android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: દસાડાનો પોલીસ કર્મી રૂ. 80 હજારની લાંચની માંગણી કરવાના કેસમાં ઝડપાયો
calendar_today March 19, 2026

Surendranagar: દસાડાનો પોલીસ કર્મી રૂ. 80 હજારની લાંચની માંગણી કરવાના કેસમાં ઝડપાયો

સુરેન્દ્રનગર (બ્યુરો) : દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ભરત કાનજીભાઈ મેમકીયા એક ગુનામાં આરોપીને માર નહી મારવા બદલ રૂપીયા 80 હજારની માંગણી કરી હતી. આ અંગે અમદાવાદ એસીબીને જાણ થતા ટ્રેપ ગોઠવાઈ હતી. જેમાં આરોપી ભરત મેમકીયાને અમદાવાદ એસીબીએ રૂ. 80 હજારની લાંચ માંગવાના કેસમાં ઝડપી લીધો છે. આરોપી પોલીસ કર્મી ભરત મેમકીયાની ધરપકડ કરી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝાલાવાડમાં પોલીસ કર્મી એસીબીની ઝપટમાં આવી જતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Mandal: સુ.નગર જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા પુર્ણ, અંતીમ પેપર 18,591 વિદ્યાર્થીઓએ આપ્યુ
calendar_today March 19, 2026

Mandal: સુ.નગર જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા પુર્ણ, અંતીમ પેપર 18,591 વિદ્યાર્થીઓએ આપ્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે બોર્ડની પરીક્ષાનું અંતીમ પેપર હતુ. જેમાં ધો. 10ના છાત્રોએ સામાજીક વિજ્ઞાન અને ધો. 12 સામાન્ય પ્રવાહના છાત્રોએ ઈતીહાસ વિષયના પેપરો આપ્યા હતા. અંતીમ દિવસે નોંધાયેલા 18997 વિદ્યાર્થીઓમાંથી 406 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 18591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 26મી ફેબ્રુઆરીથી ધો. 10-12ની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં તા. 16ના રોજ જીવ વિજ્ઞાન વિષયના અંતીમ પેપર સાથે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પુરી થઈ હતી. જયારે ધો. 10ના છાત્રોએ સામાજીક વિજ્ઞાન અને ધો. 12 સામાન્ય પ્રવાહના છાત્રોએ ઈતીહાસ વિષયના પેપરો બુધવારે આપતા બોર્ડની પરીક્ષા પુરી થઈ છે. જિલ્લામાં ચોટીલામાં મોબાઈલ સાથે ઝડપાયેલ છાત્રને બાદ કરતા પરીક્ષા એકંદરે શાંતીપુર્વક રહી છે. બુધવારે ધો. 10ના સામાજીક વિજ્ઞાનમાં નોંધાયેલા 17004 વિદ્યાર્થીઓમાંથી 358 ગેરહાજર રહેતા 16646 વિદ્યાર્થીઓએ પેપર આપ્યુ હતુ. જયારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં અંતીમ પેપર ઈતીહાસ વિષયનું હતુ. જે 1945 વિદ્યાર્થીઓએ આપ્યુ હતુ. ઈતીહાસ વિષયમાં નોંધાયેલ 1993માંથી 48 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થવાના બીજા દિવસથી જ પરીક્ષાના સીસીટીવી ફુટેજની ચકાસણીનો ધમધમાટ શરૂ થયો હતો. જે હજુ થોડા દિવસો ચાલશે. ત્યારે હાલ પરિક્ષા પુરી થતા જિલ્લાના 33 હજારથી વધુ છાત્રો, તેમના વાલીઓ, પરીક્ષામાં જોડાયેલ અધીકારીઓ તેમજ કર્મચારીઓએ પણ રાહત અનુભવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dholka: ધોળકાના સરંડી ગામે મંદિરમાંથી ચોરી કરનારા બે તસ્કરો ઝડપાયા
calendar_today March 19, 2026

Dholka: ધોળકાના સરંડી ગામે મંદિરમાંથી ચોરી કરનારા બે તસ્કરો ઝડપાયા

ધોળકા તાલુકામાં મંદિરમાં થયેલી ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ધોળકા રૂરલ પોલીસે ઉકેલી બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. વધુમાં મળતી માહિતી મુજબ, ગત તા. 12મીએ રાત્રે સરંડી ગામના એક મંદિરમાંથી તસ્કરોએ રોકડ રકમ રૂ. 25,000 તથા ચાંદીનો કવર ચડાવેલો દંડો મળી કુલ રૂ. 55,000નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. સાથે મંદિર બહાર લાગેલ કેમેરાને તોડી નુકસાન પણ પહોંચાડયું હતું. ગુનાની તપાસ દરમિયાન ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં (1) રાહુલભાઈ મહેશભાઈ રાવળ (રહે. કાવીઠા, તા. ધોળકા), (2) ગૌરાંગભાઈ ભીખાભાઈ જાદવ (રહે. સીમેજ, તા. ધોળકા)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 22,000 રોકડ તથા ચાંદીનો દંડો (અંદાજે કિંમત રૂ. 30,000) તથા બાઈક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 72,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાંથી એક આરોપી વિરુદ્ધ સરખેજ, સાણંદ, કોઠ અને વસ્ત્ર્રાપુર પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward