android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gondal: નશામાં ચૂર કારચાલકે અનેક વાહનોને હડફેટે લીધા, કારમાંથી દારૂની બોટલો મળી આવતા લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો
calendar_today March 19, 2026

Gondal: નશામાં ચૂર કારચાલકે અનેક વાહનોને હડફેટે લીધા, કારમાંથી દારૂની બોટલો મળી આવતા લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો

ગોંડલ શહેરમાં ગત રાત્રે એક નશાખોર કારચાલકે ભારે આતંક મચાવ્યો હતો. અલ્ટો કાર લઈને નીકળેલા ચિક્કાર નશામાં ધૂત ચાલકે રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને ભાગી રહેલા આ કારચાલકનો સ્થાનિક લોકોએ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, જેને પગલે સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.દારૂની બોટલ અને બાઈટિંગ સાથે મહેફિલસ્થાનિક લોકોના ટોળાએ આખરે આશાપુરા ચોકડી પાસે કારને આંતરી લીધી હતી. જ્યારે લોકોએ કારની તલાશી લીધી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની અંદરથી દારૂની બોટલ, કાચના ગ્લાસ અને ખાવા માટેનું બાઈટિંગ પણ મળી આવ્યું હતું. આ જોતા જ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને કારમાંથી બહાર ખેંચીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.પોલીસની કામગીરીઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોના રોષનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત કારચાલક અને તેની સાથેના અન્ય એક વ્યક્તિને પોલીસે ટોળામાંથી છોડાવીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને શખ્સો ભારે નશાની હાલતમાં હતા.હાલમાં પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ દારૂબંધીના ભંગ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Surat: સચિન અને ભેસ્તાન વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના કાળાબજાર ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં 'હેન્ડલૂમ એક્સપો 2026'નું રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું
calendar_today March 19, 2026

Ahmedabad News : અમદાવાદમાં 'હેન્ડલૂમ એક્સપો 2026'નું રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના ગ્રામીણ કસબીઓ અને નાના ઉદ્યોગકારો પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાદી અને કુટીર ઉદ્યોગો એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી ભવ્ય પરંપરા અને સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે. મંત્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી અદભૂત કૃતિઓને નિહાળી વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા કટિબદ્ધ છે. ખાસ કરીને માનવ કલ્યાણ યોજના અને સ્વરોજગારના વિવિધ પ્રોજેક્ટ્સ થકી ગ્રામીણ યુવાનો અને બહેનોને પોતાના ગામમાં જ સન્માનજનક આજીવિકા મળે અને ગુજરાતનો હસ્તકલા વારસો વૈશ્વિક સ્તરે ચમકે તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંત્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી અદભૂત કૃતિઓને નિહાળી હતી અને તેમની કલાની વિશેષ પ્રશંસા કરી હતી. તા. 24 માર્ચ 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ, એલિસબ્રિજ ખાતે ચાલુ રહેશે વણકર સેવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આયોજિત આ એક્સપોમાં દેશભરના કુશળ કારીગરો ભાગ લઈ રહ્યા છે, જેમાં કુલ 44 સ્ટોલ કાર્યરત છે. આ પ્રદર્શન આગામી તા. 24 માર્ચ 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ, એલિસબ્રિજ ખાતે ચાલુ રહેશે. આયોજકો દ્વારા શહેરના કલાપ્રેમી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ દેશના પરંપરાગત વણાટકામ અને હસ્તકલાના વારસાને જીવંત રાખવામાં સહભાગી બને. આ ગરિમામય ઉદ્ઘાટન પ્રસંગે ખાસ અતિથિ તરીકે ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેંશન કોટેજ, ગાંધીનગરના કાર્યકારી નિયામક ડૉ. એસ. જે. જોશી (IAS), નાયબ નિયામક મનોજ કુમાર અને 'ટાંગલિયા' હસ્તકળા માટે પદ્મશ્રી મેળવનાર લવજીભાઈ નાજભાઈ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Narmada News : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંગે વેબસાઈટ શરૂ કરાઈ, રજીસ્ટ્રેશન વિનામૂલ્યે રહેશે

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ
calendar_today March 19, 2026

Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોના એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીઓ ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરીને આ કાળા કારોબારને અંજામ આપતા હતા.સરકારી બોર્ડ વાળી ગાડીમાં હેરાફેરીઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી એક શંકાસ્પદ ગાડીને આંતરી હતી. આ ગાડી પર 'ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા' (Government of India) લખેલું હતું અને તે 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં તપાસ કરતા તેમાંથી ₹2.10 કરોડની નકલી નોટો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપીઓ આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરતા હતા.ઉધનામાં મિની બેંક, મશીન અને નોટો જપ્તઅમદાવાદમાં મળેલી સફળતા બાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના ઉધના વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે નકલી નોટો છાપવાનું હાઈટેક પ્રિન્ટિંગ મશીન અને વધુ ₹80 લાખની નકલી નોટો કબજે કરી છે. આમ, કુલ મળીને ₹2.90 કરોડની નકલી નોટો પોલીસના હાથે લાગી છે.6 શખ્સો જેલહવાલેક્રાઈમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી ક્યારથી આ રેકેટ ચલાવતી હતી, અત્યાર સુધીમાં કેટલી નોટો બજારમાં ફરતી કરી છે અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે, આ રેકેટના પર્દાફાશથી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.આ પણ વાંચો:Sabarkantha: પિંડવાડા હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત બાદ ભભૂકી આગ, એક ચાલકનું જીવતા સળગી જવાથી મોત

Read Full Story arrow_forward