Dwarka News: જામ ખંભાળિયાના ભાતેલ ગામે ખેતરમાં લાગી આગ, ઘાસચારો અને ટ્રેક્ટરને નુકસાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે આજે એક ખેતરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. ખુલ્લા ખેતરમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોટાપાયે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.પશુઓનો ઘાસચારો બળીને ખાખ આગ એટલી પ્રચંડ હતી કે ખેતરમાં સંગ્રહિત કરવામાં આવેલો ઘાસચારો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયો હતો. આ ઉપરાંત, આગની લપેટમાં નજીકમાં પડેલા એક ટ્રેક્ટરના ટાયરો પણ આવી ગયા હતા, જેના કારણે વાહનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને પગલે ગરીબ ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું છે અને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ફાયર બ્રિગેડની સમયસર કામગીરી ઘટનાની જાણ થતા જ જામ ખંભાળિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આસપાસના અન્ય ખેતરોમાં આગ ફેલાતી અટકી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા આગના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Dwarka News: ખંભાળીયામાં ઠગાઈ કરનારા રિક્ષા ચાલકની ધરપકડ, અગાઉ નોંધાયા છે 10 ગુના
Read Full Story arrow_forward