android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat નકલી નોટ કાંડ, કામરેજના સત્ય યોગ આશ્રમના 'મહારાજ'નો આપઘાતનો ડ્રામા, લેણદારોને ડરાવવા ખેલ્યો ખેલ
calendar_today March 19, 2026

Surat નકલી નોટ કાંડ, કામરેજના સત્ય યોગ આશ્રમના 'મહારાજ'નો આપઘાતનો ડ્રામા, લેણદારોને ડરાવવા ખેલ્યો ખેલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા 2.38 કરોડના નકલી નોટ રેકેટમાં સુરતના કામરેજ સ્થિત 'શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન' આશ્રમની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન આશ્રમના મુખ્ય સંચાલક પ્રદીપનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે આપઘાતનો પ્રયાસ કરતો હોવાનું નાટક કરતો જોવા મળી રહ્યો છે.લેણદારોથી બચવા સુસાઇડનો પ્રયાસ તપાસમાં સામે આવ્યું છે કે, પ્રદીપે આશ્રમ માટે જમીન ખરીદવા અને આલીશાન બંગલો બનાવવા માટે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે લેણદારોએ પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે પ્રદીપે તેમને પૈસા આપવાને બદલે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. લેણદારોના દબાણથી બચવા અને તેમને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા માટે તેણે આપઘાતનું નાટક કરી વિડિયો બનાવ્યો હતો, જેથી લેણદારો ડરી જાય અને ઉઘરાણી બંધ કરી દે. આશ્રમની આડમાં કાળો કારોબાર ધર્મના નામે આશ્રમ ચલાવતા પ્રદીપજીની અસલી ઓળખ હવે પોલીસ તપાસમાં છતી થઈ છે.લેણદારોને ડરાવવા માટે તેણે સુસાઇડ નોટમાં તેમના નામ લખીને બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.  પ્રદીપ સહિતના સાત આરોપીઓની કડક પૂછપરછ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રદીપ સહિતના સાત આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. આ આશ્રમમાં અન્ય કઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી અને નકલી નોટોના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો---    Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward
UnseasonalAhmedabad News: હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી, સ્થાનિકોએ ખુલ્લો કર્યો રસ્તો Rain: ચૈત્રમાં અષાઢી માહોલ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદે સર્જી તારાજી
calendar_today March 19, 2026

UnseasonalAhmedabad News: હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી, સ્થાનિકોએ ખુલ્લો કર્યો રસ્તો Rain: ચૈત્રમાં અષાઢી માહોલ, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદે સર્જી તારાજી

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ અને કચ્છ બાદ હવે જામનગર અને દ્વારકાના શિવરાજપુર બીચ પર પણ કુદરતી આફત ત્રાટકી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.જામનગર-ખંભાળિયા હાઇવે પર વરસાદ જામનગર ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ખાસ કરીને જામનગર-ખંભાળિયા હાઇવે પર અચાનક વાતાવરણ બદલાતા ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, તો બીજી તરફ આ પંથકમાં ઉભા પાકને લઈ ખેડૂતો પર સંકટના વાદળો છવાયા છે. ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. શિવરાજપુર બીચ પર ભારે તારાજી અને નાસભાગ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર વાતાવરણના પલટાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અચાનક ફૂંકાયેલા અતિભારે પવનને કારણે બીચ પર ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અચાનક આવેલા વાવાઝોડા જેવા પવનથી સહેલાણીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બીચ પર રાખવામાં આવેલી સુવિધાઓ અને શેડને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. રાજકોટ અને કચ્છમાં પણ માવઠાની અસર રાજકોટમાં કરા સાથે વરસાદ અને કચ્છમાં 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દ્વારકામાં પણ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ચમકારા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને બાજરીના પાકને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો - Ahmedabad News: હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી, સ્થાનિકોએ ખુલ્લો કર્યો રસ્તો

Read Full Story arrow_forward
Delhi: ડ્રોન નિર્માણ મામલે આત્મનિર્ભર બનવુ પડશે, વધી રહેલા પડકારો વચ્ચે બોલ્યા રાજનાથ સિંહ
calendar_today March 19, 2026

Delhi: ડ્રોન નિર્માણ મામલે આત્મનિર્ભર બનવુ પડશે, વધી રહેલા પડકારો વચ્ચે બોલ્યા રાજનાથ સિંહ

વૈશ્વિક પડકારો સતત વધી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને ત્યારબાદ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ડ્રોનનું મહત્વ નોંધપાત્ર રીતે વધી ગયું છે. પરિણામે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બંને પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ડ્રોનની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારતે ડ્રોન ઉત્પાદન માટે એક મજબૂત ઇકોસિસ્ટમ સ્થાપિત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી થોડા વર્ષોમાં ભારત ડ્રોન ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે.યુદ્ધમાં ડ્રોનની ભૂમિકા મહત્વની દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026 ને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બંને પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષોએ ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વપૂર્ણ મહત્વને સ્પષ્ટપણે દર્શાવ્યું છે. તેમણે ટિપ્પણી કરી કે જેમ જેમ સમગ્ર વિશ્વ રશિયા અને યુક્રેન તેમજ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષોનું સાક્ષી છે, તેમ આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે ભવિષ્યના યુદ્ધમાં ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીની મુખ્ય ભૂમિકા શું હશે.ડ્રોન ઉત્પાદન માટે આત્મનિર્ભરતાની જરૂરડ્રોન ઉત્પાદનના મહત્વ પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સ્વાયત્તતા, સંરક્ષણ તૈયારી અને આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે ડ્રોનના સ્વદેશી ઉત્પાદન માટે એક ઇકોસિસ્ટમ સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે. આજે ભારતમાં એક એવી ડ્રોન ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવવાની તાત્કાલિક જરૂર છે જે આપણને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવે.  રાજનાથ સિંહે ખાતરી આપી હતી કે વર્તમાન ભૂરાજકીય પરિદૃશ્યમાં, ભારતની સંરક્ષણ તૈયારી અને વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે તે જરૂરી છે કે રાષ્ટ્ર ડ્રોન ઉત્પાદનના ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે.. ડ્રોન ઉત્પાદન ઉપરાંત, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને અન્ય ઉભરતી, મહત્વપૂર્ણ તકનીકોના ઝડપથી વધતા મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે વધુમાં નોંધ્યું કે આજના યુગમાં, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવા નવીનતાઓ સમગ્ર વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રને મૂળભૂત રીતે બદલી રહ્યા છે. આ પ્રગતિની સાથે, સિમ્યુલેશન ટેકનોલોજી પણ ઘણી નવી તકો ખોલી રહી છે.  સંરક્ષણ મંત્રીએ અગ્રણી ઉદ્યોગ ખેલાડીઓને તેમના ઉત્પાદનોની ગુણવત્તામાં ઝડપથી સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ હાકલ કરી.ડ્રોનને લઇને શું બોલ્યા રાજનાથ સિંહ?  સંરક્ષણ સંબંધિત ઉત્પાદનોમાં સ્વનિર્ભરતાના મુદ્દાને સંબોધતા, રાજનાથ સિંહે જણાવ્યું કે આ સ્વનિર્ભરતા માત્ર ઉત્પાદન સ્તરે જ નહીં પરંતુ ઘટક સ્તરે પણ જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો - ડ્રોનના એરફ્રેમથી લઈને તેના સોફ્ટવેર, એન્જિન અને બેટરી સુધી - બધું જ અહીં ભારતમાં જ બનાવવું જોઈએ. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું, “આ કોઈ સરળ કાર્ય નથી, કારણ કે મોટાભાગના દેશોમાં જ્યાં ડ્રોનનું ઉત્પાદન થાય છે, ત્યાં ઘણા મહત્વપૂર્ણ ઘટકો ચોક્કસ રાષ્ટ્રમાંથી આયાત કરવામાં આવે છે.”

Read Full Story arrow_forward