android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prantij નગરપાલિકાનો ફિયાસ્કો, ઉત્પાદકો વગર જ તૈયાર કરાયો સ્વદેશી મેળો,વંટોળમાં મંડપ ઉડતા પાલિકાની પોલ ખુલી
calendar_today March 19, 2026

Prantij નગરપાલિકાનો ફિયાસ્કો, ઉત્પાદકો વગર જ તૈયાર કરાયો સ્વદેશી મેળો,વંટોળમાં મંડપ ઉડતા પાલિકાની પોલ ખુલી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વદેશી મેળા'ના નામે મોટો દેખાડો અને ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આજે અચાનક ફૂંકાયેલા વંટોળમાં મેળાનો મંડપ ધરાશાયી થતા જ પાલિકાના વહીવટની પોલ ખુલ્લી પડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે, જે મેળાના નામે મંડપ ઊભો કરાયો હતો, ત્યાં એક પણ સ્વદેશી ઉત્પાદક કે સામાન હાજર નહોતો.દેખાડો કરવા માટે ખાલી મંડપ! નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના નામે માત્ર મોટો મંડપ તૈયાર કરીને ભવ્ય આયોજનનો પ્રચાર કરાયો હતો. જોકે, વાસ્તવિકતામાં મેળામાં કોઈ સ્ટોલ કે ઉત્પાદકો ઉપસ્થિત જ નહોતા. માત્ર કાગળ પર અને દેખાડો કરવા માટે જ મંડપ ઉભો કરવામાં આવ્યો હોવાનું પવનમાં મંડપ ઉડતા સાબિત થયું છે. વંટોળમાં મંડપ નીચે પડતા અંદર રાખેલી સેંકડો પ્લાસ્ટિકની ખુરશીઓ પણ તૂટીને ખાખ થઈ ગઈ હતી. કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચેની મિલીભગત? ઉત્પાદકો વગર જ લાખોના ખર્ચે મંડપ તૈયાર કરી દેવાના આ મામલે હવે કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી નાણાંનો દુરુપયોગ કરવા માટે જ આ પ્રકારે માત્ર મંડપનો ખર્ચ ઉધારીને દેખાડો કરવામાં આવ્યો હતો. વંટોળમાં મંડપ ધરાશાયી થતા પાલિકાની આ 'પોકળ' નીતિ છતી થઈ ગઈ છે. આ પણ વાંચો---     Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward
Gandhinagar News : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે : હર્ષ સંઘવી
calendar_today March 19, 2026

Gandhinagar News : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે : હર્ષ સંઘવી

ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬”ના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.આ સત્ર દરમિયાન વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે.મિશ્રા તેમજ ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ ઉદય કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ અને દેશભરમાંથી પધારેલા પ્રતિભાશાળી યુવાનોને સંબોધતા ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યના વિઝનની વિસ્તૃત ભૂમિકા આપી હતી.આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે તેમ તેમણે કહ્યું હતું. ગિફ્ટ સિટી એ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી નાયબ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, લગભગ બે દાયકા પહેલા વડાપ્રધાન મોદીએ એક ઉજ્જડ જમીન પર ઉભા રહીને આ વૈશ્વિક ફિનટેક સિટીનું સપનું જોયું હતું.તે સમયે અનેક બુદ્ધિજીવીઓએ તેને 'ડે ડ્રીમ' કહીને નકારી કાઢ્યું હતું, પરંતુ આજે ગિફ્ટ સિટીનું સ્વપ્ન સાકાર થઈને વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે.તેમણે હતું કે, ગિફ્ટ સિટી એ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ દેશના લાખો યુવાનોની સ્પિરિટ અને મૂલ્યોને જાળવી રાખીને તેમના સપનાઓને સાકાર કરવાનું કેન્દ્ર છે. પ્લેસમેન્ટ ફ્રેમવર્ક દ્વારા આ યુવાનોને મહત્તમ તકો હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી હવે સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. આ સફળતાના પાયામાં IFSCA નું યુનિફાઈડ રેગ્યુલેટરી આર્કિટેક્ચર, આકર્ષક ટેક્સ માળખું અને ભારતની ડિજિટલ નાણાકીય તાકાત રહેલી છે.તેમણે કહ્યું હતું કે, ગિફ્ટ સિટીને ન્યુ-એજ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર બનાવવા માટે હવે 'વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ' ઊભું કરવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જેના માટે ગાંધીનગર અને અમદાવાદની IIM-અમદાવાદ, માઈકા, નિરમા અને નેશનલ લો યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ નવી વિઝનરી યુથ ફોર્સ તૈયાર થઈ રહી છે.ગિફ્ટ સિટીમાં જ સ્થાપિત અન્ય દેશોની યુનિવર્સિટીઓ પણ આ કામમાં જોડાઈ છે.સરકાર સ્ટ્રક્ચર્ડ ઈન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ ફ્રેમવર્ક દ્વારા આ યુવાનોને મહત્તમ તકો આપવા કટિબદ્ધ છે. ગ્લોબલ એક્સપોઝર અને વૈશ્વિક કક્ષાનું વળતર મંત્રીએ દેશ અને રાજ્યના યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે,ગિફ્ટ સિટીમાં કામ કરવાથી તેમના માતા-પિતાનું વિદેશમાં નોકરી કરવાનું સપનું પણ અહીં જ સાકાર થશે, કારણ કે અહીં ગ્લોબલ એક્સપોઝર અને વૈશ્વિક કક્ષાનું વળતર બંને ઉપલબ્ધ છે.નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકાર 'વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી' મોડેલ પર ગંભીરતાથી કામ કરી રહી છે, જેથી કર્મચારીઓને ત્યાં જ રહેવાની શ્રેષ્ઠ સુવિધા મળી રહે.તેમણે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં પ્રોત્સાહનોમાં થોડો તફાવત હોઈ શકે, પરંતુ ગુજરાત જેવી રાજકીય અને નીતિગત સ્થિરતા બીજે ક્યાંય નથી.આ પણ વાંચોઃ Dwarka News: જામ ખંભાળિયાના ભાતેલ ગામે ખેતરમાં લાગી આગ, ઘાસચારો અને ટ્રેક્ટરને નુકસાન

Read Full Story arrow_forward
Ahmedabad News: હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી, સ્થાનિકોએ ખુલ્લો કર્યો રસ્તો
calendar_today March 19, 2026

Ahmedabad News: હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી, સ્થાનિકોએ ખુલ્લો કર્યો રસ્તો

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા હેલ્મેટ સર્કલ પાસે બ્રિજના છેડે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભરચક ટ્રાફિક ધરાવતા આ મુખ્ય રસ્તા પર વૃક્ષ પડતા જ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિકોએ સંભાળી મોરચો આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વૃક્ષ ધરાશાયી થયા બાદ લાંબા સમય સુધી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા. રસ્તો બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી. તંત્રની રાહ જોયા વગર આસપાસના જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો જાતે જ મેદાને ઉતર્યા હતા. લોકશક્તિથી રસ્તો ખુલ્લો થયો સ્થાનિક લોકોએ પરસ્પર સહયોગથી રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. લોકોની મહેનતને કારણે રસ્તા પરથી અવરોધ દૂર કરવામાં આવ્યો અને પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની હતી. હાલમાં આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવહાર ફરી શરૂ થયો છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ પણ વાંચો - Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો માસ્ટરસ્ટ્રોક: 2.38 કરોડની નકલી નોટો સાથે સુરતની ગેંગ ઝડપાઈ, AIનો કર્યો હતો ઉપયોગ

Read Full Story arrow_forward