android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dawood Ibrahim Property Auction: દાઉદની 4 જમીનની હરાજી સફળ, જાણો સૌથી વધુ બોલી કોણે લગાવી ?
calendar_today March 19, 2026

Dawood Ibrahim Property Auction: દાઉદની 4 જમીનની હરાજી સફળ, જાણો સૌથી વધુ બોલી કોણે લગાવી ?

કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમની પૈતૃત જમીનની હરાજી આખરે સફળ રહી છે. મુંબઇના એક વ્યક્તિએ સૌથી વધારે બોલી લગાવીને કૃષિ ભૂમિ ખરીદવાનો સત્તાવાર અધિકાર મેળવી લીધો છે. દાઉદની જે સંપત્તિઓ હરાજી થઇ છે તે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં છે. ચાર જમીનના ટુકડાની હરાજી કરવામાં આવી કેન્દ્ર સરકારે ડોન દાઉદ ઇબ્રાહિમની ખાનદાની જમીનોની હરાજી કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્ર સરકાર દ્વારા 5 માર્ચ, 2026ના રોજ હાથ ધરવામાં આવેલી આ હરાજી સ્મગલર્સ અને ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફિચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ યોજાઈ હતી. એવું જાણવા મળ્યું છે કે ચારેય જમીનના ટુકડા રત્નાગિરિ જિલ્લાના મુમ્બકે ગામમાં સ્થિત છે . આ સ્થળ દાઉદ ઇબ્રાહિમના પરિવારનું પૈતૃક ગામ માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આમાંથી કેટલીક મિલકતો અગાઉ તેની માતા, અમીના બીના નામે નોંધાયેલી હતી.કોણે લગાવી સૌથી વધુ બોલી ? હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનાર વ્યક્તિ મુંબઈના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કે કોણ છે તે અંગે હજી કોઇ ઓળખ જાહેર કરવામાં આવી નથી. નિયમો અનુસાર બોલી લગાવનાર વ્યક્તિએ એપ્રિલ 2026ની શરૂઆતમાં સંપૂર્ણ રકમ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સત્તાવાળાઓ પાસેથી અંતિમ મંજૂરી મળ્યા પછી મિલકતનું ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તેની પૈતૃક સંપત્તિ વેચવાના પ્રયાસો ત ઘણા વર્ષથી કરવામાં આવી રહ્યા હતા. જેમાં ઘણીવાર તો પ્રક્રિયા અધૂરી રહેતી હતી. નવેમ્બર 2025માં આ મિલકતોની અનામત કિંમતમાં 30 ટકાનો ઘટાડો કરી દેવાયો હતો તેમ છતાં પણ કોઇ ખરીદનાર મળ્યું નહીં. અગાઉ પણ કરવામાં આવી હતી હરાજીની પ્રક્રિયા પણ..નિષ્ણાંતો માને છે કે દાઉદ ઇબ્રાહિમના નામ અને તેના 'ડી-કંપની' સિન્ડિકેટના ડરને કારણે સંભવિત ખરીદદારો આ મિલકતોથી દૂર રહ્યા હતા. તો વળી બીજુ કારણ એ પણ હતું કે આ જમીનો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે જેથી તે કૃષિ માટે ઉપયોગી છે. તાત્કાલિક નાણાકીય વળતર મળવાની સંભાવના ઘણી જ મર્યાદિત છે. 4માંથી એક જમીન માટે બે લોકોએ લગાવી હતી બોલી બોલી લગાવવાની પ્રવૃત્તિની દ્રષ્ટિએ, સર્વે નંબર 442 (ભાગ 13-B) ચાર જમીનના ટુકડાઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ તરીકે ઉભરી આવ્યો. જ્યારે તેની અનામત કિંમત આશરે ₹9.41 લાખ નક્કી કરવામાં આવી હતી, ત્યારે હરાજી દરમિયાન તેને ₹10 લાખથી વધુની બોલી મળી. આ ચોક્કસ પ્લોટ માટે બે બોલી લગાવનારાઓ આગળ આવ્યા હતા. જેમાં એક મુંબઈનો અને બીજો રત્નાગીરીનો. તેનાથી વિપરી બાકીના ત્રણ જમીનના ટુકડા માટે દરેક માટે ફક્ત એક જ બોલી લગાવનાર વ્યક્તિએ ભાગ લીધો હતો, અને બધી જરૂરી શરતો પૂર્ણ કર્યા પછી, તેઓએ સફળતાપૂર્વક મિલકતો હસ્તગત કરી હતી.

Read Full Story arrow_forward
Eid UL Fitr 2026: સાઉદીમાં 20 માર્ચે ઈદની સત્તાવાર જાહેરાત બાદ જાણો ભારતમાં ક્યારે દેખાશે શવ્વાલનો ચાંદ?
calendar_today March 19, 2026

Eid UL Fitr 2026: સાઉદીમાં 20 માર્ચે ઈદની સત્તાવાર જાહેરાત બાદ જાણો ભારતમાં ક્યારે દેખાશે શવ્વાલનો ચાંદ?

મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ હવે પૂર્ણતાના આરે છે અને સમગ્ર વિશ્વમાં ઈદ-ઉલ-ફિત્રની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાનના 29 અથવા 30 રોઝા રાખ્યા બાદ, શવ્વાલ મહિનાનો ચાંદ દેખાય ત્યારે ઈદ મનાવવામાં આવે છે. વર્ષ 2026માં ચાંદના દર્શનને લઈને અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સાઉદી અરેબિયામાં ઈદની સ્થિતિ સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે અગાઉ નાગરિકોને બુધવારે સાંજે ચાંદ જોવાની અપીલ કરી હતી, પરંતુ તે દિવસે ચંદ્ર દેખાયો ન હતો. પરિણામે, સાઉદી અરેબિયામાં 19 માર્ચ 2026ને ગુરુવારના રોજ રમઝાનનો છેલ્લો દિવસ (30મો રોઝો) માનવામાં આવી રહ્યો છે. આથી, ત્યાં 20 માર્ચ 2026ને શુક્રવારના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં ઈદ ક્યારે? ભારતમાં ચાંદ જોવાના ભૌગોલિક તફાવતને કારણે સામાન્ય રીતે સાઉદી અરેબિયા કરતા એક દિવસ પછી ઈદ મનાવવામાં આવતી હોય છે. ભારતમાં આજે રમઝાનનો 29મો દિવસ છે. જો આજે સાંજે આકાશમાં ચાંદ દેખાશે, તો ભારતમાં પણ શુક્રવારે ઈદ મનાવી શકાય છે. જો આજે ચાંદ ન દેખાય તો શુક્રવારે રમઝાનનો 30મો દિવસ હશે અને શનિવાર, 21 માર્ચ 2026 ના રોજ ઈદ મનાવવામાં આવશે. નિષ્ણાતોનું શું માનવું છે? જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચાંદ દેખાવાની શક્યતાઓને જોતા ભારત અને સૌદીમાં એક દિવસના અંતરે અથવા સાથે પણ ઈદ હોઈ શકે છે, જે સંપૂર્ણપણે ગુરુવારની સાંજની ચાંદની દૃશ્યતા પર નિર્ભર છે. ઈદનું ધાર્મિક મહત્વ ઈદ-ઉલ-ફિત્ર એ માત્ર તહેવાર નથી, પરંતુ અલ્લાહ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. આ તહેવાર હિજાબી કેલેન્ડરના દસમા મહિના એટલે કે 'શવ્વાલ'ના પ્રથમ દિવસે ઉજવાય છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરે છે, ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરે છે અને એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' પાઠવે છે. નોંધ: ઈદની ચોક્કસ તારીખ તમારા સ્થાનિક હિલ્લાલ કમિટી (ચાંદ સમિતિ)ની સત્તાવાર જાહેરાત બાદ જ નક્કી ગણાશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: વરાછામાં બે વર્ષની બાળકીની હત્યાના કેસમાં માતાની ધરપકડ, લિવ-ઈન પાર્ટનર સાથે રહેતી હતી મહિલા
calendar_today March 19, 2026

Surat: વરાછામાં બે વર્ષની બાળકીની હત્યાના કેસમાં માતાની ધરપકડ, લિવ-ઈન પાર્ટનર સાથે રહેતી હતી મહિલા

સુરતના વરાછા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માતા અને પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. એક સગી જનેતાએ જ પોતાની માત્ર બે વર્ષની માસૂમ બાળકીની નિર્મમ હત્યા કરી નાખી છે. શરૂઆતમાં સામાન્ય મોત જણાતી આ ઘટનામાં જ્યારે બાળકીનો પોસ્ટ મોર્ટમ (PM) રિપોર્ટ આવ્યો, ત્યારે માતાની રાક્ષસી ક્રૂરતાનો પર્દાફાશ થયો છે.વરાછામાં માતાએ કરી બાળકીની હત્યામળતી માહિતી મુજબ, આરોપી માતા વરાછા વિસ્તારમાં એક યુવક સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. આ મહિલાને અગાઉના લગ્નથી ચાર સંતાનો હતા. બે વર્ષની માસૂમ બાળકી વારંવાર જમવાની જીદ કરતી હોવાથી ઉશ્કેરાયેલી માતાએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. માતાએ બાળકીને વેલણ અને અન્ય બોથડ પદાર્થો વડે આડેધડ ફટકારી હતી, જેના કારણે બાળકીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.હોસ્પિટલમાં દમ તોડ્યોગંભીર રીતે ઘવાયેલી હાલતમાં બાળકીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમે દમ તોડી દીધો હતો. બાળકીના શરીર પરના નિશાન અને પીએમ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, બાળકીનું મૃત્યુ કુદરતી નહીં પણ અતિશય માર મારવાને કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.પોલીસ કાર્યવાહીવરાછા પોલીસે આ મામલે તુરંત એક્શન લઈને આરોપી માતા વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે નિષ્ઠુર માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે કે આ હિંસામાં લિવ-ઈન પાર્ટનરની કોઈ સંડોવણી છે કે કેમ. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ પણ વાંચો: Ahmedabad: કાગડાપીઠ વિસ્તારમાં ANTFના દરોડા, નશાકારક કોડીન સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

Read Full Story arrow_forward