે મુશ્કેલીમાં મુકાયા હતાં. 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો અમદાવાદ શહેરમાં ભારે પવનને કારણે 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.અમદાવાદના નારોલ,ઈસનપુર અને મણીનગર સહિતના વિસ્તારોમાં 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. S.G. હાઈવે, વસ્ત્રાપુર, મેમનગર, વિજય ચાર રસ્તા પાસે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે મેટ્રો કોર્ટની બારીના કાચ તૂટ્યા હતાં. કોર્ટ કેમ્પસમાં બેરિકેડ પણ પડી ગયા હતાં. રાયપુર દરવાજા સિધ્ધિની પોળમાં વૃક્ષ ધરાશાઈ થતાં આસપાસના વાહનમાં નુકશાન થયું હતું. રોડ પર જતી ગાડી પર વૃક્ષ ધરાશાયી થતાં ગાડીને પણ નુકસાન થયું હતું. અચાનક આવી ઘટના બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Read Full Story arrow_forward
Navsariમાં મીની વાવાઝોડાની અસર: લુંસીકુઈ મેદાનમાં મેળાનો ડોમ ધરાશાયી, તોતીંગ પોસ્ટરો ફાટતા દોડધામ
calendar_today March 19, 2026

Navsariમાં મીની વાવાઝોડાની અસર: લુંસીકુઈ મેદાનમાં મેળાનો ડોમ ધરાશાયી, તોતીંગ પોસ્ટરો ફાટતા દોડધામ

નવસારી શહેરમાં આજે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. શહેરના હાર્દ સમાન લુંસીકુઈ મેદાનમાં આયોજિત મેળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે મેળાના મોટા ગુંબજ (ડોમ) અને પ્રવેશદ્વારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મેળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ફરજ પડી છે.લુંસીકુઈ મેદાનમાં આયોજિત મેળો થયો બંધ વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે મેળાના મુખ્ય ડોમ પર લગાવવામાં આવેલા તોતીંગ પોસ્ટરો કાગળની માફક ફાટી ગયા હતા. એટલું જ નહીં, પવનના જોરદાર ઝાપટાંને કારણે મેળાનો મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પણ ઉખડી ગયો હતો. ડોમની અંદર રાખવામાં આવેલો વેપારીઓનો સામાન અને પ્રદર્શનની ચીજવસ્તુઓ પવનના કારણે વેરવિખેર થઈ ગઈ હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનને કારણે મેળામાં હાજર લોકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભારે પવનના કારણે મેળાના ડોમનો ગેટ પણ ઉખડી ગયો લુંસીકુઈ મેદાનમાં ખાદી હસ્તકલા મેળો કાર્યરત હતો. વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા આયોજકો દ્વારા મુલાકાતીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સદનસીબે, ડોમનો ગેટ ઉખડવાની કે પોસ્ટરો ફાટવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં મેદાનમાં પડેલા કાટમાળને હટાવવાની અને નુકસાનનું આકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: અમદાવાદમાં બનાવટી ચલણી નોટોના કેસમાં ખુલાસો
calendar_today March 19, 2026

Ahmedabad News: અમદાવાદમાં બનાવટી ચલણી નોટોના કેસમાં ખુલાસો

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને આ કાળા કારોબારને અંજામ આપતા હતા. સરકારી બોર્ડ વાળી ગાડીમાં હેરાફેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને આંતરી હતી. આ ગાડી પર 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા' (Government of India) લખેલું હતું અને તે 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં તપાસ કરતા તેમાંથી ₹2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓ આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા.

Read Full Story arrow_forward