android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News: ભાણવડ અને લાલપુર પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોના તૈયાર પાકને નુકસાન
calendar_today March 19, 2026

Porbandar News: ભાણવડ અને લાલપુર પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોના તૈયાર પાકને નુકસાન

સૌરાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. આકાશી આફતને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોના તૈયાર પાક પર સંકટના વાદળો છવાયા છે.દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભાણવડ તાલુકાના દેવરિયા, મોરઝર, મેવાસા અને મોટા કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખેતરોમાં કાપણી માટે તૈયાર ઉભેલા પાકને આ વરસાદથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જામનગર જિલ્લામાં પણ માવઠાની અસર માત્ર દ્વારકા જ નહીં, પડોશી જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી છે. જામનગરના ગોપ, જામવાળી, કૃષ્ણગઢ, વાનાવડ અને લાલપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો છે. સતત બદલાતા વાતાવરણ અને આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો માલ બગડવાની શક્યતા હોવાથી ખેડૂત પરિવારો ચિંતામાં મુકાયા છે. આ પણ વાંચો - Porbandar News: બરડા પંથકમાં વાતાવરણ પલટાયું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Read Full Story arrow_forward
Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું
calendar_today March 19, 2026

Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું

સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાની વ્યાપક અસર કચ્છના નાના રણમાં પણ જોવા મળી છે. આજે અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડા જેવા માહોલ અને કમોસમી વરસાદે (માવઠું) રણ વિસ્તારમાં વસતા અગરિયાઓ અને મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીમાં મસમોટો વધારો કર્યો છે.સોલાર પેનલોને ભારે નુકસાન નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો---     Surat નકલી નોટ કાંડ, કામરેજના સત્ય યોગ આશ્રમના 'મહારાજ'નો આપઘાતનો ડ્રામા, લેણદારોને ડરાવવા ખેલ્યો ખેલ

Read Full Story arrow_forward
Rajkot News: વાહનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી બીજાના નામે ટ્રાન્સફર કરી બેંક લોનનું કૌભાંડ ઝડપાયું
calendar_today March 19, 2026

Rajkot News: વાહનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી બીજાના નામે ટ્રાન્સફર કરી બેંક લોનનું કૌભાંડ ઝડપાયું

રાજકોટમાં કારનું બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે. કારના બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ તેજ કરી છે. આરોપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો ખરીદતો હતો અને તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વાહનોની લે વેચ કરતો હતો. પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે. અન્ય રાજ્યો અને ગુજરાતમાંથી વાહન ખરીદતો પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં કારના બોગસ દસ્તાવેજો બનાવીને લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આનંદ ઉર્ફે અમિત નવીન ખખ્ખર દ્વારા આ સમગ્ર કૌભાંડ ચલાવાતુ હતું. આરોપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો ખરીદતો હતો અને તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વાહનોની લે વેચ કરતો હતો. આ બાબતે પોલીસે આરોપીનું મોટુ નેટવર્ક પણ પકડી પાડ્યું છે. બીજાના નામે વાહનો ટ્રાન્સફર કરી બેંકમાંથી લોન લઈને નાણાં ઉપાડી લેતો હતો. પોલીસે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી આનંદની ધરપકડ કરી છે. આ પણ વાંચોઃ Bhavnagar : સિહોરમાં મિની વાવાઝોડાનો કહેર, ધૂળની ડમરીઓથી રસ્તા સુમસામ,અનેક મકાનોના પતરા ઉડ્યા

Read Full Story arrow_forward