android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કાપોદ્રાના રચના સર્કલ પાસે એમ્બ્રોડરી કારખાનામાં ગેસ બ્લાસ્ટ સાથે ભીષણ આગ, બે વ્યક્તિના મોત અને 11 ઈજાગ્રસ્ત
calendar_today March 19, 2026

Surat: કાપોદ્રાના રચના સર્કલ પાસે એમ્બ્રોડરી કારખાનામાં ગેસ બ્લાસ્ટ સાથે ભીષણ આગ, બે વ્યક્તિના મોત અને 11 ઈજાગ્રસ્ત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાપોદ્રાના રચના સર્કલ પાસે આવેલી એક ઈમારતમાં ચાલતા એમ્બ્રોડરીના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ઈમારતને લપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો દાઝી જવાથી ઘાયલ થયા છે.એમ્બ્રોડરીના કારખાનામાં ભીષણ આગ આગ લાગ્યાના થોડા જ સમયમાં કારખાનામાં રહેલા બે LPG ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બ્લાસ્ટને કારણે આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે રેસ્ક્યૂ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈમારતમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ફાયરના જવાનોએ જીવના જોખમે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. જવાનોએ ભારે જહેમત બાદ 11 જેટલા કામદારોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.જાન-માલનું નુકસાનઆ ગમખ્વાર દુર્ઘટનામાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 11 થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર લાગી હોવાનું અનુમાન છે, પરંતુ પોલીસ અને એફએસએલની ટીમ હવે તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Vav-Tharad: સાંચોર હાઈવે પર અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો રિલિંગ તોડીને અથડાઈ

Read Full Story arrow_forward
Amreli: સાવરકુંડલામાં તહેવારો પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શાંતિપૂર્ણ તહેવારોની ઉજવણી માટે કરાઈ અપીલ
calendar_today March 19, 2026

Amreli: સાવરકુંડલામાં તહેવારો પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શાંતિપૂર્ણ તહેવારોની ઉજવણી માટે કરાઈ અપીલ

આગામી રામનવમી અને રમઝાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સાવરકુંડલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસનું ફૂટ માર્ચ અને ચેકિંગASP જયવીરસિંહ ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ અને રૂરલ પોલીસની ટીમોએ સંયુક્ત રીતે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફૂટ માર્ચ યોજી હતી. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડ ધરાવતી બજારોમાં પોલીસ કાફલાએ રૂટ માર્ચ કરીને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.ભાઈચારા અને શાંતિની અપીલપોલીસ વિભાગ દ્વારા માત્ર પેટ્રોલિંગ જ નહીં, પરંતુ સામાજિક આગેવાનો અને સ્થાનિક વેપારીઓ સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તમામ લોકો પરસ્પર ભાઈચારા અને શાંતિથી તહેવારોની ઉજવણી કરે. કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અને કંઈપણ શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. પોલીસની આ સતર્કતાને પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.આ પણ વાંચો: Surat: કાપોદ્રાના રચના સર્કલ પાસે એમ્બ્રોડરી કારખાનામાં ગેસ બ્લાસ્ટ સાથે ભીષણ આગ, બે વ્યક્તિના મોત અને 11 ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Mehsana News : મહેસાણામાં મિની વાવાઝોડું આવતા વીજપોલ ધરાશાયી,  વીજલાઈનના તણખાથી ખેતરમાં ભીષણ આગ લાગી અને પાક બળીને ખાખ થયો
calendar_today March 19, 2026

Mehsana News : મહેસાણામાં મિની વાવાઝોડું આવતા વીજપોલ ધરાશાયી, વીજલાઈનના તણખાથી ખેતરમાં ભીષણ આગ લાગી અને પાક બળીને ખાખ થયો

ખેરાલુના ચોટીયામાં 2 વિઘા ઘઉંનો પાક બળીને રાખ થયો છે. વહેલી સવારે આવેલા વાવઝોડાથી આ ઘટના બની હતી અને વીજલાઈનના તણખાથી ખેતરમાં ભીષણ આગ લાગી હતી, ચૌહાણ કિરણભાઈને ખેતીમાં 65 મણથી વધુ નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, વીજ કંપનીની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.વીજપોલના ઢીલા વાયરો તાત્કાલિક રિપેર કરવા માગ ખેરાલુના ચોટીયામાં 2 વિઘા ઘઉંનો પાક બળીને રાખ થયો છે, ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે આ ઘટના બની છે, ચોટીયા ગામની સીમમાં આવેલ ખેતરનો તૈયાર પાક ઘઉં બળીને રાખ ખયો હતો અને વહેલી સવારે આવેલા મીની વાવાઝોડાથી આ ઘટના બની હતી, ખેતરથી નિકળતી વિજલાઈનથી તણખા પડ્યા અને આગ લાગી હતી, સરપંચ સહિત આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી, વહેલી સવારે આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો. Ugvclની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની ! વીજ વાયર તુટેલા અને ઢીલા થઈ ગયા હોવાથી સત્વરે રીપેરીંગ કરવાની માગ સરપંચે કરી છે અને Ugvclની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે, તો સ્થાનિકોએ અવાર-નવાર Ugvclને લટકતા અને ઢીલા વાયરને લઈ રજૂઆત કરી છે, તેમ છત્તા સ્થાનિકોની વાત અધિકારીઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Gandhinagar News : અમદાવાદ સહિત રાજયની 16 મહાનગરપાલિકામાં 21 અને 22 માર્ચે ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરાયું

Read Full Story arrow_forward