android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : નકલી નોટ કાંડના મુખ્ય સૂત્રધાર પ્રદીપનો આસ્થાનો ખેલ ઉઘાડો પડ્યો,મહિલાઓ પાસેથી ફંડ ઉઘરાવી આશ્રમ બનાવ્યો હોવાનો આરોપ
calendar_today March 19, 2026

Surat : નકલી નોટ કાંડના મુખ્ય સૂત્રધાર પ્રદીપનો આસ્થાનો ખેલ ઉઘાડો પડ્યો,મહિલાઓ પાસેથી ફંડ ઉઘરાવી આશ્રમ બનાવ્યો હોવાનો આરોપ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા કરોડોના નકલી નોટ રેકેટના તાર હવે સુરતના કામરેજમાં આવેલા ધોરણ પારડીના આશ્રમ સાથે મજબૂતીથી જોડાયા છે. આ મામલે સામાજિક કાર્યકર મહેશ વાઘાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, યોગગુરુના સ્વાંગમાં ફરેલા પ્રદીપ જોટાંગીયાએ આસ્થાના નામે મોટું કૌભાંડ આચર્યું છે.સતીઓના નામે ગ્રુપ બનાવી ઉઘરાવ્યું ફંડ મહેશ વાઘાણીના આક્ષેપ મુજબ, પ્રદીપે સુરતના યોગીચોક વિસ્તારની ભોળી મહિલાઓને શિકાર બનાવી હતી. તેણે અલગ-અલગ સતીઓના નામે મહિલાઓના ગ્રુપ બનાવ્યા હતા અને તેમની પાસેથી ધર્મના નામે મસમોટું ફંડ-ફાળો ઉઘરાવ્યો હતો. આ ઉઘરાવેલા પૈસાનો ઉપયોગ કરીને તેણે કામરેજના ધોરણ પારડીમાં આલીશાન આશ્રમ અને બંગલો ઉભો કર્યો હતો. આશ્રમની આડમાં તે પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો. વિરોધ કરનારાઓને ખોટા કેસમાં ફસાવ્યા નોંધનીય છે કે, મહેશ વાઘાણી અને તેમના ગ્રુપ દ્વારા અગાઉ પણ આ નકલી યોગગુરુનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે પોતાની પોલ ખુલતી જોઈ પ્રદીપે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. તેણે ઝેરી દવા ગટગટાવવાનું નાટક કરીને વિરોધ કરનારા લોકો સામે ખોટા પોલીસ કેસો કર્યા હતા અને તેમને જેલમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા. પોલીસની કામગીરીની પ્રશંસા નકલી નોટ રેકેટમાં પ્રદીપની ધરપકડ થતા મહેશ વાઘાણીએ સંતોષ વ્યક્ત કર્યો છે અને પોલીસની કામગીરીને બિરદાવી છે.આ પણ વાંચો---     Surat નકલી નોટ કાંડ, કામરેજના સત્ય યોગ આશ્રમના 'મહારાજ'નો આપઘાતનો ડ્રામા, લેણદારોને ડરાવવા ખેલ્યો ખેલ

Read Full Story arrow_forward
Amreli News: બગસરામાં સતત બીજા દિવસે મેઘતાંડવ, ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર
calendar_today March 19, 2026

Amreli News: બગસરામાં સતત બીજા દિવસે મેઘતાંડવ, ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં કુદરતનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા બગસરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ભારે ફાળ ફાળ પડી છે.ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ બગસરાના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો નાના મુંજયાસર, મોટા મુંજયાસર, રફાળા, સાપર અને સુડાવડ સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તેજ પવન અને ગાજવીજ સાથે વરસેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વારંવાર બદલાતા હવામાનને કારણે ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો સૌરાષ્ટ્રના અન્ય પંથકોની જેમ બગસરામાં પણ કમોસમી વરસાદ (માવઠું) આફત બનીને આવ્યો છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર થયેલા પાક અને પશુઓના ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વીજળીના કડાકા અને પવનના સુસવાટાને કારણે ખેડૂતો અત્યારે પોતાના માલ-સામાનને બચાવવા માટે ભારે જહેમત કરી રહ્યા છે. આ પણ વાંચો - Amreliના વડિયામાં વાતાવરણના પલટા સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

Read Full Story arrow_forward
Ahmedabad News: મુસાફરો સાથે મિત્રતા કરી નશીલી દવાઓ આપીને કિંમતી સામાન ચોરનારો ઝડપાયો
calendar_today March 19, 2026

Ahmedabad News: મુસાફરો સાથે મિત્રતા કરી નશીલી દવાઓ આપીને કિંમતી સામાન ચોરનારો ઝડપાયો

સમગ્ર દેશમાં ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને લૂંટી લેનારા સક્રિય થયા છે. ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને લૂંટ ચલાવતો લૂંટારૂ રેલવે એલસીબીના હાથે ઝડપાયો છે. આરોપી મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની પુછુપરછ કરતાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. વિવિધ રાજ્યોના 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો અમદાવાદ રેલવે એલસીબી દ્વારા એક ખુંખાર લૂંટારૂને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ લૂંટારૂ મુસાફરો સાથે મિત્રતા કેળવતો હતો અને નશીલી ગોળીઓ આપતો હતો. ત્યાર બાદ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હતો. મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતા આ લૂંટારૂને પકડવા રેલવે પોલીસ સક્રિય થઈ હતી. આરોપીને રેલવે પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે લાખ રોકડા અને ત્રણ મોબાઈલ તેની પાસેથી જપ્ત કર્યા હતાં. આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા

Read Full Story arrow_forward